SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪ . અર્ધ્ય તેમજ જડતા એ બધા રોગનું કારણ છે. પછી તે કારણ નિવારવા માટે તેમને જે વિધાનો સૂઝ્યાં છે અને જે ઉપર તેમણે ઠીક ઠીક ઊંડો વિચાર કર્યો છે તે વિધાનો રજૂ કરે છે. આમ ‘સમૂળી ક્રાંતિ’ ઘટનાઓમાં અનુભવાતાં દુ:ખના વિશ્લેષણ દ્વારા એના મૂળ કારણ સુધી પહોંચે છે. તેથી પ્રાચીન ધર્મગ્રંથોમાં જે ત્રિવિધ તાપના કારણ તરીકે અવિવેકનો નિર્દેશ છે તે જ ‘સમૂળી ક્રાંતિ'માં છે, એમ મને લાગે છે. ફેર હોય તો એટલો જ છે કે બધા જ ધર્મગ્રંથો દુ:ખોનો સંક્ષેપમાં નિર્દેશ કરે છે, જ્યારે ‘સમૂળી ક્રાંતિ' વર્તમાન જમાનાના સળગતા પ્રશ્નોની વિગતવાર ઊંડી મીમાંસા કરે છે અને પછી. તેના કારણ, અજ્ઞાન કે અવિવેક ઉપર માણસનું ધ્યાન એકાગ્ર કરી તે ઉપર કુઠારાઘાત કરવા કહે છે. દાક્ષિણાત્ય તર્કતીર્થં લક્ષ્મણ શાસ્ત્રીએ ‘હિંદુ ધર્માંચી સમીક્ષા' નામનું પુસ્તક લખ્યું છે. તેઓ વાઈની પાઠશાળાના મુખ્ય અધ્યાપક તો છે જ, અને ક્રાંતિકારી વિચાર પણ ધરાવે છે. તેઓ પોતે બ્રાહ્મણપ્રધાન સંસ્કૃત પાઠશાળાના મુખ્ય કર્તાહર્તા અને તર્કશાસ્ત્રના વિદ્વાન છે. તેમનું જીવન હિંદુત્વના સંસ્કારથી રંગાયેલું અને મુખ્યપણે બ્રાહ્મણવર્ગ વચ્ચે જ વ્યતીત થતું આવ્યું છે. તેમ છતાં તેમણે પોતાના પુસ્તકમાં હિંદુધર્મની એવી સૂક્ષ્મ, ઉગ્ર અને તલસ્પર્શી સમીક્ષા કર્રી છે કે હું જાણું છું ત્યાં લગી બ્રાહ્મણ પરંપરામાં થયેલ, બ્રાહ્મણધર્મમાં જ રહીને, બ્રાહ્મણધર્મ ઉપર આટલી બધી ઉગ્ર, સૂક્ષ્મ અને શાસ્ત્રીય ટીકા બીજા કોઈએ અત્યાર સુધીમાં કરી નથી. લક્ષ્મણ શાસ્ત્રીની આ ટીકા સાચી છે છતાં તેમાં મોટેભાગે ખંડનાત્મક શૈલી જ છે. એના સ્થાનમાં નવવસ્તુનું નિર્માણ સૂચવવામાં નથી આવ્યું. હિંદુ ધર્મની ભ્રમણાઓના જૂના મહેલને ભોંયભેગો કરવાની એમાં પુષ્કળ સામગ્રી છે, પણ એના સ્થાનમાં નવો મહેલ રચવાની કોઈ વિશિષ્ટ સામગ્રી નથી. જ્યારે સમૂળી ક્રાંતિમાં એ ખામી નથી. જૂનું ત્યાજ્ય હોય ત્યાં તજવાનું બતાવ્યું છે; પણ સાથે સાથે દરેક પ્રસંગે વિધાયક માર્ગો રજૂ કર્યાં છે. એટલે આ ક્રાંતિ જેમ અવિવેકના મૂળ ઉ૫૨ પ્રહા૨ કરે છે તેમ તે વિવેકમૂલક નવરચના પણ સૂચવે છે. એટલે તે માત્ર વિધ્વંસક છે એમ રખે કોઈ સમજે. ‘સમૂળી ક્રાંતિ’માં કિશોરલાલભાઈનું સંતમહંતને શોભે એવું હ્રદયમંથન દેખાય છે. સમગ્ર નિરૂપણમાં તેમની દૃષ્ટિનો આધાર ૫૨માત્મનિષ્ઠા અને માનવતાનિષ્ઠા છે. ખરી રીતે પરમાત્મામાં માનવતા અને માનવતામાં પરમાત્મા જોવાની તેમની એક નવદૃષ્ટિ છે. જ્યારે તેઓ એમ કહે છે કે જે મોટામાં મોટી ક્રાંતિ કરવાની છે તે આપણે જડ જાહોજલાલી કરતાં માણસાઈને સૌથી વધારે મહત્ત્વ અને જીવ માટે સૌથી વધારે આદર આપતાં શીખવવાની છે. એને અભાવે કોઈપણ પ્રકારનું રાજતંત્ર કે અર્થવાદ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001207
Book TitleArdhya
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy