________________
युगवीर आचार्य પૂરું થયું નથી ' એ વૃત્તિને સદૈવ જાગૃત રાખવા, અને તે રીતે આચાર્યવર્યના ભૂત અને ભવિષ્યત અનેક પ્રસંગે વિચારો, વ્યા
ખ્યાને, પત્રો અને સંભાષણને સંગ્રહ કરી રામાયણને પૂરું કરવાનું ન બની શકે તો તેને બને તેટલું સમૃદ્ધ કરવાને આદરેલ પ્રયાસ ચાલુ રાખવા સૂચવન કરું છું. કરેલ કાર્ય તરફ સંપૂર્ણ સહાનુભૂતિ, પ્રેમ અને આનંદ બતાવી ગ્રંથકાર તરીકેની તેમની સફળતા મુક્ત કઠે સ્વીકારતાં આ ગ્રંથને જનતા સમક્ષ વગર સંકેચે મૂકવા તેમને વિજ્ઞપ્તિ કરું છું અને મને ખાતરી છે કે જનતા એને સુંદર ઉપયોગ કરી પોતાની જાતને ધન્ય માનશે.
મેતીચંદ ગિરધરલાલ કાપડીઆ
મલબાર વ્યુ, ચપાટી સી ફેસ મુંબઈ તા. ૨૦ : ૧૨ ઃ ૧૯૪૩