Book Title: Shatrunjay Kalpa Vrutti Part 02
Author(s): Shubhshil Gani, Mahabhadrasagar, Kapurchand R Varaiya
Publisher: Shraman Sthaviralay Aradhana Trust

View full book text
Previous | Next

Page 484
________________ શ્રી શત્રુંજ્ય શાશ્વતો છે તેનાં કારણો ૯૩૯ ત્રીજા દિવસે પોષ સુદ – સાતમના જ્યારે બપોરના ૧ વાગે તેમની સ્મશાન યાત્રા નીકળી ત્યારે રોડની બને બાજુ હજારો ભાવિકે અને લોકો શાંત ચિતે – અદબપૂર્વક – ગંભીર પણ – સ્વર્ગસ્થનાં અંતિમ દર્શન માટે ને અંજલિ આપવા માટે લાઈનસર ઊભા હતા. અને બધા મનમાં વિચાર કરતા હતા કે શું રાખ્યુંજયનો આ અભિષેક કરનારા પુણ્યાત્મા ચાલી ગયો? પાલિતાણા ગામના માણસોએ એમ ક્યું કે આ ગામના રાજાને પણ આવું માન નહોતું મળ્યું. આટલું માણસ ક્રાપિ પણ જોવા મળ્યું નથી. આ સ્વર્ગસ્થ આત્મા આપણે સહુને આવાં કાર્યો કરવા માટે પ્રેરણા આપી ગયો. એમની યાદગીરીમાં સૂપ રચાશે. અને આ ઉદ્ધારનું સ્વતંત્ર પુસ્તક વિવેચન સાથે લખાશે. આ લેખમાં તો તેની ટૂંક નોંધ જ ઉતારવામાં આવી છે. શ્રી શત્રુંજય શાશ્વતો છે તેનાં કારણો ૧- પ્રાથે એ ગિરિ શાશ્વતો. રહેશે કાલ અનંત આ દુહાની પંક્તિમાં જે “અનંત " શબ્દ વપરાયો છે, તેજ એના શાશ્વતપણાની ઝળહળતી સાબિતી છે. જગતમાં રહેલા શાસ્વત પદાર્થોની જેમ આ શત્રુંજય તીર્થ શાસ્વત છે. મેરુપર્વત વગેરે જેમ શાશ્વત છે તેમ. ૨– અવસર્પિણીના દરેક આરામાં તેનું પ્રમાણ ઘટતું બતાવ્યું છે. તેજ રીતે આવતી ઉત્સર્પિણીમાં તેનું પ્રમાણ વધતું બતાવ્યું છે. પણ તેનો સર્વથા નાશ નથી બતાવ્યો. આજ શ્રી શત્રુંજયના શાશ્વતપણાનું સબળ કારણ ને પ્રમાણપત્રક છે. ઉત્સર્પિણી વધતો કો, એ વિમળ ગિરિરાજ; સુરસરિતા પરે શાશ્વતો, નમતાં અક્ષયરાજ ય યાત્રા . ઘટત ષટ અવસર્પિણી આરકે ચઢત તિમ ઉત્સર્પિણી વાર;

Loading...

Page Navigation
1 ... 482 483 484 485 486 487 488