Book Title: Shatrunjay Kalpa Vrutti Part 02
Author(s): Shubhshil Gani, Mahabhadrasagar, Kapurchand R Varaiya
Publisher: Shraman Sthaviralay Aradhana Trust
View full book text
________________
શ્રી શત્રુંજય ગિરિરાજનાં-૧૮- ખમાસમણના-૧૪-દુહાઓ અર્થ સાથે
કરીને શિવપુરમાં પહોંચ્યા છે. તેથી તે તીર્થેશ્વરને પ્રણામ કરો.
જગ જોતાં તીરથ સવે, એ સમ અવર ન દીઠ;
તે તીર્થેશ્વર પ્રણમિયે, તીર્થમાંહે ઉકિw.
– ખ – ૬૦ –
જગતના સર્વે તીર્થોને જોતાં આના સમાન બીજું એક્ય તીર્થ નથી. તેથી આ તીર્થ સર્વતીર્થોમાં ઉત્કૃષ્ટ ચઢિ યાતું છે. તે તીર્થેશ્વરને પ્રણામ કરો.
ધન્ય ધન્ય સોરઠ દેશ જિહાં, તીરથ માટે સારી
તે તીર્થેશ્વર પ્રણમિય, જનપદમાં શિરદાર; - ખ – ૬૧ - જગતનાં બધા દેશોમાં આ સોરઠ (સૌરાષ્ટ્ર)ને ધન્યવાદ છે. કારણ કે સર્વ તીર્થોમાં શ્રેષ્ઠ એવું શત્રુંજય તીર્થ જેમાં આવેલું છે. આ તીર્થનો મહિમા જગતના દેશોમાં શિરદાર– મુખ્ય છે. આવા તીર્થેશ્વરને પ્રણામ કરીએ.
અહોનિશ આવત હૂંફડા, તે પણ જેહને સંગ;
તે તીર્થેશ્વર પ્રણમિયે, પામ્યા શિવવધુ રંગ.
– ખ – ૬૨ -
આ તીર્થના ઉત્તમપણાને લીધે પ્રાણીઓ જેની નજીક આવે છે. અને એની સાનિધ્યતામાં રહીને આરાધના કરીને શિવવધૂના રંગ – આનંદની પ્રાપ્તિ કરે છે તે તીર્થેશ્વરને ભાવથી પ્રણામ કરીએ.
વિરાધક જિન આણના, તે પણ હુવા વિશુદ્ધ,
તે તીર્થધ્વર પ્રણમિયે પામ્યા નિર્મલ બુદ્ધ..
- ખ - ૬૩ -
જે પ્રાણીઓએ તીર્થંકર પરમાત્માની આજ્ઞાનો ભંગ ક્ય હોય તેવા વિરાધક આત્માઓ પણ આ તીર્થના પ્રભાવે વિશુદ્ધ થઈને નિર્મલ બુદ્ધિ પામ્યા છે. તે તીર્થસ્વરને હે ભવિ જીવો ! તમે પ્રણામ કરો.
મહામ્લેચ્છ શાસનરિપુ તે પણ હુવા ઉપશાંત;
તે તીર્થેશ્વર પ્રણમિયે, મહિમા દેખી અનંત; - ખ – ૬૪ – જેઓ મહાપ્લેચ્છ અને શાસનના શત્રુ હતા તેઓ પણ આ ગિરિરાજનો અનંત પ્રભાવ જોઈને શાંત સ્વભાવ વાળા થઈ ગયા છે. એવા પરમપ્રભાવક તીર્થેશ્વરને પ્રણામ કરે.