Book Title: Shatrunjay Kalpa Vrutti Part 02
Author(s): Shubhshil Gani, Mahabhadrasagar, Kapurchand R Varaiya
Publisher: Shraman Sthaviralay Aradhana Trust
View full book text
________________
શ્રી શત્રુંજયના થયેલા ઉારો – શ્રી શત્રુંજ્ય ઉત્તર રાસના આધારે
(૩) એકસો સાગરોપમ ગયા પછી વિદેહમાં શ્રી તીર્થંકર પ્રભુ પાસે શ્રી સિદ્ધગિરિનો મહિમા સાંભળીને શ્રી શત્રુંજ્યનો ત્રીજો ઉદ્ધાર કર્યો.
૮૭૩
(૪) એક કોડી સાગર ગયા પછી ચૈત્યો જીર્ણ થયેલાં જોઇને ચોથા દેવલોના ઇન્દ્ર માહેન્દ્ર શ્રી શત્રુંજયનો ચોથો ઉદ્ધાર કર્યો.
(૫) ત્યાર પછી દશ કોડી સાગર ગયા પછી બ્રહ્મેન્દ્રે શ્રી શત્રુંજયનો પાંચમો ઉદ્ધાર કર્યો.
(૬) ત્યાર પછી એક ક્રોડ લાખ સાગરના આંતરે ભવનપતિના ઇન્દ્ર ચમરેન્દ્ર શ્રી શત્રુંજ્યનો છો ઉદ્ધાર ર્યો.
(૭) પચાસ લાખ બ્રેડ સાગરોપમનો સમય શ્રી આદિનાથ ભગવાન અને અજિતનાથ ભગવાનના વચલા સમયના આંતરાનો છે. તે સમયમાં જે નાના નાના ઉદ્ધારો થયા તેનો તો કહેતાં પાર પણ નથી આવતો. શ્રી અજિતનાથ ભગવાનના કાકાનો છોકરો સગરનામે બીજો ચક્વર્તી હતો. તેણે ઇન્દ્રના વચનથી પુત્રના મરણની ચિંતા છોડી દીધી. અને ભરતની જેમ સંઘવી થઈને શ્રી શત્રુંજયગિરિની યાત્રાએ ગયો, ભરતે બનાવેલા સુવર્ણના પ્રાસાદ અને મણિમય બિંબો જોઇને આનંદ પામ્યો. અને પૂર્વજોનું નામ સંભાર્યું. પછી અવસર્પિણીનો પડતો કાલ હોવાથી રખે કોઇ પ્રતિમા વગેરેનો વિનાશ કરે માટે પશ્ચિમ દિશામાં રહેલી સુવર્ણ ગુફામાં તે રત્નબિંબો ભંડારી દીધાં, અને ફરીથી રૂપાનાં મંદિરે કરાવીને સુવર્ણનાં બિંબો સ્થાપીને શ્રી શત્રુંજ્યનો સાતમો ઉદ્ધાર કરાવ્યો.
સગર ચક્રવર્તીના સમયમાં પચાસ કોડી – પંચાણું લાખ અને પંચોતેર હજાર આટલા રાજાઓ શ્રી શત્રુંજ્યની યાત્રા કરનારા અને કરાવનારા સંઘપતિ થયા હતા.
(૮) શ્રી અભિનંદન સ્વામીના ઉપદેશથી વ્યંતરેન્દ્રે શ્રી શત્રુંજયનો મનોહર એવો આઠમો ઉદ્ધાર કર્યો.
(૯) શ્રી ચંદ્રપ્રભ સ્વામીના સમયમાં ચંદ્રશેખર રાજાના પુત્ર શ્રી ચંદ્રયશાએ ઘણા આદર અને મનના આનંદ પૂર્વક શ્રી શત્રુંજય તીર્થનો નવમો ઉદ્ધાર કર્યો.
(૧૦) શ્રી શાંતિનાથ પ્રભુના પુત્ર શ્રી ચક્રાયુધ (ચર) રાજાએ શ્રી શત્રુંજ્યતીર્થનો દશમો ઉદ્ધાર કર્યો.
(૧૧) શ્રી મુનિસુવ્રત સ્વામીના સમયમાં દશરથરાજાના પુત્ર શ્રી રાજા રામે શ્રી શત્રુંજ્યતીર્થનો અગિયારમો ઉદ્ધાર કરાવ્યો. તેમાં શ્રી શાંતિનાથ પ્રભુનું મનોહર મંદિર બનાવરાવ્યું.
(૧૨) શ્રી નેમિનાથ ભગવાનના સમયમાં પાંચ પાંડવોએ શ્રી શત્રુંજ્ય તીર્થનો બારમો ઉદ્ધાર કરાવ્યો. તેમાં તેઓએ ઉત્તમ જાતિનાં કાષ્ઠ એટલે લાકડાંનું મંદિર બનાવરાવ્યું હતું. અને લેખમય પ્રતિમા બનાવી હતી. પાંચ – પાંડવો અને વીર ભગવાનના વચલા સમયનું આંતરું ચોરાશી હજાર વર્ષનું હતું. અને વીરભગવાનથી વિક્રમરાજા ચારસોને સિત્તેર વર્ષે થયો હતો.
(૧૩) વિક્રમ રાજા પછી – ૧૦૮ – વર્ષે જાવડશા શેઠ થયા. અને તેમણે શ્રી શત્રુંજ્યનો તેરમો ઉદ્ધાર કરીને શ્રી આદિનાથ પ્રભુને સ્થાપન ર્યાં, પાંચ પાંડવો અને જાવડશાના વચલા સમયમાં પચાસ બ્રેડ – પંચાણું લાખ – પંચોત્તેર હજાર રાજાઓ સંઘવી બનીને શ્રી શત્રુંજ્ય તીર્થની યાત્રા કરી અને સાધર્મિકોને કરાવી.