________________
२८
શ્રીપાલરાજાનો રાસમાંની ચોથા ખંડની બે ઢાલ, જ્ઞાનવિમલસૂરિકૃત કાવ્ય અને દેવચન્દ્રની પદ્યાત્મક રચના મળીને એક સંકલનાત્મક કૃતિ બનાવાઈ છે.
–
પંચપરમેષ્ઠિ-ગીતા – આ કાવ્યરસિકોને આનંદ આપે એમ છે કેમકે એમાં ઉત્કૃષ્ટતાનાં ત્રીસ ઉદાહરણો અપાયાં છે.
-
ચોવીસ ચોવીસ તીર્થંકરોના ગુણગાનરૂપ કૃતિઓમાં ઐન્દ્ર-સ્તુતિ નામની ચતુર્વિંશતિકા એની ભાષા, એના છંદો, એના અલંકારો, એની તાત્ત્વિક – દાર્શનિક વિચારણા ઇત્યાદિને લઈને મોખરે છે. એક રીતે વિચારતાં તો અનેક સંસ્કૃત ચતુર્વિશતિકાઓમાં પણ એ ઘણું ઊંચું સ્થાન ભોગવે છે. શોભન-સ્તુતિ જેવી સ્તુતિના છંદ અને યમકના સર્વાંગીણ અનુકરણરૂપે ઐન્દ્ર-સ્તુતિ સિવાય બીજી એકે કૃતિ અદ્યાપિ રચાઈ નથી. એ એના મહત્ત્વનું દ્યોતન કરે છે.
યશોવિજયગણિએ ગુજરાતીમાં કેટલી ‘થોય’ રચી તે જાણવામાં નથી. અત્યારે તો એક જ થોય મળી આવી છે (જુઓ પૃ. ૩૩) અને એમાં આગમને સમુદ્ર કહી એનો જે તાદશ ચિતાર અપાયો છે તે ખાસ ધ્યાન ખેંચે છે.
એકેક જિનેશ્વરને લગતાં સાત સ્તવનો અને સ્તોત્રોમાં પાર્શ્વનાથને લગતી છ કૃતિ છે જ્યારે ઋષભદેવને અંગે એક જ છે.
આમ હોઈ એ યશોવિજયગણિનો પાર્શ્વનાથ પ્રત્યેનો અને તેમાંયે ‘શંખેશ્વર’ પાર્શ્વનાથ પ્રત્યેનો ઉત્કટ ભાવ સૂચવે છે.
ગુજરાતી સ્તવનોમાં આપણા દેશમાં આ ‘હુંડા’ અવસર્પિણીમાં થઈ ગયેલા ઋષભદેવાદિ ચોવીસ તીર્થંકરોને લગતી ભાવભરી ચોવીસીઓ, મહાવિદેહમાં આજે વિદ્યમાન એવા વીસ વિહરમાણ જિનવરોની વીસી અને મૌન એકાદશીનું સ્તવન નોંધપાત્ર છે.
સંસ્કૃત સ્તવનો અને સ્તોત્રો પૈકી આદિજિન-સ્તવન ‘ગેય’ હોવાથી તેમ જ શૃંખલાયમકથી અલંકૃત હોવાને લીધે, ગોડીપાર્શ્વનાથ-સ્તવન અને શંખેશ્વરપાર્શ્વનાથ-સ્તોત્ર (પૃ. ૩૪-૩૮) એ બન્ને કૃતિઓ છંદના વૈવિધ્યને લઈને,આ પછીનું શંખેશ્વર-પાર્શ્વનાથ-સ્તોત્ર એમાં કરાયેલી દાર્શનિક ચર્ચાને કારણે અને પાર્શ્વજિનસ્તોત્ર સમગ્રતયા એક જ છંદમાં – ‘સ્વાગતા’માં રચાયેલું હોવાથી આકર્ષક હોઈ ગણનાપાત્ર બન્યાં છે.
ગુજરાતી ત્રણ ચોવીસી પૈકી બીજી ચોવીસીમાંનું સોળમું સ્તવન વિરોધાભાસનાં વિવિધ દૃષ્ટાંતો રજૂ કરે છે એથી અને ચોવીસમું સ્તવન એ મનને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org