Book Title: Shatrunjay Kalpa Vrutti Part 02
Author(s): Shubhshil Gani, Mahabhadrasagar, Kapurchand R Varaiya
Publisher: Shraman Sthaviralay Aradhana Trust
View full book text
________________
સમરસિંહનો ઉબ્નર
ને અમારા વિઘ્નોનો નાશ કરજો.
તે શ્રીમાન સાધુ દેશલ વીસ દિવસ સુધી પોતાના પુત્રો સાથે એ તીર્થ ઉપર રહ્યો હતો. અને એક્વીસમા દિવસની સવારે સર્વ અરિહંતોની પ્રતિમાને વંદન કરી પર્વત પરથી નીચે ઊતર્યો, તે વખતે તે પાંચ પાંડવોની સાથે રહેલા કૃષ્ણની જેમ પાંચ પુત્રોથી શોભતો હતો. તે પછી દેશલે વાજિંત્રોના ગડગડાટપૂર્વક મોટા ઉત્સવપૂર્વક સંઘની સાથે તળેટીમાં રહેલા સંઘના પડાવમાં આવ્યો. અને સર્વે મહામુનિઓને વિવિધ પ્રકારનાં અન્નવડે પ્રતિલાભ્યા. ઉપરાંત ચારણોને ગવૈયાઓને, બારોટ તથા બધા યાચકોને યથેષ્ટ રસોઇવડે દેશલે જમાડયા, સહજપાલ મહારાષ્ટ્ર અને તિલંગ દેશમાંથી જે બારીક અને સુંદર વસ્રો લાવ્યો હતો. તે પદસ્થ અને પાંચસો મુનિઓને ભક્તિપૂર્વક વહોરાવ્યા બીજાં અનેક પ્રકારનાં વસ્ત્રો બે હજાર સાધુઓને વહોરાવ્યાં.
૬૯૩
બીજી તરફ દાન મંડપમાં બેસીને સમરસિંહે સાતસો ચારણોને, ત્રણ હજાર ભટોને તથા લગભગ –હજાર ઉપર ગવૈયાઓને ઘોડા–સુવર્ણ વસ્ર – વગેરે મનવાંછિત દાન આપી તેઓનું સન્માન કર્યું.
ઉપરાંત શ્રી શત્રુંજ્ય પર્વતની આસપાસ કેટલીક વાડીઓમાં રેંટ ભાંગી ગયા હતા. કેટલાકમાં હતા જ નહિ. તેથી વૃક્ષો લગભગ સુકાઇ ગયાં હતાં. કેટલીક વાડીઓને વાડ ન હતી. તે સર્વ વાડીઓને સમરસિંહે ભગવાનની પૂજા માટે માળીઓને પુષ્કળ ધન આપી ખરીદી લીધી. તેમજ પ્રભુની સેવામાં સદા માટે રહેનારા–પૂજારી–ગવૈયા–કારીગરો ને ભાટ વગેરે લોકોને સમરસિંહે વાગ્ભટ્ટ મંત્રીની પેઠે ઇચ્છિત પગાર આપીને ત્યાં રાખી લીધા.
એ પ્રમાણે શ્રી શત્રુંજય તીર્થ ઉપર પોતાના પુણ્યવૃક્ષને સ્થાપીને દેશલે શ્રી ગિરનાર તીર્થને વંદન કરવા માટે જવાની તૈયારી કરી. સારા મુહૂર્તવાલા દિવસે દેવાલય સૌની આગળ ચાલ્યું અને તેની પાછળ સર્વ સંઘલોની સાથે દેશલ ચાલતો થયો. માર્ગમાં આવતાં અમરાવતી (અમરેલી) વગેરે શહેરો તથા ગામડાંઓમાં અદભુત ધર્મકૃત્યને કરતો જિનશાસનને દીપાવતો ગિરનાર તરફ જતો હતો.
જૂનાગઢનો રાજા મહીપાલદેવ તે વખતે દેશલ તથા સમરસિંહના ગુણોથી મનવડે આર્કાયો ન હોય તેમ સંઘપતિ દેશલને સંઘની સાથે ત્યાં આવેલો સાંભળી તેની સામે આવ્યો. તે વખતે બન્ને જણા પરસ્પર પ્રેમપૂર્વક ભેટીને એક આસનપર બેસીને સ્નેહથી કુશળ પૃચ્છા આદિ વાર્તા કરવા લાગ્યા. સાધુ સમરસિંહે જાતજાતનાં ભેટ્યાંથી રાજાને ખુશ ર્યો. રાજાએ પણ બમણી ભેટ આપી સમરસિંહને ખુશ ર્યો. મહીપાલે સમરસિંહની સાથે આવીને સંઘપતિ દેશલનો પ્રવેશ ઉત્સવ ર્યો.
તે પછી ગિરનારના મસ્તક પર રહેલા મટસમાન શ્રી નેમિજિનને વંદન કરવા માટે પોતાના ગુરુ તથા સમસ્ત સંઘ સાથે ચઢયો, સંઘપતિ દેશલે યાત્રા કરી. મોટી ધજા ચઢાવી. સાર્વજનિક અન્નક્ષેત્રો ખુલ્લાં મૂક્યાં. પૂજાઓ કરી ને દાન વગેરે સર્વે શત્રુંજયની પેઠે કર્યાં. તે પછી દેશલે ભવ્ય લોકોના દોષોને દૂર કરનાર શ્રી ગજેન્દ્રપદ કુંડમાં સ્નાન કર્યું. અને તેના પ્રભાવથી પાપને જલાંજલિ આપી. ને પાપથી મુક્ત થયો. એ પ્રમાણે દદિવસ એ તીર્થમાં રહી સંઘપતિ દેશલ પ્રભુની આજ્ઞા લઇ ગિરનાર ઉપરથી નીચે ઊતર્યો.