________________
૧૧૮ • અર્થ કથન તદ્દન સાચું લાગેલું. મુંબઈ, અમદાવાદ અને તેમજ પ્રવાસ વખતે, બીજે ઘણે સ્થળે અમે સાથે રહ્યા છીએ. તે વખતે મેં જોયું કે નાના-મોટાનું કશું જ અંતર રાખ્યા વિના પ્રસંગ આવતાં સાધારણમાં સાધારણ ગણાય એવાં કામો પણ જાતે કરવામાં તેમને વકીલની પ્રતિષ્ઠા એ આધુનિક સભ્યતા આડે ન આવતી. સને ૧૯૨૭માં અમે અંબાજી અને કુંભારિયાજી તરફ ગયેલા. કુંભારિયાજીના સુપ્રસિદ્ધ વિમલમંત્રીનાં મંદિરોની કારીગરી જોવાનો અને ઐતિહાસિક માહિતી મેળવવાનો ઉદ્દેશ હતો. મુનિશ્રી જિનવિજયજી ત્યાંના અસ્ત-વ્યસ્ત તેમજ ધૂળકીચડથી દબાયેલા અને ઘવાયેલા શિલાલેખોની કૉપી કરવા લાગ્યા કે તે જ વખતે મોહનભાઈએ શિલાલેખોને સાફ કરવાનું કામ એક મજૂરની અદાથી હાથમાં લીધું ને હસતાં હસતાં અમને કહે કે – “તમે બાકીનાઓ ખાવાનું તૈયાર રાખજો. હું અને મુનિજી તૈયાર થાળી ઉપર બેસીશું.” એમ કહી તેઓ દટાયેલા પથ્થરોને ખુલ્લા કરતા, ધૂળ-કચરો સાફ કરતાં અને નવાં નવાં લખાણો શોધી કાઢી મુનિજીને કૉપી કરવામાં જેમ સાથે આપતા તેમ તેમની પાસેથી એ લખાણો ત્વરિત વાંચી સમજી લેવાની તાલીમ પણ લેતા. આ વખતે મેં જોયું કે મેં કલ્પેલું તે કરતાં પણ મોહનભાઈ વધારે મહેનતુ અને કર્મરસિક છે. ચાલવું હોય ત્યારે માઈલોના માઈલ ચાલે અને સાથીઓથી પાછા ન રહેવામાં ગૌરવ માને. પ્રવાસમાં જાતે કરવામાં કામ આવી પડે ત્યારે તે ઉલ્લાસપૂર્વક કરે અને કોઈને એવું ભાન થવા ન દે કે તેમનો સાથ બોજારૂપ છે. વિદ્યાવૃત્તિ
મોહનભાઈનો વકીલાતનો રસ, માત્ર સ્વાધીન નિર્વાહ પૂરતો હતો. તેમની મુખ્ય રસવૃત્તિ તો કાયદાના ક્ષેત્રની બહાર બીજા વિષયોમાં જ રમમાણ રહેતી અને તૃપ્તિ અનુભવતી. સાહિત્ય, ઇતિહાસ, પુરાતત્ત્વ આદિ અનેક વિષયોમાં તેમને રસ હતો અને એ જ એનું કાર્યક્ષેત્ર હતું. ન છૂટકે સ્વતંત્ર જીવનવ્યવહાર માટે કરવી પડતી વકીલાત કરતા, પણ તેમનો બાકીનો બધો સમય એ બધી શક્તિ તો પોતાના પ્રિય વિષયોમાં જ તેઓ ખરચતા. મુંબઈ ઉપરાંત અમદ્યવાદ, પાટણ, ભાવનગર, પાલણપુર, બીકાનેર આદિ અનેક સ્થળના ભંડારો તેમણે જાતે જોયેલા. અનેક ભંડારોનાં લિસ્ટો મંગાવે, અનેક સ્થળેથી – દૂરથી દૂરથી લિખિત પોથીઓ મંગાવે અને જે જે પોતાને ઉપયોગી દેખાય તેની અને પોતાને ઉપયોગી ન હોય છતાંય અપૂર્વ કોઈ વસ્તુ મળી આવે તો તેની પણ તેઓ જાતે નકલો કર્યા જ કરે. મિત્રો કે પરિચિતો આવે ત્યારે વચ્ચે વાતો પણ કરે, ગમાં પણ મારે, છતાં તેમનું મુખ્ય લક્ષ્ય કોપી કરવામાં, કાંઈક લખવામાં કે પૂરું જોવામાં જ હોય. દિવસે પ્રવૃત્તિને લીધે અગર બીજાઓની અવરજવરને લીધે જે વિક્ષેપ પડતો તેની પુરવણી તેઓ રાતે જાગીને જ કરતા અને “વા નિશા સર્વ ભૂતાનાં તાં ગાર્તિ સંયમી ' એ ગીતાવાક્યને સાહિત્યસેવાની દૃષ્ટિએ સાચું સાબિત કરતા. એક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org