Book Title: Shatrunjay Kalpa Vrutti Part 02
Author(s): Shubhshil Gani, Mahabhadrasagar, Kapurchand R Varaiya
Publisher: Shraman Sthaviralay Aradhana Trust

View full book text
Previous | Next

Page 482
________________ સોહામણા શત્રુંજયના - અલૌકિક અભિષેક્નો – આ ઈતિહાસ ૯૩૭. વી. વી. કુમારપાલભાઈ કરતા હતા. શાસનનાં મોટાં કાર્યોમાં કુમારપાલભાઈનો ફાળો અચૂક હોય જ. પૂ. સાધુ-સાધ્વી ભગવંતો માટે શ્રી શત્રુંજય વિહાર અને ચંદ્રદીપકમાં ભક્તિનું અદભુત રસોડું ચાલું હતું. અને આ પ્રસંગે પધારેલા મહેમાનો અને સ્વયંસેવકો માટે પનામ્પામાં મોટા પાયે રસોડું ચાલતું હતું. - દરેક પ્રસંગે રજનીકાંતભાઈ સહુને હાથ જોડીને એમજ કહેતા હતા કે તમે સગવડે કરો. પૈસાની સામે નજ જોશો. આવી ભાવનાથી પ્રેરાઈને સહુએ યથાશક્ય સહાય ને સેવા કરી છે. જે આ પ્રસંગ સહુના માટે ચિરસ્મરણીય બની રહેશે. અભિષેન્ના દિવસોમાં વાતાવરણને ગુંજતું કરવા માટે ગામના અને આજુબાજુનાં ગામડાંઓમાંથી ૮O, ઢોલીવાળા ભાઈઓને બોલાવવામાં આવ્યા હતા. જેનું સહુને આકર્ષણ હતું. અહીં અભિષેન્ના દિવસોમાં બે મોટા વરઘોડા નીલ્યા હતા. પહેલા વરઘોડામાં ગજપદકુંડનું પાણી જે કાવડમાં લાવ્યા હતા તે, અને દરેક ગ૭ના સ્વર્ગસ્થ ગચ્છાધિપતિઓના આશીર્વાદરૂપ આવેલા વાસક્ષેપના પાંચ રંગના વાટવાઓ. તથા – ૮૦૦ ઢોલીઓ . આ બધી વસ્તુઓ સહુના માટે નહિ જોયેલું – જાણેલું ને સાંભળેલું હતું. અને બીજો વરઘોડે જે તીર્થ લો – ઔષધિઓ –અને અભિષેક કરનાર બે પુણ્યાત્માઓ એક રજનીકાંતભાઈ તથા શ્રી શાંતિચંદભાઈનો સહકુટુંબ હતો. તે વરઘોડો સીધો ઉપર જ દાદાના દરબાર સુધી પહોંચવાનો હતો. તે પ્રસંગનું દય અધ્ય ને અકથનીય હતું. શ્રી ગિરિરાજના અભિષેક માટે તીર્થો ને નદીઓનાં જલો જે લાવેલાં હતાં. અને અભિષેક માટે જે અમૂલ્ય ઔષધિઓ મંગાવેલી હતી. તે બધી વસ્તુઓને - ૧૦૮ - તીર્થદર્શન સમવસરણ મંદિરના પ્રાંગણમાં એક વિશાળ પધ સરોવર બનાવીને તેમાં ભેગી કરવામાં આવી હતી. આ રીતે અભિષેકનું જલ તૈયાર કરવામાં આવ્યું હતું. આ તીર્થજલોમાં સુગંધી દ્રવ્યો ભેગાં કરવાથી સાક્ષાત પધસરોવરની ભાવના પ્રગટ થતી હતી. સાથે સાથે છેલ્લો ઉદ્ધાર કરનાર કર્માશાની મનોહર રચના પણ ત્યાં બનાવવામાં આવી હતી. પદ્મસરોવરમાંથી અભિષેકનું પાણી લઈને તે વરઘોડે જ્યારે ઉપર પહોંચ્યો. ત્યારના આનંદનુંને દેખાવનું વર્ણન થઈ શકે તેવું ન હતું. ફક્ત જોનારા જ અનુભવી શકતા હતા. આમ આ ગિરિરાજનો સંપૂર્ણ અભિષેક -૧૯૩૯ – વર્ષ પછી થયો. તેટલાં વર્ષો પહેલાં વિ. સં – ૧૦ – માં જાવડશાહે શ્રી શત્રુંજ્યનો ઉદ્ધાર કરાવીને તેવો અભિષેક કર્યો હતો તેવું પ્રાચીન પુસ્તકો બોલે છે. આમ છેલ્લાં સેંકડે વર્ષોમાં નહિ થયેલા અને નહિ થનાર એવા અભિષેકને કરવાનું પુણ્ય બંધવ બેલડી જેવા

Loading...

Page Navigation
1 ... 480 481 482 483 484 485 486 487 488