Book Title: Shatrunjay Kalpa Vrutti Part 02
Author(s): Shubhshil Gani, Mahabhadrasagar, Kapurchand R Varaiya
Publisher: Shraman Sthaviralay Aradhana Trust
View full book text
________________
શ્રી શત્રુંજય-કલ્પવૃત્તિ-ભાષાંતર - પૂર્તિ
તે તીર્થેશ્વર પ્રણમિય, સમતા પાવન અંગ;
– ખ – ૭૫ –
જે તીર્થમાં શ્રી ઋષભદેવ ભગવાનનાં પગલાં પૂજતાં અંગમાં ઉપશમ અને પવિત્ર એવી સમતા આવે છે તે તીર્થેશ્વરને પ્રણામ કરીએ.
વિદ્યાધર –જક્ષ મિલે બહુ વિચરે ગિરિવર શૃંગ;
તે તીર્થેશ્વર પ્રણમિય, ચઢો નવરસ રંગ;
- ખ – ૭૬ –
વિદ્યાધરો અને યલો ટોળે મળીને વધતા નવરસના રંગ સાથે આ ગિરિવરનાં શિખરો ઉપર ફરી રહ્યા છે. તેવા તીર્થેશ્વરને પ્રણામ કરીએ.
માલતી -મોગર - કેતકી, પરિમલ – મોહ ભંગ:
તે તીર્થસ્વર પ્રણમિયે, પૂજે ભવિ જિનઅંગ
- ખ – ૭૭ –
જેની સુગંધથી ખેંચાઈને જેમાં ભમરાઓ આવે છે તેવી માલતી – મોગર ને કેતકીનાં ફૂલોવડે ભવ્ય પ્રાણીઓ શ્રી ઋષભદેવજિનની અંગ પૂજા કરે છે તેવા તીર્થસ્વરને પ્રણામ કરીએ.
અજિત જિનેશ્વર જિહાં રહ્યા, ચોમાસું ગુણ ગેહ;
તે તીર્થસ્વર પ્રણમિય, આણી અવિહડ નેહ
– ખ – ૮ –
આ અવસર્પિણીના બીજા તીર્થકર ભગવાન શ્રી અજિતનાથ પ્રભુ ગુણના સ્થાનભૂત એવા આ ગિરિરાજ પર ચોમાસું રહ્યા તેથી અંતરમાં અવિહડ એહ લાવીને આ ગિરિરાજને નમસ્કાર કરો.
શાંતિ જિનેસર સોલમા, સોળ કષાય કરી અંત;
તે તીર્થેશ્વર પ્રણમિયે, ચાતુર્માસ રહંત
–ખ –૭૯ –
આ અવસર્પિણીના સોલમા તીર્થકર ભગવાન -અનંતાનુબંધી વગેરે ચાર કષાયના સોલે ભેદનો અંત કરીને ક્વલ જ્ઞાન પામેલા તેઓ આ ગિરિરાજ પર ચોમાસું રહ્યા. તે તીર્થસ્વરને ભાવથી નમન કરીએ.
નેમિ વિના જિનવર સવે, આવ્યા છે.જિણ ઠામ,
તે તીર્થેશ્વર પ્રણમિય, શુદ્ધ કરે પરિણામ,
–ખ –૮૦ –