SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ મૃતિપટ - ૧૦૯ ૧૯૪૩ના અંતમાં મેં તેમને લખેલું યાદ છે કે હવે હું કાશી છોડવાનો છું; મુંબઈ તો આવવાનો છું જ. કોન્ફરન્સ કે વિદ્યાલય જેવી સંસ્થાઓ મારા વિષય પરત્વે મારો ઉપયોગ કરી શકે, ઈત્યાદિ. પણ આવી મતલબનું લખ્યું તે પહેલાં એક પ્રસંગ અતિ મધુર બની ગયો ને આજે પણ તેની ખુમારી તાજી છે. હું કાશી થી મુંબઈ આવેલો. મારી સાથે શ્રી નથમલજી વંટિયા એમ. એ. – કે જે હમણાં જૈન તત્ત્વજ્ઞાન લઈ ડી. લિ થયા છે – તે હતા. અમે બંને વર્લી ઉપર આવેલા ભારતીય વિદ્યાભવનના મકાનમાં ઊતરવાના હતા. મેં પ્રથમથી આની સૂચના શ્રી મોતીભાઈને આપેલી. અમે વર્લીમાં રાત્રે લગભગ દસેક વાગે સૂવાની તૈયારીમાં હતા ત્યાં તો શ્રી મોતીભાઈ આવી ચડ્યા. આટલે બધે દૂર, આટલું મોડે, અત્યારે કેમ ? સવારે મળત, – એમ પૂછ્યું ત્યારે તેમણે કહ્યું કે – હું અત્યારે જ તમને લેવા આવ્યો છું. નીકળેલો તો બે કલાક પહેલાં, પણ વચ્ચે ક્યાંય ગાડી કે વાહનનો યોગ મળ્યો નહીં. એટલે રખડપટ્ટીમાં મોડું થયું. અમે ઘણું કરી સવારે જવાની વાત કહીને તેમને વિદાય તો કર્યા પણ મારા મન ઉપર ચિરસ્મણીય છાપ એ રહી ગઈ કે શ્રી મોતીભાઈને જૈન સાહિત્ય, તત્ત્વજ્ઞાન અને ધર્મ વિષેની જે લગની છે તે ઉપર ઉપરની નથી. તેમના પ્રત્યે મારું વલણ વધારે આદરશીલ બન્યું. અને જ્યારે તેમને ઘેર ગયા ત્યારે તેમણે જે સત્કાર કર્યો એ પણ સૌરાષ્ટ્ર અનુરૂપ જ હતો. તેમના ઘેર અને તેમની સાથે રહેવાનો મારે માટે એ પહેલો જ પ્રસંગ. શ્રી નથમલજીના વાચન અને દૃષ્ટિકોણથી તો તેઓ એટલા બધા મુગ્ધ થયા કે તેમને ગમે તે રીતે વિદ્યાલયમાં લાવવા તેઓ અભિમુખ બન્યા. જ્યારે નથમલજીએ આવવાની અશક્તિ દર્શાવી ત્યારે ન્યાયાચાર્ય ૫. મહેન્દ્રકુમારને તેમણે નીમ્યા. પણ નિવૃત્ત થઈ પ્રથમ મુંબઈ ભારતીય વિદ્યાભવનમાં આચાર્યશ્રી જિનવિજયજી સાથે રહેતો હતો. શ્રી મોતીભાઈ એ ભારપૂર્વક મને કહ્યું કે વિદ્યાલયમાં પ્રતિમાસ બારસો જેટલા રૂપિયા ખર્ચી શકાશે. એટલે તમે તમારી ધારણા મુજબની એક યોજના તૈયાર કરો, જેને હું કમિટી સમક્ષ મૂકું. મેં એવી યોજના તૈયાર કરી ને તેમણે મારી હાજરીમાં જ કમિટી સમક્ષ મંજૂર કરાવી. ઘણું ખરું આ બધા પ્રસંગોએ હું શ્રીયુત પરમાનંદભાઈને મળતો, તેમની સલાહ લેતો. મારી પહેલેથી જ એ દઢ પ્રતીતિ ચાલી આવે છે કે – શ્રી પરમાનંદભાઈનું દૃષ્ટિબિંદુ જેટલું ચોખ્ખું અને વિશાળ છે તેટલું મુંબઈમાંના બીજા જૈનોનું ભાગ્યે જ હશે. એ યોજના મંજૂર થઈ ત્યારે પણ શ્રી મોતીભાઈએ તો મને એ જ કહ્યું કે, હવે તમે વિદ્યાભવનમાં નહીં પણ વિદ્યાલયમાં રહો. મારો જવાબ હંમેશનો એ જ રહ્યો. છે કે – હું દૂર રહ્યાં જે કરીશ તે ઠીક હશે. મને આવવા જેવું લાગશે ત્યારે વગરકહ્યું પણ હું વિદ્યાલયમાં બેસીશ. અસ્તુ. એ યોજના મંજૂર તો થઈ, પણ એક અથવા બીજે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001207
Book TitleArdhya
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy