Book Title: Shatrunjay Kalpa Vrutti Part 02
Author(s): Shubhshil Gani, Mahabhadrasagar, Kapurchand R Varaiya
Publisher: Shraman Sthaviralay Aradhana Trust
View full book text
________________
૭૨
શ્રી શત્રુંજય-કલ્પવૃત્તિ-ભાષાંતર - પૂર્તિ
મંત્ર-યોગ અંજન સવે (સર્વે), સિદ્ધ હુએ જિણઠામ;
તે તીર્થેશ્વર પ્રણમિયે, પાતારી નામ.
– ખ – ૬૫ –
આ ગિરિરાજના પ્રભાવથી – મંત્રો – યોગો – અંજનો એવી બધી વસ્તુઓ અહીં સિદ્ધ થાય છે. આથી આ ગિરિરાજનું પાતહારી એવું નામ થયું છે. આવા આ તીર્થરાજને પ્રણામ કરીએ.
સુમતિ સુધારસ વરસતે, કર્મ દાવાનલ શાંત;
તે તીર્થેશ્વર પ્રણમિયે, ઉપશમ રસ ઉલસંત;
આ તીર્થની સાન્નિધ્યતામાં સદ્બુદ્ધિરૂપ અમૃતરસનો વરસાદ વરસતાં આપણા આત્મામાં રહેલો કર્મરૂપી દાવાનલ શાંત થાય છે. અને તેનો આત્મા અંદરથી પ્રશાંત થાય છે. તે તીર્થેશ્વરને પ્રણામ કરો.
શ્રુતપર – નિત નિત ઉપદિશ, તત્ત્વાતત્ત્વ વિચાર;
તે તીર્થેશ્વર પ્રણમિયે, ગ્રહે ગુણયુત શ્રોતાર,
શાસ્ત્રના અર્થોને પામેલા એવા ગીતાર્થ ગુરુદેવો તીર્થના ગુણોને સમજનારા એવા શ્રોતાઓને તત્ત્વ અને અતત્ત્વનો વિષય સમજાવે છે. તે તીર્થેશ્વરને ભાવથી પ્રણામ કરીએ.
પ્રિય મેલક ગુણ ગણતણું, કીરતિ કમલા સિંધુ;
તે તીર્થેશ્વર પ્રણમિયે, કલિકાલે જગબંધુ;
– ૫ – ૬૮ –
આ શ્રી શત્રુંજય તીર્થ ગુણોના સમૂહને મેળવી આપનાર પ્રિય મેલક્તીર્થ છે. વળી કીર્તિરૂપી લક્ષ્મી માટે સમુદ્ર જેવું છે. અને કલિકાલમાં બધીરીતે સહાય કરનાર બંધુ – ભાઇ સરખું છે તે તીર્થેશ્વરને હે ભવ્યો ! તમે નમસ્કાર કરો.
– ખ – ૬૬ –
– ખ – ૬૭ –
શ્રી શાંતિ તારણ તરણ – જેહની ભક્તિ વિશાલ;
તે તીર્થેશ્વર પ્રણમિયે, દિન દિન મંગલમાલ;
જે તીર્થની વિશાળ ભક્તિ લક્ષ્મીને શાંતિ કરનાર છે. અને સંસાર સમુદ્રથી તારનારી છે. તેથી દિવસે દિવસે મંગળની માળારૂપ તે તીર્થેશ્વરને પ્રણામ કરીએ.
શ્વેત ધજા જસ લહતી; ભાખે ભવિને એમ;
– [ – ૬૯ –