SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ અંજલિ • ૧૨૯ ગુજરાતી સાહિત્ય પરિષદના અધિવેશન પ્રસંગે તેઓ કાંઈ ને કાંઈ જરૂર લખી મોકલાવે. આચાર્યશ્રી જિનવિજયજીએ જૈન સાહિત્ય સંશોધક શરૂ કર્યું તો મોહનભાઈનો એમાં સક્રિય સાથ. શ્રી વાડીલાલ મોતીલાલ તેમના પ્રાથમિક મિત્ર, પણ તેમનો વિશેષ અને સ્થાયી પરિચય તો ઐતિહાસિક અને તટસ્થ દૃષ્ટિવાળા શ્રી નાથુરામ પ્રેમીજી તથા આચાર્યશ્રી જિનવિજયજી સાથે. મહાવીર જૈન વિદ્યાલયના તેઓ પ્રથમથી જ એક કાર્યકર્તા, પણ તેમનું મુખ્ય પ્રવૃત્તિક્ષેત્ર પ્રાચીન સાહિત્યનો વર્તમાન યુગની દૃષ્ટિએ ઉદ્ધાર અને પરિચય કરાવવી તે. કૉન્ફરન્સના એક જાગરૂક કાર્યકર્તા તરીકેનું તેમની સાથે સંકળાયેલું મારું સ્મરણ એ જેમ મારા માટે મધુર છે તેમ એ વિશે બીજાઓએ જાણવું એ તેથીય વધારે રોચક અને ઉપયોગી પણ છે. તેથી એનો ઉલ્લેખ જરા વિગતે કરું છું. આની પાછળ દષ્ટિ એ છે કે કૉન્ફરન્સના અત્યારના નવીન કાર્યકર્તાઓ અને હવે પછી આવનાર પેઢીના કાર્યકર્તાઓ કૉન્ફરન્સના પ્રવૃત્તિના એક અને મારી દૃષ્ટિએ મહત્ત્વના અંગથી પરિચિત રહે અને તે દિશામાં પ્રાપ્ત થતાં કર્તવ્યોને બરાબર સમજે. વળી કૉન્ફરન્સની એ પ્રવૃત્તિનું બીજ ગમે ત્યારે વવાયું પણ અત્યારે એનાં જે પરિણામો આવ્યાં છે અને ઉત્તરોત્તર વિકસતાં દેખાય છે તેને બધા સમજદાર સમજી લે. બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં જૈનચેર સ્થાપવાના વિચારનું બીજ તો ૧૯૧૯ની કલકત્તા કોંગ્રેસની બેઠક વખતે રોપાયેલું પણ ફણગો ફૂટવાનો સમય ૧૯૩૦ પછી આવ્યો. શ્રી મોહનભાઈએ અમદાવાદમાં એકવાર મને પૂછ્યું, કે “તમે આ બાબત તટસ્થ કેમ છો ?' કહ્યું: ‘કૉન્ફરન્સના મંત્રીઓ અને કાર્યકર્તાઓ બહુ ભલા છે. પં. માલવીયજી જેવાના પ્રભાવમાં તણાઈ અમુક વચન આપી દે છે, પણ કાશીની સ્થિતિ તેઓ નથી જાણતા.” મોહનભાઈના આગ્રહથી મેં કહ્યું કે ભલે પૈસા મોકલાવી દો, પણ આ શરતો સાથે સૂચવો. એમણે એ શરતો નોંધી અને મુંબઈ જઈ બનારસ સાથે પત્રવ્યવહાર કર્યો. શરતો લગભગ સ્વીકારાઈ. હવે જૈન અધ્યાપક નિયત કરવાનો પ્રશ્ન હતો. એક ભાઈને ત્યાં મોકલ્યા, પણ ચેરનું તંત્ર ડામાડોળ થઈ ગયું. હું પોતે ગૂજરાત વિદ્યાપીઠ છોડી અથવા કહો કે ગુજરાત છોડી બહાર જવા પ્રથમથી જ તૈયાર ન હતો, કટોકટી આવતાં ૧૯૩૩ના જુલાઈમાં હું કાશી ગયો. કાશી જવા માટે હું તૈયાર થયો તેની પાછળ બળ હતું કૉન્ફરન્સનું અને કૉન્ફરન્સ એટલે મારી દૃષ્ટિએ તે વખતે સજીવ કાર્યકર્તા બે મોહનભાઈ : એક દેસાઈ બીજા ઝવેરી. એમણે મારા માટે બધી વધારાની સગવડ આપવાનું આપમેળે બીડું ઝડપ્યું. કાશીનું તંત્ર તો તરત ગોઠવાયું, પણ તેનાં દૂરગામી પરિણામો જે આવ્યાં છે તેનું યથાવતું મૂલ્યાંકન કરનાર અહીં કોણ છે તે હું નથી જ શતો. આની લાંબી કથાનો અત્યારે સમય નથી, પણ સંક્ષેપમાં નોંધ લેવી અસ્થાને નથી. છેલ્લાં ૨૩ વર્ષમાં કાશીમાં જે અધ્યયન-અધ્યાપન, લેખન, સંશોધન અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001207
Book TitleArdhya
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy