________________
મૃતિપટ - ૧૦૭ પણ કહેવાય; છતાં ઉપરના તોળેલ શબ્દ ઉપરથી મને એટલો વિચાર થયો કે, મોતીભાઈનું વલણ વિધાયક લાગે છે. મારા ઉપર પડેલી આ પ્રાથમિક છાપ ત્યારબાદનાં પાંત્રીસ વર્ષ જેટલા ગાળાના ઉત્તરોતર વધતા જતા પરિચયથી મને સાચી લાગી છે. શ્રી મહાવીર જૈન વિદ્યાલયની સ્થાપના થયા પછી તેમની સાથેનો સીધો નહીં તો પારસ્પરિક પરિચય પણ વધતો ચાલ્યો. અલબત્ત, તે પહેલાં તેમનાં કેટલાંક લખાણો મેં સાંભળેલાં, જેમાં શ્રી આનન્દઘનનાં પદોના વિવેચનનું પ્રાસ્તાવિક, જૈન દૃષ્ટિએ યોગ, સિદ્ધર્ષિની પ્રસ્તાવના એ મુખ્ય ગણાય. વિદ્યાલયમાં તત્ત્વજ્ઞાન અને ધર્મના અધ્યાપક તરીકે પં. વ્રજલાલજી નિયુક્ત થયા હતા, જે મારા ચિરસાથી અને અંગત મિત્ર પણ હતા. વિદ્યાલયના કાર્યકર્તાઓ, વિદ્યાર્થીઓ અને બીજા કેટલાક ઉપર પણ વ્રજલાલજીના અધ્યાપનનો બહુ જ સારો પ્રભાવ પડેલો ને વિદ્યાલયનું તત્ત્વજ્ઞાન – ધર્મનું શિક્ષણ રસપ્રદ પણ બનેલું.
વખત જતાં એ રસ અને શ્રદ્ધામાં ઓટ આવી. શ્રી મોહનલાલ દેસાઈ જ નહીં પણ મોતીભાઈ સુધ્ધાં મને મળે ત્યારે એક જ વાત કહે કે – હવે વ્રજલાલજી ઠીક કામ કરતા નથી; તમે બીજો કોઈ અધ્યાપક બતાવો. મારે માટે આ સ્થિતિ ધર્મસંકટ જેવી હતી. એક બાજુ ચિરકાલીન અંગત મિત્રની પ્રતિષ્ઠા અને સ્થિતિનો પ્રશ્ન, મારી મૂંઝવણ દૂર થઈ નહિ, અને અવારનવાર મોતીભાઈ આદિની માંગણી પણ મટી નહીં. આમ લગભગ ૬-૭ વર્ષ વીત્યાં હશે. દરમ્યાન કેટલાંક પ્રબળ કારણસર મેં મારું વલણ વિદ્યાલયને પક્ષે જ વાળ્યું, અને સ્પષ્ટ નિર્ણય કરી મિત્ર વ્રજલાલજીને કહી દીધું કે – હવે આ ગાડું આ રીતે લાંબો વખત નહીં ચાલે. તમે કાં તો સૌને પ્રથમની જેમ સંતોષ આપો, નહીં તો છૂટા થાઓ. અન્યથા હું બીજો અધ્યાપક સૂચવીશ. ઘણું કરીને ૧૯૩૧ કે ત્યારબાદ થોડા સમયમાં જ પં. દરબારીલાલને લઈ હું મોતીભાઈની ઑફિસમાં ગયો. જાપણ નનનચ કર્યા સિવાય મોતીભાઈએ દરબારીલાલજી માટેની મારી માંગણી કે શરતો મંજૂર કરીને કહ્યું કે – તમે પગાર છૂટથી માંગી શકો. આ સાંભળી મારું મન વિશેષ આકર્ષાયું. અમે તો કહી દીધું કે, આથી વધારે પૈસાની અત્યારે જરૂર નથી. ખરી રીતે મોતીભાઈ પ્રત્યેના ઊંડા આદરનું આ પ્રથમ પગથિયું કહેવાય. પછી તો પં. દરબારીલાલજીના કામથી વિદ્યાલય, વિદ્યાર્થીગણ અને કાર્યકર્તાઓ એ બધા એટલા બધા પ્રસન્ન થયા કે તેથી મારો વિદ્યાલય સાથેનો સંબંધ અજ્ઞાત રીતે જ ગાઢ બની ગયો – ખાસ કરીને ધાર્મિક શિક્ષણના પ્રશ્ન પરત્વે.
મને યાદ છે કે, શ્રી મોતીભાઈ, શ્રી મોહનલાલ દેસાઈ અને શ્રી મોહનલાલ બી. ઝવેરી – એ બધા વિદ્યાલયમાં ચાલતા ધર્મવર્ગ પરત્વે જ્યારે પણ પ્રસંગ આવે ત્યારે મારી સાથે છૂટથી ચર્ચા કરતા અને મારી વાતો ધ્યાનથી સાંભળતા. એક અથવા બીજા કારણે ધાર્મિક અધ્યાપકને બદલવાનો કે રાખવાનો પ્રશ્ન આવે ત્યારે હું જ્યાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org