________________
બાબુ [ મો. જિ . ] સર્વ વિચારનું એકીકરણ કરું, પણ એમ કરવા જતાં શ્રવણસુખ અને અંતર આનંદમાં વિક્ષેપ થતો હોવાથી એમ બની શકયું નથી. વર્ષો અગાઉ વિલે-પારમાં આચાર્યવયે “સમયધર્મ' પર સળંગ ૨ કલાક ૧૫ મિનિટ સુધી વ્યાખ્યાન આપ્યું હતું તે કે ત્યારબાદ સાતક્ષેત્ર પર મુંબઈ (લાલબાગ ભુલેશ્વર ) માં વિવેચન કર્યું હતું તે જે સ્થાયી રૂપે થઈ શક્યાં હોત તો અત્યારે અને ભવિષ્યમાં જન સમાજના અનેક ગૂંચવણ ભરેલા પ્રસંગે વખતે ભારે રસ્તો બતાવે એની બરાબર સ્મૃતિ છે. અને આવા તો અનેક પ્રસંગે જાણવા, વિચારવા અને સંગ્રહવા ગ્ય છે. એ ઉપરાંત જીવનનું ક્ષણિકત્વ, દ્રવ્યને સુમાર્ગે વ્યય, બ્રહ્મચર્યની મહત્તા, પરિગ્રહ પરિમાણમાં રહેલ સુખ, કષાય પરિણતિમાં રહેલી ભારે વિચિત્રતા, સામાજિક અને આત્મિક દષ્ટિને સાધવા ગ્ય સમન્વય વગેરે આચાર્યશ્રીના ધારાપ્રવાહની અનેક બાબતો નોંધી લેવા ગ્ય છે અને સમાજમાં આચાર્યશ્રીની લાક્ષણિક પણ મક્કમ ભાષામાં રજૂ કરવા યોગ્ય છે.
આ તે કર્તવ્ય સૂચના થઈ, અને તે એક રીતે અપ્રસ્તુત ગણાય. બાકી જે સ્પષ્ટતાથી લેખક શ્રી ફૂલચંદભાઈએ “યુગવીર આચાર્ય ' ની “જીવનપ્રભા' પર પ્રકાશ પાડ્યો છે તે અનેક રીતે અભિનંદનને યોગ્ય છે. એમની કલમને એમણે યથોચિત અવકાશ આપવા સાથે આવા પ્રસંગમાં થઈ આવતી અતિશયોક્તિ કે અત્યકિતને સ્થાન આપવા દીધું નથી, ખાટી પ્રશંસાને એક પણ પ્રસંગે પ્રવેશ આપેલ નથી અને લેખનસંયમ જાળવી હકીક્ત રજૂ કરવામાં વિચાર સ્પષ્ટતા આખા પુસ્તકમાં બતાવી પ્રતિભાને ઉચિત અવકાશ આપ્યો છે. દુનિયાના રચેલપચેલ વ્યવહારીને તદન શુષ્ક લાગે તેવા સાધુજીવનને રસપ્રદ બનાવવાની કળાને અંગે લેખકને સવિશેષ અભિનંદન આપી, છેવટે વાલ્મિકિ એક પ્રસંગે કહે છે તેમ “હજુ રામાયણ