Book Title: Shatrunjay Kalpa Vrutti Part 02
Author(s): Shubhshil Gani, Mahabhadrasagar, Kapurchand R Varaiya
Publisher: Shraman Sthaviralay Aradhana Trust
View full book text
________________
શ્રી શત્રુંજય શાશ્વતો છે તેનાં કારણો
આમ આ બધા જીવોને મોક્ષે જવાનું કારણ બનતો શ્રી શત્રુંજ્ય શાશ્ર્વતો કેમ ન હોય ? આત્મા શાશ્વત છે. સિદ્ધપણું પણ શાશ્વત છે. તો પછી શાશ્ર્વતપદને અપાવનાર શ્રી ગિરિરાજ શાશ્ર્વત કેમ ન હોય ? છે જ.
૧
-
૮ – આપણા ગ્રંથોમાં એવું વાંચવા મલે છે કે આવતી ચોવીશીના ચોવીશે તીર્થંકર ભગવંતો અહીંની ભૂમિમાંથી મોક્ષે જવાના છે. આ પણ તેના શાશ્ર્વતપણાની હાજરી પૂરે છે.
૯ – આ વર્તમાન ચોવીશીના ચોવીશે તીર્થંકરો પણ અહીં પધાર્યાજ છે. તે પણ તેના પવિત્રપણાની અને શાશ્વતપણાની કબૂલાત છે.
૧૦ – ચૌદે ક્ષેત્રમાં ને ત્રણે ભુવનમાં જે બધાંય તીર્થો છે. તેમાં આ તીર્થ ઉત્તમોત્તમ છે. એમ મહાવિદેહમાં શ્રી સીમંધર સ્વામીએ ઇન્દ્ર મહારાજાને ક્યું હતું. હવે તમે જાતેજ વિચારો કે જ્યાં સદાય ચોથો આરો વર્તે છે. જ્યાં સદાય કાયમ માટે તીર્થંકર ભગવંત વિચરતા હોય. જયાં કાયમ માટે મોક્ષમાર્ગ ચાલુ છે, એવા મહાવિદેહ ક્ષેત્રમાં બિરાજમાન એવા શ્રી સીમંધર સ્વામીએ આમ આ તીર્થનો આટલો બધો મહિમા કેમ ગાયો હશે ? તેથી ચોક્કસ આ ગિરિરાજ શાશ્વત હોવોજ જોઇએ.
ઇ અનેરો જગ નહિ, આ તીરથ તોલે;
એમ શ્રીમુખે હર આગળે, શ્રી સીમંધર બોલે
આવાં બધાં કારણો વિચારતાં શ્રી શત્રુંજય તીર્થ હતું – છે – અને સદાને માટે રહેશે. માટેજ શાશ્વત છે. આ રીતે વધુ વિચાર કરતાં શ્રી શત્રુંજ્ય શાશ્ર્વતો છેજ તેવા બીજા પોઇન્ટો જરુર મલશે. એટલે આરાધક આત્માએ જાતેજ ખોજ કરવી. તેથી તેને નવા પોઇન્તે મલશે. અને તેની શ્રદ્ધામાં પણ જરુર વધારો થશે.