________________ - વિદષક મોહ ટાળી શકશે નહી. પરિહાસ અને તેમાંથી નિર્માણ થતું હાસ્ય મનુષ્ય માટે એક માનસિક આવશ્યકતા છે એમ આપણે કહી શકીએ. માટે જ વિદૂષક જેવાં વિનોદી પાત્રો નિર્માણ થાય છે. - ભરતે વિદૂષકને કિવિધ ભૂમિકા સૈપી છે એ ધ્યાનમાં લેવું જોઈએ. પૂર્વરંગમાં સૂત્રધાર અને પારિપાર્ષિક સાથે વિદૂષક પણ આવતે, અને નાટક શરૂ થાય તે પહેલાં પ્રેક્ષકોને હસાવી તેમનું મનોરંજન તે કરતે. વિદૂષકનું પહેલું કામ નટ તરીકેનું છે. પછી એક નાટકના પાત્ર તરીકે તેને નાટકમાં કામ આપવામાં આવ્યું. વિદૂષકની ઉત્પત્તિ અને વિકાસને પ્રશ્ન નાટકીય પાત્ર તરીકે જે વિદૂષક આવે છે, તેની બાબતમાં ચર્ચવાને છે -નટ વિદૂષકની બાબતમાં નહીં ! પરંતુનમંડળીને આવશ્યક ઘટકમાં સૂત્રધાર સાથે વિદૂષકને ભરત શા માટે સ્થાન આપ્યું હોવું જોઈએ ? સામૂહિક લેનું મનોરંજન કરવા માટે હાસ્ય આવશ્યક છે એ જ એનું કારણ છે. આમ, માનસિક અને સામાજિક આવશ્કતાને લીધે વિદૂષક નિર્માણ થયે. પરંતુ કલાની દષ્ટિએ, વિદૂષકની પાત્રનિર્મિતિમાં વિવિધ ક્ષેત્રોમાંના પ્રભાવી ઘટકે અસર કરે એ સ્વાભાવિક હતું, અપરિહાર્યું હતું. સંસ્કૃત નાટકના ઉદ્ગમ અને વિકાસ ઉપર ધાર્મિક વિચારોની ખૂબ અસર થયેલી જણાય તે પણ ધર્મના વિડંબનાત્મક અનુકરણની અસર વિદૂષકના પાત્ર ઉપર થવાની શક્યતા ભારતીય સંસ્કૃતિ સાથે વિસંગત છે. અર્થાત ધર્મવિધિને નિમિત્તે ઉજવવામાં આવતા ઉત્સવોમાં, અથવા જાત્રામાં મનરંજન ખાતર જે હાસ્યવિદ અને મશ્કરી થતી તેની અસર વિદૂષક ઉપર ચક્કસ થઈ હેવી જોઈએ. રાજ્યાશ્રયને લીધે જયારે સંસ્કૃત નાટકને વિકાસ થવા લાગે, ત્યારે તેમાં રાજ નાયક બન્યો, અને નાટકની કથાવસ્તુને સામાજિક સ્વરૂપ પ્રાપ્ત થવા લાગ્યું. વિદૂષકની પાત્રનિર્મિતિમાં સામાજિક બળે કામ કરવા લાગ્યાં. વિદૂષકમાં ગરબ્રાહ્મણની મશ્કરી ઉમેરાઈ. વખત જતાં, સંસ્કૃત નાટક જ સાંકેતિક અને બીબાંઢાળ સ્વરૂપનું બન્યું જેની અસર વિદૂષકના પાત્ર ઉપર થયા વિના રહી નહીં. મારી દષ્ટિએ વિદૂષકની ઉત્પત્તિ અને વિકાસને ઇતિહાસ આ પ્રામણે છે. વિદષક વિશેના બીજા પ્રશ્ન પણ વિવાદાસ્પદ છે. તેમને સંતોષકારક ઉકેલ કોઈએ કર્યો હોય એવું લાગતું નથી, પરંતુ નાટ્યશાસ્ત્રના સિદ્ધા, અને નાટકમાં જણાઈ આવતી વિદૂષકેની પ્રાયોગિક પરંપરાને આધારે પ્રસ્તુત પ્રશ્નોના ઉકેલ શેધી શકાય એવું મને લાગે છે. દા.ત. વિદૂષકના સ્વરૂપ વિશે જોઈએ. ભરત વિદૂષકને કરૂપ કહે છે. કાલિદાસ તેને વાદરા જેવો ચિતરે છે. હવે વિદૂષકની આ વિકૃતિને