Book Title: Shatrunjay Kalpa Vrutti Part 02
Author(s): Shubhshil Gani, Mahabhadrasagar, Kapurchand R Varaiya
Publisher: Shraman Sthaviralay Aradhana Trust
View full book text
________________
પર
શ્રી શત્રુંજય-લ્પવૃત્તિ-ભાષાંતર
सुगृहीतं हि कर्त्तव्यं, कृष्णसर्पमुखं यथा।। તે સારી રીતે ગ્રહણ કરાયેલું કરવું જોઈએ. જેમ કાળા સર્પનું મુખ તે સમયે રાજાએ જુગારીને બોલાવીને પૂછ્યું કે હે જુગારી ! સાચું બોલ આ સમસ્યા કોના વડે પુરાઈ છે? જુગારીએ હ્યું કે હે સ્વામી ! હું લક્ષણાવતી નગરીમાં ગયો હતો. ગુરુની આગળ સમસ્યાનો અર્થ મેં પૂછ્યો. (ત્યારે) આ સમસ્યા બપ્પભટ્ટી ગુવડે પુરાઈ છે. તે પછી હર્ષિત થયેલા રાજાએ તે વખતે તેને પોતાના કહ્યા મુજબ આપ્યું.
રાજાએ સભામાં કહ્યું કે શ્રી બપ્પભટ્ટસૂરિએ સમસ્યા પૂરી તેથી તેના સમાન કોઈ નથી. એક વખત નગરના ઉધાનમાં વડના ઝાડ નીચે ઊભેલા આમરાજાએ શાખા ઉપર લટકતા મરેલા મુસાફરને જોયો. આંસુના સમૂહને ઝરતાં અધગાથા લખેલા એક હસ્તપત્રને રાજાએ પથ્થરપર જોયો.
તથા પદ નિયમો, પિયા થોરંતુÉ wor'
તે વખતે હું નીલ્યો ત્યારે મારી પ્રિયાવડે મોટા આંસુડે જે રુદન કરાયું” તે સમસ્યાનાં બે પદને રાજાએ કવિની પાસે પૂછ્યું. રાજાએ ચિંતવેલી સમસ્યા જ્યારે કોઇવડે પૂરી ન કરાઈ ત્યારે રાજાએ બપ્પભટ્ટીગુને યાદ ક્ય. હ્યું છે કે:- વેરયાની જેમ વિદ્યાઓનું મુખ કોના કોનાવડે ચુંબન કરાયું નથી? (પણ) તેઓના હૃયને ગ્રહણ કરનારાઓ તો બે ત્રણ હોય છે અથવા હોતા નથી.
प्रतिपत् चन्द्रं सुरभी, नकुलो नकुली पयश्च कलहंसः । चित्रकवल्ली पक्षी, सूक्ष्मं धर्मं सुधीर्वेत्ति।
સુરભિ–ગાય એકમના ચંદ્રને, નોળિયો નોળિયણને, ક્લહંસ પાણીને, પક્ષી ચિત્રક્વલને અને સારી બુદ્ધિવાલો સૂક્ષ્મ ધર્મને જાણે છે. આ પ્રમાણે વિચારીને રાજાવડે જુગારી આચાર્ય પાસે મોક્લાયો. તે સમસ્યાના અર્થને જાણવા માટે તે ગયો. પોતાને આવવાનું કારણ જુગારીએ કહ્યું ત્યારે બપ્પભટ્ટીએ સમસ્યાનો અર્થ તેની આગળ હ્યો.
વત્તા વિંદુ વિકૃમિ, સં મí સંમ1િ''
કરપત્રમાં બિંદુ પડવાના બહાનાવડે તે આજે યાદ આવ્યું" જુગારીએ આવીને ગુનું સમસ્યાનું પૂરવું જેટલામાં હ્યું તેટલામાં હર્ષિત થયેલા રાજાએ તે ગુને મનવડે નમસ્કાર કર્યો. તે વખતે રાજાવડે બોલવામાં ચતુર એવા શ્રેષ્ઠ મંત્રીઓ ગુને બોલાવવા માટે મોક્લાયા. તેઓ બપ્પભટ્ટસૂરિ પાસે ગયા. ગુરુને નમસ્કાર કરીને આમરાજાવડે અમે અહીં મોક્લાયા છીએ, એમ બોલતાં તેઓએ વિજ્ઞપ્તિ આપી.
સારી યુવતીના ગાલ ઉપર રહેલું એવું ગંગાનું પાણી ગંગાને યાદ કરતું નથી. સ્તનના સ્પર્શમાં રસિક મુક્તામણિ