________________ નાટકમાંની વિદૂષકની ભૂમિકા ધ્યાનમાં લેતાં તેના નામ વિશેનું સ્પષ્ટીકરણ પણ આપણને મળી રહે છે. વિદુષક એટલે “ગાળો ભાંડાર એવો અર્થ લઈ, તેને બ્રહ્મચારી અને પુથલીના સંવાદ સાથે સંબંધ બાંધવાને ડે. કીર્થ પ્રયત્ન કર્યો હોય, તે પણ તે બરાબર નથી. પ્રત્યક્ષ નાટયશારામાં, અને સામાજિક જીવનનું યથાર્થ દર્શન કરાવનાર કામસત્રમાં જૂિષાના નામની વ્યુત્પત્તિ આપવામાં આવી છે. વિદૂષક દૂષક એટલે કે ટીકા કરનાર, દેષ બતાવનાર, જીવનને ભાષ્યકાર, છે. પણ તેની ટીકા કરવાની રીત “વિશિષ્ટ છે, વિદી છે. વિદૂષકને આ અર્થ નાટકમાં જણાઈ આવતા વિદૂષકાની બાબતમાં કેટલો યેગ્ય છે એ કહેવાની જરૂર નથી, પ્રસ્તુત પ્રબંધમાં આ બધા પ્રશ્નોની સાધાર ચર્ચા કરવાને મેં પ્રયત્ન કર્યો છે. તે સાથે વિદૂષકની ભૂમિકા અને તેનું કાર્ય,' “વિનોદમીમાંસા જેવા પ્રશ્નોની ચર્ચા પણ અહીં કરવામાં આવી છે. જ્યાં સંસ્કૃત સાહિત્ય, અને શાસ્ત્રસિદ્ધાન્ત અપૂર્ણ લાગ્યા, ત્યાં પાશ્ચાત્ય સાહિત્યશાસ્ત્ર અને સાહિત્યના તુલનાત્મક અભ્યાસ દ્વારા પ્રસ્તુત પ્રશ્નોની ચર્ચા વ્યાપક બનાવવાને મેં પ્રયત્ન કર્યો છે. વિદૂષકનું પાત્ર સાંકેતિક અને બીબાંઢાળ છે એ સંસ્કૃતના અભ્યાસકે. જાણે છે, પરંતુ એ બીબાંઢાળ કેમ બન્યું, તેની અવનતિ કેમ થઈ, તેની મીમાંસા મને બરાબર મળી નથી. અહીં વિદૂષનું આ અધ્યયન સુખાન્ત નાટકના મૂળભૂત . સ્વરૂપની ચર્ચા સુધી વિસ્તારવા મેં પ્રયત્ન કર્યો છે. આ પ્રબંધના બીજા ભાગમાં ભારથી માંડી ૧૭મી સદીના મહાદેવ કવિ સુધીના નાટકાએ ચિતરેલા, તેમજ “સટક જેવા નાટયપ્રકારમાં જઈ આવતા કુલ 16 વિદૂષકોના સ્વભાવચિત્ર વર્ણવ્યા છે આ સ્વભાવચિત્રમાં કેવળ લલિત લખાણ નથી. તેમને સમજાવવાનો તેમાં પ્રયત્ન છે, વિષકના સ્વભાવ અને કાર્યને ઉકેલી બતાવવા પ્રયત્ન છે. આ સ્વભાવચિત્રમાં વિદુષકના વિકસ. અને અવનતિની દિશા જણાઈ આવશે એવું મને લાગે છે. પ્રબંધમાં એક એક પ્રશ્ન લઈ તેનું વિશ્લેષણ કરવાની પદ્ધતિ મેં સ્વીકારી છે ઘણી વખત વિવિધ પ્રશ્ન એકબીજામાં પરોવાયેલા હેવાને કારણે તેમની ચર્ચા કરતી વખતે ક્યાંક પુનરાવૃત્તિ પણે થઈ છે, પણ દરેક સ્થળે લીધેલી ચર્ચા - સંપૂર્ણ બને તે માટે એવી પુનરાવૃત્તિ ટાળવા મેં પ્રયત્ન કર્યો નથી. એક વસ્તુ અહીં મેધવા જેવી છે. વિદૂષકની ભાષા પ્રાકૃત હેવાને લીધે, જ્યાં તેના ઉદ્ગારોનું અવતરણ આપવું પડે, ત્યાં તે પ્રાકૃતમાં જ આપવું