________________
કાન્તપ્રજ્ઞ શ્રી કિશોરલાલભાઈ • ૪૩ કિશોરલાલભાઈના પરમેશ્વર, માનવતા, અને ચરિત્રપ્રધાન દૃષ્ટિકોણથી જુદા પડવા છતાં શ્રી વકીલ તેમની સ્વતંત્ર, પાકટ અને મર્મજ્ઞ વિચારક તરીકે કદર કરે છે. વકીલ “સમૂળી ક્રાંતિને મરામતી ક્રાંતિરૂપે વર્ણવે છે અને પોતાના પક્ષમાં ઠીક ઠીક દલીલો પણ આપે છે.
કિશોરલાલભાઈએ ઇતિહાસના અભ્યાસ વિશે જે ટીકા કરી છે તે અધ્યાપક રાવળ અને શ્રી વકીલની પેઠે મને પણ સંગત લાગતી નથી. કિશોરલાલભાઈની કસોટી સર્વત્ર એકમાત્ર વિવેકની રહી છે. જો એ જ કસોટીએ ઇતિહાસના અધ્યયનનું મૂલ્ય પણ આંકવામાં આવે તો એમ કહી ન શકાય કે ઈતિહાસનું જ્ઞાન અનર્થકારી છે. એનું અજ્ઞાન, એનો વિપર્યાસ કે એના જ્ઞાન સાથે મળેલી બીજી સ્વાર્થી વૃત્તિઓ ભલે અનર્થકારી નીવડે, પણ તેથી ઇતિહાસનું જ્ઞાન નકામું છે એમ હું પણ માનતો નથી.
સમૂળી ક્રાંતિ સમજવાનો પૂરો અધિકાર સામાન્ય વાચકોનો નથી. પણ જે જે સમજદાર અધિકારીએ એને ધ્યાનપૂર્વક વાંચી વિચારી હશે, તેના કેટલાય રૂઢ સંસ્કારો અને જન્મસિદ્ધ ગ્રંથિઓ મૂળમાંથી હચમચ્યા વિના ભાગ્યે જ રહ્યાં હશે. એ જુદી વાત છે કે સંસ્કારોનાં મૂળ હચમચ્યા છતાં માણસ ફરી પાછો એ ને એ ઘરેડમાં ચાલ્યા કરે. આમ થવાનાં અનેક કારણો છે. ગ્રંથિઓ શિથિલ થયા પછી પણ પડખું બદલવાનો સવાલ બીજા કેટલાક વિશિષ્ટ ગુણોની અપેક્ષા રાખે છે. જો તે વાચકમાં હોય તો તે ક્રાંતિ કરી શકે, ન હોય તો નહીં. પણ “સમૂળી ક્રાંતિનું કામ તો વાચકને તેના રૂઢ સંસ્કારો વિશે મૂળથી વિચાર કરતા કરી મૂકવાનું છે. એ દૃષ્ટિએ આ પુસ્તક કોઈને પણ વિચાર પ્રેર્યા વિના રહે એમ હું નથી ધારતો. એ જ એનું મૌલિક ક્રાંતિકારક તત્ત્વ છે.
ઉપનિષદ્રના ઋષિ અને બુદ્ધ, મહાવીર, કપિલ આદિ સંતમુનિઓએ જુદા જુદા શબ્દોમાં અને કંઈક જુદી જુદી રીતે પણ એક વાત તરફ સંકેત કર્યો છે, કે ત્રિવિધ તાપનું મૂળ અવિદ્યા, અજ્ઞાન, મોહ કે દર્શનમોહ છે. જ્યાં લગી આ અવિદ્યા કે અવિવેક હશે ત્યાં લગી આધિદૈવિક, આધિભૌતિક અને આધ્યાત્મિક એકે દુઃખ દૂર થવાનો સંભવ નથી. બધા જ ઋષિમુનિઓએ અવિદ્યા કે અવિવેકને નિવારવા ઉપર જ ભાર મૂક્યો છે. અને એનાથી જ ઉત્પન્ન થનાર દુઃખોનું ત્રણ ભાગમાં વર્ગીકરણ કરી દુઃખ વિશેનું નિરૂપણ ટૂંકાવ્યું છે.
કિશોરલાલભાઈ એ જ ઋષિમુનિઓની પદ્ધતિને કંઈક જુદી રીતે “સમૂળી ક્રાંતિમાં રજૂ કરે છે. આજની દુનિયામાં વિશેષ કરીને ભારતના જે મુખ્ય પ્રશ્નો છે અને જે ઘટનાઓ ક્લેશકર અને દુઃખદાયક બની રહી છે અને બનતી આવી છે, તે પ્રશ્નો અને તે ઘટનાઓ એકેએકે લઈને તેઓ તપાસે છે. તેમાં ક્લેશ અને દુઃખનું તત્ત્વ હોય તો તે શા કારણે અને કેવી રીતે ઉદ્ભવે છે એનો વિશ્લેષણ-પ્રધાન બુદ્ધની તાર્કિક સરણીને એના વિકસિત
અને વિશદરૂપમાં અવલંબીને સ્ફોટ કરે છે, અને છેવટે દર્શાવે છે કે અજ્ઞાન, અવિવેક Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org