________________
અપાયેલી મંદિરની ઉપમાની સાંગોપાંગતાને લઈને નોંધપાત્ર બન્યાં છે. ત્રીજી ચોવીસી ઋષભદેવાદિ ચોવીસ તીર્થંકરો પૈકી પ્રત્યેકને લગતી ચૌદ ચૌદ બાબતો રજૂ કરી એ તીર્થકરોની બાહ્ય જીવનરેખા પૂરી પાડે છે. એની સાથે પંચપરમેષ્ઠિગીતામાં તીર્થકરનું જે આંતરિક સ્વરૂપ વર્ણવાયું છે તે ઉમેરતાં આપણા આ ભારત વર્ષની આ અંતિમ ચોવીસી નાનકડા નિબંધની ગરજ સારે તેમ છે.
કેટલાંક સ્તવનોમાં ઉત્કટ પ્રીતિનાં ઉદાહરણો અપાયાં છે. કોઈ કોઈ સ્તવનમાં દેવાધિદેવ તીર્થકરની અન્ય દેવો સાથે તુલના કરાઈ છે.
પાર્શ્વનાથનું સ્તવન દ્રવ્યપૂજા ઉપર અને શામળા પાર્શ્વનાથનું સ્તવન ભાવપૂજા ઉપર પ્રકાશ પાડે છે. તેમાં ભાવપૂજા કરતી વેળા જે જે ભાવના ભાવવી જોઈએ તેનો તાદશ ચિતાર આ શામળા પાર્શ્વનાથનું સ્તવન રજૂ કરે છે.
નવનિધાન નવ સ્તવનો પૈકી ચોથા સ્તવનમાં કમળ નેત્ર દ્વારા, હરણ ગતિ દ્વારા તેમજ ખંજન અંજન દ્વારા એમ કોણ અભિનન્દનનાથના કયા અવયવ વગેરેથી પરાજિત થયું તેનો ઉલ્લેખ છે.
યશોવિજયગણિએ આર્ષભીયચરિત નામનું મહાકાવ્ય રચ્યું છે. એમાં એમણે ઋષભદેવ વિષે કેટલીક વિશિષ્ટ માહિતી આપી છે. અન્ય કોઈ તીર્થકર માટે એમણે કોઈક ગ્રન્થમાં તેમ કર્યું હોય એમ જણાતું નથી.
શ્રીપાલ રાજાનો રાસ એ કંઈ એમની સ્વેચ્છાએ રચાયેલી કૃતિ નથી. એ તો એક અપૂર્ણ કૃતિને પૂર્ણ કરવાની કબૂલાતના નિર્વાહાર્યે રચાયેલી છે. જંબૂસ્વામીને અંગે એમણે બે કૃતિ રચી છે અને એ બને આહલાદજનક છે. મોટી કૃતિ પરિશિષ્ટપર્વમાંના જંબુસ્વામીના પદ્યાત્મક ચરિત્રનો ભાવાનુવાદ હોય એમ ભાસે છે." દ્રૌપદીની કથા સંક્ષિપ્ત છે. એ ગંભીર ભૂલના પરિણામની દ્યોતક છે. આમ એકંદર ચાર વ્યક્તિનાં ચરિત્ર આલેખાયાં છે. એક તીર્થકર, એક નૃપતિ, એક મુનિવર્ય અને એક જૈન તેમજ અજૈન જગતને સુપરિચિત અને પૌરુષતાને પોષતી
પ્રમદા.
જૈન સાહિત્ય એના કથારૂપ અંગની વિપુલતા અને વિવિધતાને લઈને સમગ્ર કથાસાહિત્યમાં ગણનાપાત્ર સ્થાન ભોગવે છે. જૈન કથાઓ મોટે ભાગે ઉપદેશાત્મક છે. એમાં વૈરાગ્યપ્રધાન કથા તરીકે સમરાઇચકહા અને ઉપમિતિભવપ્રપંચાકથા અદ્વિતીય છે. ઉપમિતિનાં ભાવ, પાત્ર ઇત્યાદિ રૂપ મસાલો લઈને એના અનુકરણ
૧. જુઓ અનેકાન્ત વ્યવસ્થાપ્રકરણનું પ્રકાશકીય નિવેદન પત્ર ૩અ).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org