Book Title: Shatrunjay Kalpa Vrutti Part 02
Author(s): Shubhshil Gani, Mahabhadrasagar, Kapurchand R Varaiya
Publisher: Shraman Sthaviralay Aradhana Trust

View full book text
Previous | Next

Page 474
________________ મોતીશ શેનો જલ-જાવાનો-વરઘોડો લ ઘણું ધૂપ ઘટા ગગને ચાલે, વલી નવલાં નવ નવાં વેશ, તિરથ – ૧૫ – શેઠ સાજન મોટાં સંચર્યા, બાલાભાઈ– તિકમભાઈ સાથ, તિરથ – ૧૬ – ચામર ઢલેસી પાલખી, મહિ બેઠા જગતના નાથ, તિરથ – ૧૭ – કરજોડિ કરે સહુ વંદના, પ્રભુ રહેજો હઈડા પાસ, તિરથ - ૧૮ - દેવ દેવી મલી ગગને સવિ, તલ પડવાનો આક્સાક, તિરથ - ૧૯ - હાથી – ઘોડા વલી પાલખી, ગાડાં વહેલાંનો નહિ પાર, તિરથ - ૨૦ - ટોપીવાલો હક્લક જોઈ હરખીયો, વરઘોડે ચાલ્યો પોલબાર, તિરથ – ૨૧ - વડ શીતલ છાયા ચાલતા, સહુ પોહોતા વાડી મઝાર, તિરથ – રર – વરધોડે તિહાં જઈ ઉત્તરીયો, દેવકૂતરીયા તેણીવાર – તિરથ – ૨૩તસ આપે અનુક્રમે બકુલા, ભણે મંત્રી આગમ ઉપવાસ, તિરથ - ૨૪ - વિધિ જાણ્યા શ્રાવક વિધિ સાચવે, નવિ ભૂલ પડે લવ લે, તિરથ – ૨૫ - જલ કુંભ ભરી શ્રીફળ વી, શિર ધરેરે સુહાગણ નાર, તિરથ – ર૬ વલીઓ વરઘોડે શહેરમાં, ઊતરીયો પ્રભુ દરબાર, તિરથ – ર૭ – રાત્રિજગો પૂજા પરભાવના – સાચવી સક્ત વિવેક – તિરથ – ૨૮ શુભવીર પ્રભુના શાસન, શેઠ ધરતાં ધરમની ટેક, તિરથજલ લાવે છે. આ ર૯ આ જલજાત્રાના વરઘોડાનું કાવ્ય જૂના હસ્તલેખિત પાનામાંથી પ્રાપ્ત થયેલ છે. અને તે મુંબઈ ભાયખાલાના દેરાસરની પ્રતિષ્ઠા પ્રસંગે બનાવેલ હોય તેમ લાગે છે.

Loading...

Page Navigation
1 ... 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488