Book Title: Shatrunjay Kalpa Vrutti Part 02
Author(s): Shubhshil Gani, Mahabhadrasagar, Kapurchand R Varaiya
Publisher: Shraman Sthaviralay Aradhana Trust
View full book text
________________
શ્રી શત્રુંજય-લ્પત્તિ-ભાષાંતર - પૂર્તિ
૯૩૪
છેલ્લાં થોડાંક વર્ષોમાં તેમનું જીવન વધુ ને વધુ ધર્મના રંગે રંગાતું જ ગયું. તેમણે તેમના જીવન દરમ્યાન-નામી અનામી-જાહેર ને ગુપ્ત એવાં ધર્મનાં ઘણાં કાર્યો ક્યાં હતાં.
ત્રણચાર મિત્રોએ મલીને મુંબઈ ચોપાટી–બાબુલનાથમાં એક નાનકડું Mાંયે રમણીય જિનમંદિર બનાવ્યું હતું. ત્યારબાદ તેજ રીતે જાપાનમાં પણ એક ભવ્ય જિનમંદિર બનાવ્યું હતું. એ સિવાય પણ ધર્મભાવનાથી પ્રેરાઈને ધર્મના બીજાં ક્ષેત્રોમાં અને બહારનાં ક્ષેત્રોમાં પણ ઉદારતાથી લક્ષ્મીને છૂટે હાથે વાપરી છે. ઘણાં ઠેકાણે તેઓએ નામ વગરનું દાન આપેલ હતું. જેની ખબર ધીમે ધીમે તેમના દેવગત થયા પછી પડે છે. મુંબઈના પરાંઓમાં ૪૦૦ થી પ૦, મધ્યમ કુટુંબોને પ૦ થી ૧૦૦ સુધીની નિયમિત સહાય કરતા હતા.
સુરતમાં પોતાની જ્ઞાતિનાં કુટુંબ અને બહેનોને ખૂબ ખૂબ સહાય કરતા હતા. તેની ખોટ હવે સહુને લાગવા માંડી છે. તેઓ પોતે છેલ્લે આવું સુંદરકાર્ય કરવાના છે એની શુભ શરૂઆત તરીકે છેલ્લાં થોડાંક વર્ષોમાં શ્રી શત્રુંજય પ્રત્યેની ભક્તિભાવના સ્વયં સ્ફરિત થવા લાગી હતી.
આ શ્રી શત્રુંજ્યતીર્થઉપર આવા જ પ્રકારના અભિષેક્ના બે નાના પ્રસંગો તેઓએ અપૂર્વ ઉલ્લાસ ને આનંદ સાથે ઊજવેલા હતા. એક વખતે દુકાલમાં શ્રી શત્રુંજયતીર્થપર આવો અભિષેક કરતાંની સાથે જ મુશળધાર વરસાદ પડયો હતો. અને ખાલી પાણીના કુંડો પાણીથી છલકાઈ ગયા હતા. ત્યારથી જ તેમના દયમાં શ્રી શત્રુંજય પ્રત્યેની ભક્તિનું પૂર વધવા જ માંડ્યું હતું. જે છેલ્લે ગિરિરાજનો સંપૂર્ણ અભિષેક કરવામાં પરિણમ્યું હતું.
આ ગિરિરાજનો અભિષેક રજનીકાંતભાઈએ પોતે પોતાના હૈયાની શુભભાવનાથી ને પ્રેરણાથી જ ર્યો હતો. તેઓને આમાં કોઈએ પણ પ્રેરણા આપેલ ન હતી. બસ તેના હૈયામાં રોજ રોજ એજ્જ ગુંજારવ રણક્યા કરતો હતો કે હું શ્રી શત્રુંજયના મહિમાને ખૂબ ખૂબ વધારું અને તે મહિમા વધારવા માટે પહેલાં સમગ્ર ગિરિરાજને ઉત્તમ ઉત્તમ દ્રવ્યો અને બધી મોટી મોટી નદીઓનાં જલથી અભિષેક કરું આ વિચાર એમણે મનમાં ક્યો અને પછી પોતાના ધર્મના ભાગીદાર શ્રી શાંતિચંદ બાલુભાઈ ઝવેરીને વાત કરી. અને પછી એમના દરેક ધાર્મિક કાર્યમાં બોડીગાર્ડ જેવા ખાસ સાધર્મિભાઇ ચંદુભાઈ ઘેટીવાલા સાથે આ કાર્યનો વિચાર વિનિમય કર્યો. ઘણાય ગુરુ ભગવંતો અને સાધર્મિકોની સલાહ લીધી.
ત્યારબાદ તેઓએ પોતાની બધી જ તૈયારીઓ કરીને શ્રી ગિરિરાજના અભિષેક માટે જૈન સમાજમાં અભિષેક સંબંધી વાતોને વહેતી મૂકી. તેના માટેનું સાહિત્ય છપાવી ગામો ગામ રવાના ફ્યુનિક પેપરોમાં જાહેરાતો પણ આપી. અને આ કાર્યમાં સહુનો સાથ સહકાર માંગ્યો. ત્યારે સહુભાવિકભાઈબહેનો તે શુભ કાર્યને પોતાની અનુમતિના અક્ષતોથી વધાવતાં જ ગયાં.
પોતે પોતાના હૃદયમાં એવી શુભ ભાવના ભાવી હતી કે નવકારમંત્રના અડસઠ અક્ષરે હોવાથી સમુદાય અને ગચ્છના ભેદભાવ વગર આ પ્રસંગે શ્રી સિદ્ધગિરિમાં – ૬૮ – આચાર્ય ભગવંતો પધારે. તેના માટે તેઓ જાતેજ ગામોગામ વિનંતિ કરવા ગયા હતા. અને જેઓની પાસે વિનંતિ કરવા ગયા તે ગુરુ ભગવંતે તુરત જ આનંદથી હા પાડી દીધી.