________________
સર્વ મિત્ર ગૃહસ્થ-સંત • ૫૧ ભૂષણરૂપ બધા જ ધર્મપુરુષો સમાન ભાવે ઉપસ્થિત થયા. એ જ વિરલ ક્ષણે તેમણે રામ-કૃષ્ણ, બુદ્ધ-મહાવીર, ઈસુ ખ્રિસ્ત, સહજાનંદ જેવા સાંપ્રદાયિક લેખાતા મહાન પુરુષોની જીવનકથા વિવેચક ભક્તને શોભે એવી પ્રતીતિકર રીતે લખી છે.
કિશોરલાલભાઈના પરિચયથી મને જે થોડો પણ દૃષ્ટિલાભ થયેલો તેને યાદ કરી મેં ૧૯૩૮ના મારા જીવલેણ ઓપરેશન વખતે કોઈ દ્વારા વધુ એવા સમાચાર કહેવડાવ્યાનું યાદ છે કે, હું આ ઓપરેશનમાંથી બહાર નહિ આવું તોપણ તમારા દ્વારા થયેલ દષ્ટિ-લાભનો મને ઊંડો સંતોષ છે. ત્યારબાદ તેમનું કાર્ડ તરત જ આવ્યું, જેમાં લખેલું કે અત્યારે મારી તબિયત કાંઈક ઠીક છે. હું શુશ્રષામાં થોડી પણ મદદ કરી શકતો હોઉં તો મને તરત સૂચવો. મેં આ મારી અંગત વાત એ સૂચવવા લખી છે કે, એમની કર્મપરાયણ શુશ્રષાવૃત્તિ એ સહજ કરુણામાંથી પ્રગટેલી. જેના ચિત્તમાં યોગમાર્ગે કાંઈ પણ અસર કરી હોય છે તેના ચિત્તમાં મૈત્રી, કરુણા આદિ ભાવો સહેજે ફૂટી નીકળે છે. તેથી જ કિશોરલાલભાઈ સાચા અર્થમાં સર્વ-મિત્ર અને અજાતશત્રુ હતા.
– બુદ્ધિપ્રકાશ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org