________________ આમુખ ઉગમ “મક્રયણના શૂદ્રમાં, અથવા વેદમાં વૃષાકપિમાં શોધવાની જરૂર નથી, અને એવો આધાર શોધો જ હોય, તો તે અસુર જેવાં પાત્રોમાં શોધી શકાય. વસ્તુતઃ દરેક સાહિત્યમાં હાસ્ય ખાતર વિનદી પાત્રને શારીરિક ખેડવાળું બતાવવામાં આવે છે. અને તેથી વિદૂષકની વિકૃતિ માટે કેઈ ધર્મ કારણ શોધવાનો - વિદૂષકને હમેશાં બ્રાહ્મણ બતાવવામાં આવે છે તે પણ વિશિષ્ટ સંકેતને લીધે જ. ભરતે તાપસ, દ્વિજ, રાજજીવી અને શિષ્ય - એવા વિદૂષકને ચાર પ્રકારે બતાવ્યા છે. ઉપલબ્ધ નાટકમાં વિદૂષકના આ બધા પ્રકારો ન જણાય તે પણ વિદૂષક હંમેશા બ્રાહ્મણ જ હોવું જોઈએ એવું માનવા ભારતના લખાણમાં કેઈ આધાર મળતું નથી. નારદ જેવા તાપસ વિદૂષકમાં બ્રાહ્મણની મશ્કરી હોઈ શકે નહીં. વસ્તુતઃ સંસ્કૃત નાટકના વિકાસમાં રાજા નાયક હોય એવી -સુખાન્ત શૃંગારપ્રધાન નાટયરચના જ સૌથી વધુ લોકપ્રિય થઈ. ઉપલબ્ધ ઘણાખરાં નાટકે એ જ પ્રકારના જોવા મળે છે. આ નાટકમાં રાજાના સહચર તરીકે કામ કરનાર વિદૂષક બ્રાહ્મણ જ હેય એ નિયમ અનુરૂપ છે. વિદૂષકની ભાષા પહેલેથી પ્રાકૃત ન હતી એ વિશે જાવાનાટકોને પુરાવો અમે આપ્યો છે. ઉપરાંત, નારદ જેવું પાત્ર પ્રાકૃત બોલે એ શક્ય નથી. રાજ્યાશ્રય હેઠળ સંસ્કૃત રંગભૂમિ વિકસી, તે વખતે પ્રાકૃત એ જનસમુદાયની ભાષા હતી. નાટકમાં લેકજીવનનું વાસ્તવિક ચિત્રણ થાય તે માટે વિશિષ્ટ પ્રાકૃત ભાષાને જ નહીં, પણ પાત્રાનુરૂ૫ બીજી બેલીઓને પણ ઉપયોગ કરે એવું ભરત ભારપૂર્વક કહે છે. વેદાધ્યયન કર્યા વિના કેવળ જાતને આધારે બ્રાહ્મણ હતા. એ વિશે સંસ્કૃત સાહિત્યમાં અનેક પુરાવા ઉપલબ્ધ છે. આ બ્રાહ્મણની બેલચાલની ભાષા પ્રાકૃત હતી. તેમને બરાબર સંસ્કૃત આવડતું ન હતું. તેથી વિદૂષકના પાત્રમાં એવા બ્રાહ્મણની મશ્કરી કરતી વખતે નાટકકારે પ્રાકૃત ભાષાનો ઉપયોગ કરે એ વધુ વાસ્તવિક કહેવાય. ઉપરાંત, વિદૂષકનો વિદ– પછી તે રાજ વિશે હોય કે બ્રાહ્મણે વિશે હેય–જે લેકે સુધી પહોંચે એવી અપેક્ષા હોય છે તે લોકોની ભાષામાં, એટલે કે પ્રાકૃતમાં જ હોવો જોઈએ, નહીં તે એમાંની મજા સામાન્ય માણસો માણી શકે નહીં. ઉપરાંત, નાટયસંકેતની દૃષ્ટિએ પણ વિદૂષક “નીચ” પાત્ર હોવાને લીધે, તેની ભાષા પ્રાકૃત હેવી જોઈએ એ ભરતે કહેલે નિયમ નાટકકારોએ પાળે છે. તેથી વિદૂષકની પ્રાકૃતભાષા માટે સામાજિક, સાંસ્કૃતિક અને નાટયતંત્રવિષયક અનેક કારણે આપી શકાય.