SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૮ • અર્થ અને વિદ્વાનોના ઈષ્ટતમ પરિચયથી તેમને ખૂબ ગોઠી ગયું. ત્યાંની પ્રાકૃતિક રમણીયતા, સાદું જીવન અને વિદ્યાર્થી તથા વિદ્વાનોની બહુલતાએ તેમને પૂનાના સ્થાયી નિવાસ માટે લલચાવ્યા. ભારત જેન વિદ્યાલયની ચાલુ સંસ્થાને તેમણે સ્થાયી રૂપ આપવા પ્રયત્ન કર્યો, અને બીજી બાજુ ભાંડારકર ઈન્સ્ટિટ્યૂટમાંનો લિખિત જૈન પુસ્તક સંગ્રહ જોઈ કાઢ્યો : આમાંથી તેમની શોધક બુદ્ધિને પુષ્કળ સામગ્રી મળી. અત્યાર સુધી તેઓ મને કે કમને દઢ જૈનત્વના આશ્રય તળે વિદ્યાવ્યાસંગ પોષી રહ્યા હતા, તે જૈનત્વ હવે પૂનાના રાષ્ટ્રીય વાતાવરણમાં, અને દેશવ્યાપી રાષ્ટ્રીય હિલચાલના વાવાઝોડામાં ઓસરવા માંડ્યું. અસહકારના મંડાણના દિવસો આવ્યા, અને તેમની વધુ વિશાળ કાર્યક્ષેત્ર શોધવાની વૃત્તિને જોઈતું નવું કાર્યક્ષેત્ર મળી આવ્યું. આ એમનો ત્રીજો મંથનકાળ. અને તે સૌથી વધારે મહત્ત્વનો. કારણ, આ વખતે કાંઈ નાની ઉંમરમાં જૈન સાધુવેષ ફેંકી દીધો તેવી સ્થિતિ ન હતી. અત્યારે તેઓ જૈન અને જૈનતર વિદ્વાનોમાં એક પ્રસિદ્ધ લેખક તરીકે જાણીતા થયા હતા. જેન સાધુ તરીકેનું જીવન સમાપ્ત કરવું અને નવું જીવન શરૂ કરવું, તે કેમ અને કેવી રીતે તથા શા માટે એ વિકટ પ્રશ્નોએ ઘણા દિવસ તેમને ઉજાગરો કરાવ્યો. - ઉજાગરાનાં આ કારણોમાં એક વિશેષ કારણ હતું કે જે નોંધવા યોગ્ય છે. પિતા તો પહેલાં ગુજરી ગયેલા તેની તેમને ખબર હતી. પણ માતા જીવિત તેથી તેમનું દર્શન કરવું એ ઈચ્છા પ્રબળ થઈ હતી. એકવાર તેઓએ મને કહેલું કે હું માને કદી જોઈ શકીશ નહિ! અને જાઉં તો માતાજી ઓળખશે કે નહિ? શું મારે માટે એ જન્મસ્થાન તદ્દન પુનર્જન્મ જેવું થઈ ગયું નથી ? સ્વપ્નની વસ્તુઓ જેવી પણ જન્મસ્થાનની વસ્તુઓ મને આજે સ્પષ્ટ નથી.' માતાને મળવા ટ્રેનમાં બેસવાનું જે પગલું ભરી શક્યા નહિ તે પગલું રાષ્ટ્રીયતાના મોજાના વેગમાં ભર્યું. જૈન સાધુજીવનનાં બંધનો છોડી દેવાનો પોતાનો નિશ્ચય તેમણે વર્તમાનપત્રોમાં પ્રસિદ્ધ કર્યો અને ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપના સાથે પુરાતત્ત્વ મંદિરની યોજનાને અંગે તેમને અમદાવાદ બોલાવ્યા ત્યારે તેઓ રેલવે ટ્રેનથી ગયા અને ત્યારથી તેમણે રેલવેવિહાર શરૂ કર્યો છે. મહાત્માજી અને વિદ્યાપીઠના કાર્યકર્તાઓએ તેમની પુરાતત્ત્વ મંદિરમાં નિમણૂક કરી અને તેમના જીવનનો નવો યુગ શરૂ થયો. જૈન સાધુ મટી તેઓ પુરાતત્ત્વ મંદિરના આચાર્ય થયા. મંદિર શરૂ કરવાના કામમાં તેઓ માતાજીને મળવા તરત તો ન જઈ શકયા, પણ એકાદ વર્ષ પછી ગયા ત્યારે માતાજી વિદેહ થયેલાં. જિનવિજયજી આ આઘાતથી રડી પડ્યા. જિનવિજયજીએ સંસાર પરામુખ સંન્યાસનાં આટલાં વરસ ગાળ્યાં છે પણ તેમનામાં માનવતાના સર્વ કુમળા ભાવો છે. તેમને અનુયાયીઓ કરતાં સહૃદય મિત્રો વધારે છે તેનું આ કારણ છે. લગભગ આઠ વર્ષના પુરાતત્ત્વ મંદિરના કાર્યકાળ દરમિયાન તેઓની ભાવના અને વિચારણામાં તેમના ક્રાંતિકારી સ્વભાવ પ્રમાણે મોટું પરિવર્તન થયું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001207
Book TitleArdhya
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy