Book Title: Shatrunjay Kalpa Vrutti Part 02
Author(s): Shubhshil Gani, Mahabhadrasagar, Kapurchand R Varaiya
Publisher: Shraman Sthaviralay Aradhana Trust

View full book text
Previous | Next

Page 480
________________ સોહામણા – શત્રુંજ્યના – અલૌકિ અભિષેક્નો – આછો ઇતિહાસ કારણ કે આવું કાર્ય ક્વચિત જ જોવા મલે છે. તેમાંથી–૮– આચાર્યભગવંતો આ પ્રસંગે પધાર્યા હતા. તેમજ પોતાના પુણ્યના ભાથામાટે અને પ્રસંગને જોવા જાણવા માટે – ૨૦૦૦ થી રપ∞, પૂ. સાધુ સાધ્વી ભગવંતો પણ પધાર્યાં હતાં. ૫ રજનીકાંતભાઇએ સહુ ગુરુ ભગવંતનો આ કાર્યમાં સહકાર માંગ્યો હતો અને મળ્યો હતો. માટે દરેક ગચ્છ અને દરેક સમુદાયના સ્વર્ગસ્થ ગચ્છાધિપતિઓની આશીર્વાદ આપતી પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિઓ બનાવી હતી. ને ત્યાં મૂક્વામાં પણ આવી હતી. અને આ પ્રસંગને જોવા જાણવા ને અનુભવવા માટે ગામોગામથી ૭૦- થી –૭૫ હજાર સાધર્મિક શ્રાવક-શ્રાવિકાઓ પધાર્યાં હતાં. તેમાં કેટલાક જીવોએ અભિષેક કરી લાભ લીધો. કેટલાક જીવોએ સેવા કરીને સેવા દ્વારા લાભ લીધો. કેટલાક જીવોએ અનુમોદના કરીને પોતાના જીવનને ધન્ય બનાવ્યું. કેટલાક જીવો તો પોતાની જીભે એમ બોલ્યા કે જો આપણે ન આવ્યા હોત તો સાંભલ્યા પછી પસ્તાવોજ થાત. અને જેઓ નથી આવી શક્યા તેઓ આજે સાંભળીને મનમાં પસ્તાવો કરે છે કે ખરેખર આપણે રહી ગયા. આમ અહીં પધારેલા પ્રત્યેક પુણ્યાત્માઓ અભિષેક્ની ભાવનાથી ભીંજાયા. આ ગિરિરાજના સંપૂર્ણ અભિષેક માટે જે ઔષધિઓ અને જુદી જુદી નદીઓનાં પાણી લવાયાં હતાં તે તો અપૂર્વજ હતાં છતાંય તેને લાવવાની – ભેગી કરવાની ભાવના હતી. તે તો તેના કરતાંય અપૂર્વજ હતી. અને અઢાર અભિષેક કરવા માટે જે કિમતી દ્રવ્યો લાવ્યા હતા તેની કિમત સાંભળતાં આપણાથી અ-ધ-ધ-ધ- થઇ જાય તેવું હતું. આ બધામાં આપણે નિ:શંક એમ વું જ પડશે કે શ્રી શત્રુંજ્ય પ્રત્યેની ભક્તિમાં રજનીકાંતભાઈનો સમર્પણભાવ એવો ખીલી ઊઠ્યો હતો કે આ બધી વસ્તુઓ તેઓને સામાન્ય જ લાગતી હતી. તેઓ દરેક કાર્યમાં કાર્યકર ભાઇઓને એમજ કહેતા હતા કે તમે સૌ ઉલ્લાસથી કામ કરો. પૈસાની સામે ન જોશો. તે જ ભાવનાથી આવા અપૂર્વ પ્રકારના કાર્યનું સાંગોપોગ સર્જનને પૂર્ણાહુતિ થઇ. આ કાર્યની જાત દેખરેખ માટે પોતે જાતે −૧૦ ૧૫- દિવસે અચૂક પાલિતાણા પધારતાજ હતા. પછી જેમ જેમ અભિષેક્ના દિવસો નજીક આવતા ગયા તેમ તેમ રોજ રોજ પેપરો દ્વારા નવી નવીજાહેરાતો મૂક્તા જ ગયા. અને સહુ ભાવિકો તેને ઝીલતા જ ગયા. તેનું સાચું પરિણામ આપણે સહુએ છેલ્લા ત્રણ દિવસોમાં જાતે જોયું ને અનુભવ્યું. પોષ સુદ-૫-૬–૭– ના થનારા આ ગિરિરાજના અભિષેકમાં મારા વીર સૈનિક્ભાઇઓએ તો રંગ રાખ્યો છે.

Loading...

Page Navigation
1 ... 478 479 480 481 482 483 484 485 486 487 488