________________
२७
સાહિત્યનાં સ્વરૂપો – સાહિત્યના ગદ્યાત્મક અને પદ્યાત્મક એમ જે બે વિભાગો પડાય છે તેમાંના પદ્યાત્મક સાહિત્યનો સાહિત્યનાં સ્વરૂપોની દૃષ્ટિએ વિચાર કરી શકાય એવી પુષ્કળ સામગ્રી લલિત સાહિત્ય પૂરી તો પાડે છે, કેમકે એમાં જે સ્તવન, સજ્ઝાય, સ્તોત્ર, પદ, ગીત, મહાકાવ્ય, રૂપક કથા, ચરિત્ર ઇત્યાદિને લગતી કૃતિઓ છે. તે સાહિત્યનાં સ્વરૂપો છે. એનો વિચાર અહીં ન કરતાં મેં આગળ ઉપર કરવાનું ઉચિત ધાર્યું છે કે જેથી દાર્શનિકાદિ સાહિત્યમાં પણ એ પૈકી કોઈ કોઈ સાહિત્યસ્વરૂપને લગતી કૃતિઓ છે તેનો એકસાથે વિચાર થઈ શકે.
(આ) લલિત સાહિત્યનો વિમર્શ
લલિત સાહિત્યની શરૂઆત મેં સ્તુતિ-સ્તોત્રોથી કરી છે. આ વિભાગનો પ્રારંભ પંચપરમેષ્ઠિ—ગીતાથી મેં કર્યો છે, કેમકે એમાં દાર્શનિક તત્ત્વ જૈન મંતવ્યોના નિરસન જેવો વિષય નથી એટલે એને લાક્ષણિક સાહિત્યના નિરૂપણ પછી સ્થાન આપી શકાય તેમ હતું. સ્તુતિ-સ્તોત્રોમાં વ્યાપકતાની દૃષ્ટિએ પંચ૫૨મેષ્ઠિગીતા સૌથી વિશેષ વ્યાપક હોવાથી - એમાં તીર્થંકર, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એ પાંચે પરમેષ્ઠિઓનું ગુણોત્કીર્તન હોવાથી એને મેં અગ્રિમ સ્થાન આપ્યું છે. દેવ, ગુરુ અને ધર્મ એમ જે ત્રણ તત્ત્વો કેટલાક જૈન ગ્રંથોમાં ગણાવાયાં છે તે પૈકી દેવ અને ગુરુ એ બે તત્ત્વો વિષે આ કૃતિમાં વિચાર કરાયો છે.
પાંચ પ૨મેષ્ઠિઓમાં તીર્થંકર એ સિદ્ધ પરમાત્માનો તેમજ જૈનદર્શનનો સ્વતંત્ર રીતે પરિચય કરાવનાર હોવાથી પ્રથમ પદે હોઈ આ કૃતિ પછી મેં ચોવીસ ચોવીસ તીર્થંકરોની સ્તુતિઓને – ચતુર્વિશતિકાઓને – એમને લગતાં સ્તવનોને અર્થાત્ ચોવીસીઓને સ્થાન આપ્યું છે અને ત્યાર પછી એથી ઓછી સંખ્યાવાળા તીર્થંકરોના અધિકારવાળી અને આગળ જતાં એકજ તીર્થંકરની સ્તુતિરૂપ કૃતિને મેં સ્થાન આપ્યું છે. તીર્થંકર પછી સિદ્ધનો અધિકાર મેં હાથ ધર્યો છે કેમકે પાંચ પરમેષ્ઠિઓમાં એઓ બીજે પડે છે. એ પછી આચાર્યનો અને તેમાં પણ ગણધરો મુખ્ય હોવાથી એમનાથી મેં આ વિભાગ શરૂ કર્યો છે.
કઈ કઈ જાતનાં કેટલાં સ્તુતિ-સ્તોત્રો કે સ્તવનો છે તેનો હું નિર્દેશ કરું તે પૂર્વે એક શંકા કેટલાકને થવા સંભવ છે તે અને તેના નિરસન વિષે થોડુંક કહીશ. નવપદપૂજા એ યશોવિજયગણિની કૃતિ છે અને એમાં પાંચ પરમેષ્ઠિઓનાં પાંચ પદ ઉપરાંત દર્શનાદિ ચાર અધિક પદ છે એટલે વ્યાપકતાની અપેક્ષાએ પંચપરમેષ્ઠિગીતા કરતાં ચડે. એથી એને કેમ આદ્ય સ્થાન અપાયું નથી એવો પ્રશ્ન કોઈ ઉઠાવે તો આનો ઉત્તર એ છે કે આ નવપદપૂજા કોઈ સ્વતંત્ર કૃતિ નથી. એ તો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org