________________
२५
(૧) અલંકારચૂડામણિ, (૨) ઉત્પાદાદિસિદ્ધિપ્રકરણ, (૩) કમ્મપયડ, (૪) કાવ્યપ્રકાશ, (૫) તત્ત્વાર્થસૂત્ર, (૬) વીતરાગસ્તોત્ર, (૭) શાસ્ત્રવાર્તાસમુચ્ચય અને (૮) ષોડશકપ્રકરણ.
ત્રિસૂત્યાલોક અને સિદ્ધાન્તમંજરી ઉપર યશોવિજયગણિની પૂર્વે કોઈએ ટીકા રચી છે કે નહિ તે જાણવું બાકી રહે છે એટલે એ બે નામ મેં ઉ૫૨ ગણાવ્યાં નથી. સ્વાદ્વાદમંજૂષા એ મુખ્યતયા સ્યાદ્વાદમંજરીની ટીકા હોઈ એનો પણ હું ઉલ્લેખ કરતો નથી.
ટીકા હોવા છતાં ટીકા રચાય તો તે માટે કોઈ સબળ કારણ હોવું જોઈએ. (અ) લાક્ષણિક સાહિત્યનો પરામર્શ
લાક્ષણિક સાહિત્યમાં ફાળો – લાક્ષણિક સાહિત્યનાં વિવિધ અંગો છે. જેમકે (૧) વ્યાકરણ, (૨) કોશ, (૩) છન્દુઃશાસ્ત્ર, (૪) અલંકા૨શાસ્ત્ર યાને કાવ્યશાસ્ત્ર, (૫) નાટ્યશાસ્ત્ર, (૬) સંગીત, (૭) કામશાસ્ત્ર, (૮) ચિત્રકળા, (૯) સ્થાપત્ય, (૧૦) મુદ્રાશાસ્ત્ર, (૧૧) ગણિત, (૧૨) નિમિત્તશાસ્ત્ર, (૧૩) વૈદ્યક, (૧૪) પાકશાસ્ત્ર, (૧૫) વિજ્ઞાન અને (૧૬) નીતિ. આ સોળ અંગો પૈકી પહેલા, ત્રીજા, ચોથા, બારમા અને સોળમા અંગને બાદ કરતાં બાકીનાં અગિયાર અંગને લગતી કોઈ મૌલિક કૃતિ કે કોઈ જૈન કે અજ્જૈન કૃતિના વિવરણરૂપ કૃતિ ઉપાધ્યાયજીએ રચી હોય એમ જણાતું નથી.
એમણે એકે વ્યાકરણ રચ્યું નથી કે કોઈના પણ જૈન કે અજ્જૈનના વ્યાકરણ ઉપર વૃત્તિ રચી નથી. બાકી વ્યાકરણ સંબંધી કેટલીક માહિતી પૂરી પાડતી તિઙન્વયોક્તિ નામની એક કૃતિ રચી છે પણ એ પૂરેપૂરી હજી સુધી તો મળી આવી નથી. એ એક અજૈન કૃતિનું સ્મરણ કરાવે છે.
ઉપાધ્યાયજીએ કોઈ છન્દઃશાસ્ત્ર રચ્યું નથી પરંતુ હૈમ છન્દશૂડામણિની ટીકા રચી હોય એમ લાગે છે એનો હજી સુધી તો પત્તો જ ક્યાં છે ?
ઉપાધ્યાયજીએ કાવ્યશાસ્ત્રને અંગે એકે સ્વતંત્ર કૃતિ રચી નથી. એમણે કાવ્યપ્રકાશ નામની એક અજૈન તેમજ બહુમાં બહુ બે જૈન કૃતિ ઉપર નામે અલંકારચૂડામણિ અને કાવ્યકલ્પલતા ઉપર વૃત્તિ રચી છે. આ ત્રણ વૃત્તિ પૈકી પહેલી પૂરેપૂરી અદ્યાપિ મળી આવી નથી. બીજી બે પૈકી હૈમ અલંકારચૂડામણિની વૃત્તિ
૧. આના ઉપ૨ ‘લિ..' હેમચન્દ્રસૂરિએ વિવેક રચ્યો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org