________________
અનુપલબ્ધ છે જ્યારે અમરચન્દ્રસૂરિત કાવ્યકલ્પલતાની વૃત્તિ એમણે રચી છે કે એમના કોઈ નામરાશિએ તેનો નિર્ણય કરવો બાકી રહે છે. ગમે તેમ પણ યશોવિજયગણિના કાવ્યશાસ્ત્રને અંગેના અર્પણની ઝાંખી એ શાસ્ત્રના કેટલાક મુદ્દાઓ એમણે પ્રસંગોપાત્ત ચર્ચા છે તે ઉપરથી જાણી શકાય છે. એથી મેં આ બાબત “કાવ્યશાસ્ત્રી યશોવિજયગણિ” નામના મારા લેખમાં વિચારી છે.
નિમિત્તશાસ્ત્રને લગતી એક કૃતિ નામે ફલાફલવિષયક પ્રશ્નપત્ર આ યશોવિજયગણિની જ રચના છે કે એ કોઈકની કૃતિની એમણે નકલ ઉતારી છે તેનો નિર્ણય કરવો બાકી રહે છે.
વજસેનના શિષ્ય હરિ (હરિષણીકૃત કપૂરપ્રકરની ટીકા પ્રસ્તુત યશોવિજયગણિની કૃતિ છે કે કેમ એ એક પ્રશ્ન છે.
આમ લાક્ષણિક સાહિત્યનાં બહુમાં બહુ પાંચ અંગ પરત્વે યશોવિજયગણિએ કેટલુંક સાહિત્ય રચ્યું છે. તેમાં વ્યાકરણવિષયક કૃતિ સ્વતંત્ર છે ખરી પણ તે અપૂર્ણ મળી છે એટલે વ્યાકરણ પૂરતું મૂલ્યાંકન કેવી રીતે થાય ?
છંદને અંગે કોઈ મૌલિક રચના યશોવિજયગણિએ કરી નથી એટલું જ નહિ પણ એમણે છન્દશૂડામણિની જે વૃત્તિ રચ્યાનું મનાય છે તે વિવરણાત્મક કૃતિનો પત્તો જ નથી એટલે છન્દશાસ્ત્રના સંબંધમાં તો સર્વાશે મૌન સેવવા જેવું છે. બાકી એમનું વિવિધ છંદો ઉપર – કેટલાક અપ્રચલિત છંદો ઉપર પણ પ્રભુત્વ છે એ તો ઐન્દ્રસ્તુતિ ઈત્યાદિ એમની કૃતિઓ જોતાં જણાય છે.
કાવ્યશાસ્ત્રને લગતી એકે મૌલિક રચના યશોવિજયગણિએ કરી નથી અને બહુમાં બહુ જે ત્રણ વિવરણાત્મક કૃતિ રચી છે તે પૈકી એકની અનુપલબ્ધિ બીજીની અપૂર્ણતા અને ત્રીજીને લગતી શંકાશીલતા વિચારતાં એનું મૂલ્યાંકન પણ અત્યારે તો માંડી જ વાળવાનું રહે છે.
નિમિત્તશાસ્ત્રને લગતી કૃતિ એમની છે કે નહિ એ પ્રશ્ન છે અને એ એમની જ હોય તો એ કાંઈ ખાસ મહત્ત્વની નથી.
નીતિશાસ્ત્ર પરત્વે યશોવિજયગણિની કોઈ મૌલિક રચના મળી આવી નથી. પ્રસંગોપાત્ત રચાયેલાં સુભાષિતો ઉપાધ્યાયજીની કેટલીક કૃતિમાં મળે છે ખરાં. કપૂરપ્રકરની ટીકા એમણે જ રચી હોય તોપણ એ અદ્યાપિ અમુદ્રિત છે એટલે એની હાથપોથી મને જોવા મળે તો હું આ વિષય ચર્ચા શકું. ૧. આ લેખ “જૈ. સ. પ્ર.” (વ. ૨૨, એ. ૩-૪)માં એક જ હપ્ત છપાયો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org