Book Title: Shatrunjay Kalpa Vrutti Part 02
Author(s): Shubhshil Gani, Mahabhadrasagar, Kapurchand R Varaiya
Publisher: Shraman Sthaviralay Aradhana Trust
View full book text
________________
પાલિતાણાનાં ધાર્મિક સ્થળો
ભક્તિ કરનાર “ શ્રી સિક્ષેત્ર જૈન ભોજનશાળા છે. તેમાં દિન પ્રતિદિન સુધારો ને વધારો થાય છે. ત્યારબાદ ક્લક્ત્તાવાળા પુણ્યાત્મા તારાબેન કાંકયિા તરફથી શરુ કરેલ ભક્તિનું રસોડું પણ સુંદર રીતે ચાલે છે. તેમાં લાભલેનારા પુણ્યાત્માઓ – દાન આપી. વહોરાવીને પોતાને ધન્ય માને છે ત્યારબાદ મોતી સુખિયાની ધર્મશાલા પણ ભેદભાવ વગર સાધુ–સાધ્વી અને સાધર્મિકોની ભક્તિ કરે છે. તેજ રીતે ગિરિવિહારની સંસ્થાપણ પૂ. સાધુ સાધ્વી ભગવતની બધીજ રીતે ભક્તિ ને વૈયાવચ્ચ કરે છે. ભાવિક યાત્રિકો પણ અહીં આવી પોતાની શક્તિ ને સમજ પ્રમાણે ઓછી વની ભક્તિ કરે જ છે.
૯૩૧
વધુમાં મુંબઇ પાયધુની ગોડીજીના ઉપાશ્રયના ક્યિાકારકોનું મંડલ દરવર્ષે ચોમાસામાં ચાર મહિના. થોડાક યાત્રિકો સાથે ચંદ્રદીપક ધર્મશાલામાં ભક્તિનું રસોડું ચલાવે છે તેની ભક્તિ ને વ્યવસ્થા જોવા જેવી છે, જોયા પછી લાભ લેવાનું મન થશે જ. પૂ. સાધુ. સાધ્વી મ. ની ભક્તિ કરનારા ભાવિકોએ અને સંસ્થાઓએ આ ત્રણચાર નિયમો ખાસ પાળ વા જેવા છે.
(૧) રસોડામાં સહુના માટે એક્જ રસોઇ બને, મહેમાનો માટે અલગ રસોઇ નજ બનવી જોઇએ.
(૨) પૂ. સાધુ – સાધ્વી ભગવંતને વહોરાવવાની રસોઇ ચાખીને વહોરાવવી જોઇએ.
-
(૩) પૂજ્ય સાધુ – સાધ્વી ભગવંત ગમે તે ગચ્છ અથવા ગમે તે સમુદાયનાં હોય પણ બધાંને માટે વહોરાવવાનું એક સરખું જ હોવું જોઇએ.
(૪) અને છેલ્લે ખાસ વૃદ્ધ ને સ્થિરવાસ થયેલાં કાયાથી શિથિલ થયેલાં વાપરી શકે તેવો જ આહાર ખાસ વહોરાવવો. આ રીતે ભક્તિ કરતાં બન્ને આત્માઓને આરાધનાનું સુંદર ફળ મળશે.
આપણા વડીલો પહેલાં પાલિતાણા યાત્રા કરવા આવતા હતા ત્યારે ત્રણ દિવસ અચૂક રોકાતા જ હતા તેમાં એક દિવસ ગિરિરાજ ઉપર દાદાની યાત્રા ને પૂજા. એક દિવસ નીચેનાં બધાંજ જિનમંદિરોનાં દર્શન અને એક દિવસ પૂ. સાધુ – સાધ્વી ભગવંતની ભક્તિ કરતા હતા. આમ કરીને તેઓ મુખ્ય બે ક્ષેત્રોની ભક્તિ અચૂક કરતા હતા.
ત્યાર પછી પૂ. સાધુ-સાધ્વી ભગવંત અને સાધર્મિકોની શારીરિક સુખાકારી માટે શ્રી શત્રુંજ્ય હોસ્પિટલ છે. જે હોસ્પિટલ સહુના આશીર્વાદ માટે બનેલ છે. તેજ રીતે ગામમાં સેવા સમાજનું દવાખાનું અને આરીસા ભવનની સામે ચતુર્વિધ સંઘ માટે ફી આયુર્વેદિક ઔષધાલય ચાલે છે. શ્રી શત્રુંજ્ય હોસ્પિટલ મહિનામાં એક્વાર રવિવારે દરેક જાતના ડોક્ટરો લાવીને કેમ્પો કરે છે. અને સહુના આશીર્વાદ મેળવે છે.
દરેક ધર્મશાલા પોતાની શક્તિ સગવડ ને નિયમ પ્રમાણે યાત્રાળુઓની સગવડ સાચવે છે. તેજ રીતે શેઠશ્રી આણંદજી ક્લ્યાણજીની પેઢી પણ ચતુર્વિધ સંધની દરેક સુવિધા સાચવવા માટે યથાશક્ય પ્રયત્ન કરે છે.