Book Title: Shatrunjay Kalpa Vrutti Part 02
Author(s): Shubhshil Gani, Mahabhadrasagar, Kapurchand R Varaiya
Publisher: Shraman Sthaviralay Aradhana Trust
View full book text
________________
૮૮૬
શ્રી શત્રુંજય-પવૃત્તિ-ભાષાંતર - પૂર્તિ
બાલાવસહીની ક
ઘોઘા બંદરના રહીશ શેઠશ્રી દીપચંદ ક્લ્યાણજીએ વિ. સં - ૧૮૯૩ માં આ ટૂની રચના કરાવી હતી. શેઠશ્રી દીપચંદભાઇ “ બાલાભાઇ ” ના હુલામણા નામે પ્રસિદ્ધ હતા. એટલે આ ટૂને “ બાલાવસહી ” અથવા બાલાભાઇની ટૂક કહેવાય છે. આ ટૂકમાં – ૧૪૫ – આરસની પ્રતિમાઓ અને ૧૩ર – ધાતુની પ્રતિમાઓ છે. મૂળનાયક શ્રી આદિનાથ પ્રભુજી છે.
મુખ્ય મંદિર ઉપરાંત બીજા પાંચ મંદિરો આ ટ્રમાં આવેલાં છે. દાદા આદિનાથજીનું મંદિર સં -૧૮૯૩–માં શેઠે પોતેજ બંધાવેલું છે. પ્રભુજીની મૂર્તિનું પરિકર ઘણું જ ક્ળામય છે. બીજું પુંડરીક સ્વામીનું મંદિર પણ પોતેજ બંધાવેલું છે. ત્રીજું મંદિર ચૌમુખજીનું છે. આ મંદિર મુંબઇવાળા શેઠશ્રી ખુશાલચંદના ધર્મપત્ની ઊજમબાઇએ સં– ૧૯૦૮ – માં બંધાવેલ છે.
-
વાસુપૂજ્ય સ્વામીનું મંદિર સં - ૧૯૧૬ – માં કપડવંજના રહીશ મીઠાભાઇ ગુલાબચંદે બંધાવ્યું છે. શ્રી અજિતનાથ પ્રભુનું મંદિર ઇલોરવાળા માનચંદ વીરચંદે બંધાવેલું છે. અને શાંતિનાથ પ્રભુનું મંદિર પુનાવાળા શાહ લક્ષ્મીચંદ હીરાચંદે બંધાવ્યું છે.
બાલાવસહીની ટૂકમાં (૧) શ્રી આદિનાથનું મંદિર. (૨) શ્રી પુંડરીક સ્વામીનું મંદિર (3) ચૌમુખજીનું મંદિર (૪) શ્રી વાસુ પૂજ્ય સ્વામીનું મંદિર (૫) શ્રી અજિતનાથનું મંદિર (૬) શ્રી શાંતિનાથનું મંદિર આ છ મંદિરો છે.
મોતીશાની ટૂક – મોતીવસહી
શ્રી શત્રુંજ્યપર બંધાયેલી ટ્રકોમાં સૌથી મોટી ટૂક આ મોતીશા શેઠની છે. આ ટૂક આજે જ્યાં બાંધેલી છે ત્યાં પહેલાં એક કુંતાસર નામની મોટી ખીણ હતી. જેને જોતાં ચકકર આવી જાય આવી મોટી – લાંબી અને ઊંડી હતી.
મુંબઇના ધનાઢ્ય વેપારી શેઠ મોતીશાહને એક નિમિત્તથી શ્રી શત્રુંજ્યપર ટૂક બાંધવાની ઇચ્છા હતી. પણ