________________
૩. ગાંધીજીનો જીવનધર્મ
જેમ ગાંધીજી એક પણ હિંદીની આર્થિક, સામાજિક કે રાજકીય બાબતમાં ગુલામી સહી શકતા નથી અને તેથી જ તેઓ જેમ સમગ્ર હિંદની સ્વાતંત્ર્યસિદ્ધિ અર્થે જીવનમાં એક એક શ્વાસ લે છે, તેવી જ દેશની ગુલામી પ્રત્યે વૃત્તિ ધરાવનાર અને દેશની એકમાત્ર પૂર્ણ સ્વતંત્રતા માટે જ દીક્ષા લીધી હોય એવા બીજા પણ અનેક દેશનાયકો અત્યારે આ હિંદમાં જેલની બહાર અને જેલમાં છે. હિંદ બહારના મુલકો તરફ દૃષ્ટિપાત કરીને વિચારીએ તોપણ ગાંધીજીની જેમ પોતપોતાના રાષ્ટ્રની સ્વતંત્રતા જતી ન કરવા, તેને સાચવવા તેમજ વિકસાવવાની આ નખશિખ લગનીવાળા સ્ટેલિન, હિટલર, ચર્ચિલ કે ચાંગ કાંઈ શેક જેવા અનેક રાજપુરૂષો, આપણી સન્મુખ ઉપસ્થિત થાય છે. તેમ છતાં હિંદ કે હિંદ બહારના બીજા કોઈપણ નેતાનું જીવન આપણને તેના જીવનમાં કયો ધર્મ ભાગ ભજવે છે, એવો વિચાર કરવા પ્રેરતું નથી; જ્યારે ગાંધીજીની બાબતમાં તેથી સાવ ઊલટું છે. ગાંધીજીની પ્રવૃત્તિ ગ્રામ્ય ઉદ્યોગોને પગભર કરવાની હોય કે પશુપાલન, ખેતીવાડી, ગ્રામસુધરાઈ, સામાજિક સુધાર, કોમી એકતા કે રાજકીય સ્વતંત્રતા વિષેની હોય; તેઓ લખતા હોય કે બોલતા હોય, ચાલતા હોય કે બીજું કાંઈ પણ કામ કરતા હોય ત્યારે આપણે તેમની બધી જ પ્રવૃત્તિમાં લૌકિક લાભાલાભની દષ્ટિએ તોલ બાંધવા ઉપરાંત એક બીજા પણ રહસ્ય વિષે વિચાર કરવા પ્રેરાઈએ છીએ. અને તે રહસ્ય એટલે ધર્મનું કયો ધર્મ શક્તિ સીંચે છે.
વિચારક પોતે ખરો ધાર્મિક હોય કે નહિ તેમ છતાં ગાંધીજીની જીવનકથા વાંચીને કે તેમનું જીવન પ્રત્યક્ષ નિહાળીને તેના મનમાં તેમના જીવનગત ધર્મ વિષે અનેક પ્રશ્નો ઉદ્દભવે છે. તે એમ વિચારે છે કે ચોવીસે કલાક પ્રવૃત્તિમાં સંપૂર્ણપણે ડૂબેલ આ માણસનું જીવન ધાર્મિક હોઈ શકે કે નહિ ? અને જો ધાર્મિક હોય તો એના જીવનમાં કયા ધર્મને સ્થાન છે ? ભૂખંડ ઉપરના બધા જ પ્રસિદ્ધ ધર્મોમાંથી કયો ધર્મ એ પુરુષના જીવનમાં સંજીવની શક્તિ અપ, પ્રવૃત્તિમાં નિવૃત્તિ સધાવી નિવૃત્તિમાં પ્રવૃત્તિનું રસાયન ઘોળી રહ્યો છે ?
Jai ?ducation International
For Private & Personal Use Only
www.jainelibrary.org