Book Title: Shatrunjay Kalpa Vrutti Part 02
Author(s): Shubhshil Gani, Mahabhadrasagar, Kapurchand R Varaiya
Publisher: Shraman Sthaviralay Aradhana Trust
View full book text
________________
૧
શ્રી શત્રુંજય-ક્લ્યવૃત્તિ-ભાષાંતર - પૂર્તિ
શ્રી શત્રુંજયનાં – ૨૧ – નામો – પાડવાનાં કારણો.
૧ – શ્રી શત્રુંજ્ય :– જે સ્થાનમાં રહી આરાધના કરતાં જે તીર્થના પ્રભાવે બાહ્ય અને અત્યંતર શત્રુનો જ્ય થાય માટે આ પર્વતનું નામ “શત્રુંજ્ય” થયું.
-
૨ – બાહુબલી :– બાહુબલી નામના મુનિ ૧૦૮ ની સાથે આ પર્વતપર સિદ્ધિપદને પામ્યા હતા. માટે આ ગિરિનું નામ “બાહુબલી” થયું.
૩ – મરુદેવ :– મારવાડની ભૂમિમાં વરસાદ સરખો. જેમ વરસાદ તૃષ્ણા ને ઘામ ભાંગે છે તેમ જેના સેવનથી વિષય પિપાસા મટી જાય તેનું ત્રીજું નામ “મરુદેવ” છે.
૪ – ભાગીરથ :– જેના પ્રભાવવડે કરીને તોફાની એવો અવિરતરૂપી રથ ભાંગી જાય છે. માટે શત્રુંજ્યનું ચોથું નામ “ભાગીરથ” છે.
૫ – રૈવતગિરિ :- શ્રી શત્રુંજ્યની પાંચમી ટૂક રૈવતગિરિ છે માટે તેનું પાંચમું નામ રૈવતગિરિ” છે. જે પંચમગતિ–મોક્ષને આપે છે.
૬ – તીર્થરાજ :– રાજા જેમ સર્વ મનુષ્યોમાં મોટો અને મનોહર હોય છે. તેમ આ ગિરિ પણ સર્વ તીર્થોમાં રાજા સમાન છે. માટે તેનું નામ “તીર્થરાજ” છે.
૭ – સિક્ષેત્ર :- અહીં આ પુણ્યભૂમિમાં કાંકરે—કાંકરે અનંતાવો સિદ્ધ થયા છે. માટે તેનું સાતમું નામ “સિદ્ધક્ષેત્ર” છે.
૮ – કામુક :- જે ગિરિરાજને કરેલો પ્રણામ જે ઇચ્છિત વસ્તુઓને આપે છે. અને જેને સેવતાં સુખ ઊપજે માટે આઠમું નામ “કામુક” છે.
-
૯ – ઢંક :– સૂર્યયશા રાજાના પુત્ર આદિત્યકાંત એક લાખ જીવો સાથે પોતાના મૂળભૂત આત્મગુણને પામ્યા. તેથી તેનું નામ “ૐક" થયું.
૧૦ – કપર્દા :- કયક્ષ સાવધાન થઇને રોજ જેની સેવા કરે છે. રોજ જેના ગુણગાન ગાય છે. માટે શ્રી શત્રુંજ્યનું દશમું નામ “કપર્ધા” છે.