________________
૧૪ • અર્થ અને ટકાવવા માટે અહિંસા, સંયમ અને તપના અર્થો નવેસર વિચારાયા અને તેમાં જે મૂળગત શકયતા હતી તે પ્રમાણે વિકાસ પણ થયો. જૈન પરંપરા અને બૌદ્ધ ધર્મ
દીર્ઘ તપસ્વી મહાવીરનું જીવન જેટલું વધારે નિવૃત્તિલક્ષી હતું તેટલું જ તેમના સમકાલીન તથાગત બુદ્ધનું ન હતું. જો કે બંને પોતાની અહિંસાને સમાજગત કરવા યત્નશીલ હતા. બુદ્ધે પોતાના જીવનમાં અહિંસા અને સંયમ પૂરેપૂરાં વણ્યાં હતાં અને છતાંય તેમણે અહિંસા અને સંયમનો અર્થ લંબાવી પ્રવૃત્તિ દ્વારા વ્યાવહારિક લોકસેવાનાં બીજ પણ નાખ્યાં. આ બાબતમાં જૈન પરંપરા બૌદ્ધ પરંપરા કરતાં કાંઈક પછાત રહી, અને તેમાં સંજોગબળે પ્રવૃત્તિનું પરિમિત તત્ત્વ દાખલ થયા છતાં નિવૃત્તિનું જ રાજ્ય મુખ્યપણે રહ્યું. બુદ્ધે પોતાના જીવન અને ઉપદેશ દ્વારા જે લોકસંગ્રહનાં બીજો નાખ્યાં હતાં તે આગળ જતાં મહાયાનરૂપે વિકાસ પામ્યાં. મહાયાન એટલે બીજાંઓના લૌકિક અને લોકોત્તર કલ્યાણ માટે પોતાની જાતને ગાળી નાખવાની વૃત્તિ – બીજી બાજુ આ મહાવાની ભાવનાનાં પ્રબળ મોજાને લીધે કે સ્વતંત્રપણે પણ કોઈ સાંખ્યાનુયાયી દીર્ઘદર્શી વિચારકે વાસુદેવ ધર્મ, જે તે વખતે ઠીક ઠીક પ્રતિષ્ઠા પામ્યો હતો અને વિસ્તરતો જતો હતો તેને કેન્દ્રસ્થ બનાવી અત્યાર લગી ચાલ્યા આવતા પ્રવૃત્તિ અને નિવૃત્તિના સંઘર્ષનું સમાધાન કરી એમ સ્થાપ્યું કે કોઈપણ સમાજગામી ધર્મ દુન્યવી નિવૃત્તિ બાહ્ય નિષ્ક્રિયતા ઉપર ટકી ન શકે. ધર્મ-જીવન વાતે પણ પ્રવૃત્તિ અનિવાર્ય છે અને સાથે સાથે એણે એમ પણ સ્થાપ્યું કે કોઈપણ પ્રવૃત્તિ સમાજને ત્યારે જ હિતાવહ નીવડે જો તે વૈયક્તિક વાસનામૂલક ન હોઈ સ્વાર્થથી પર હોય. નિવૃત્તિલક્ષી આચાર
અહિંસા અને બીજા તબૂલક બધા આચારોની પહેલી ભૂમિકા નિવૃત્તિલક્ષી હોવાથી તેની વ્યાખ્યાઓ પણ નિવૃત્તિલક્ષી જ હતી. જે કાળક્રમે બૌદ્ધ પરંપરા અને વાસુદેવ પરંપરાને પ્રભાવે પ્રવૃત્તિલક્ષી તેમજ લોકસંગ્રહપરાયણ બની. અહિંસાનો અર્થ માત્ર અભાવાત્મક ન રહેતાં તેમાં વિધાયક પ્રવૃત્તિ બાજુ પણ ઉમેરાઈ. ચિત્તમાંથી રાગદ્વેષ દૂર કર્યા પછી પણ જો તેમાં પ્રેમ જેવા ભાવાત્મક તત્ત્વને સ્થાન ન મળે તો તે ખાલી પડેલું ચિત્ત પાછું રાગદ્વેષનાં વાદળોથી ઘેરાઈ જવાનું, એમ સિદ્ધ થયું. તે જ રીતે મૈથુનવિરમણમાં બહ્મચર્યનો પૂર્ણ અર્થ ન મનાતાં તેનો અર્થ વિસ્તર્યો અને એમ સિદ્ધ થયું કે બ્રહ્મમાં એટલે કે સર્વ ભૂતોમાં પોતાને અને પોતામાં સર્વ ભૂતોને માની આત્મૌપમ્યમૂલક પ્રવૃત્તિ કરવામાં રચ્યાપચ્યા રહેવું તે જ ખરું બ્રહ્મચર્ય. આ અર્થમાંથી મૈત્રી કરણા વગેરે ભાવનાઓનો અર્થ પણ શ્રી સંપૂર્ણાનંદજી તેમના છેલ્લા પુસ્તક ચિદ્વિલાસમાં કરે છે તેમ વિસ્તર્યો અને તે બ્રહ્મવિહાર ગણાઈ. મૈથુનવિરમણ એ તો આવા ભાવાત્મક બ્રહ્મચર્યનું અંગ બની રહ્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org