Book Title: Shatrunjay Kalpa Vrutti Part 02
Author(s): Shubhshil Gani, Mahabhadrasagar, Kapurchand R Varaiya
Publisher: Shraman Sthaviralay Aradhana Trust
View full book text
________________
આવશ્યક સૂચનાઓ
૮૯૩
૧૧ – પાલિતાણામાં યાત્રાએ પધારીને રાત્રિભોજન – અભક્ષ્ય ભક્ષણ કે દમૂલ નજ ખાતાં, પુણ્ય કરતાં પહેલાં પાપથી જરુર બચો.
૦ અમારી ભલામણ અને તમારો સહકાર એ આપણા બધાંની શોભા છે. લિ. શાસ્ત્રકાર ભગવંતોની આજ્ઞાથી રોશ્રી આણંદજી લ્યાણજીની પેઢી – પાલિતાણા
ਲਾਲਾ ਲਾਲਾ ਲਾਜਲਾਲਾਬਾਦਲਾਲਾਬਾਦਲਾਲਾ ਲਾਲਾ
ਲਾਲਾ ਲਾਲਾ ਲਾਣਾ
આવશ્યક સૂચનાઓ વિવેચન ને સમજૂતી સાથે
જગતમાં દરેક સ્થલે ને દરેક કાર્યમાં આપણને સૂચનાઓ વગર ચાલતું જ નથી જુઓ મકાનમાં – બજારમાં - રતાપર – પુલપર – ટ્રેનમાં – બસમાં – પ્લેનમાં – સ્કૂલમાં- બોડિગમાં – ભોજનશાળામાં – ખાનગૃહમાં - સંડાસ અને બાથરુમમાં એમ દરેક કાણે સૂચનાનાં બોડૅ અવશ્ય મુકાયેલાં હોય છે. તો પછી આપણા આ પરમ પવિત્ર તીર્થમાં ભાવિક આત્માઓને આશાતનાથી બચવા માટે સૂચનાઓ કેમ ન જોઈએ?
(૧) આપણા ગામથી સેંકડો માઈલની તક્લીફ્લાળી મુસાફરી કરીને અહીં આવ્યા, પછી શું તમે યાત્રા કરવા માટે ગિરિરાજની સન્મુખ એક બે ક્લિોમીટ પણ નહિ ચાલી શકો? શું તમારા હૈયામાં ગિરિરાજ માટે એટલો પણ ભાવ નથી? પિકનિક પોઈન્ટ પર અથવા હરવા ફરવાના સ્થળપર જાઓ ત્યારે બે પાંચ ક્લિોમીટર નથી ચાલતાં? માટે આટલું તો જરુર ચાલે જ (અનુભવ મેળવો) જુઓ ભાઈ! કાયાની તક્લીફ વગર ધર્મ નહિ થાય ને કમો નહિ ખપે ? તેથી જ તેને યાત્રા કહેવાય છે. યા-જે ત્રા- રક્ષણ કરે, જે ભવથી રક્ષણ કરે તે યાત્રા.
(૨) તમારે બસ સ્ટેન્ડકે રેલ્વે સ્ટેશનથી ગામમાં કે ધર્મશાળામાં આવવા માટે અને ધર્મશાળાથી તળેટી સુધી જવા માટે જો ઘોડાગાડી વાપરવી જ પડે તો તેમાં બેસતાં પહેલાં ઘોડાગાડીવાલા સાથે ભાવ નક્કી કરીને જ બેસવું અને તેમાં પણ સમજીને ત્રણચાર જણાએજ બેસવું વધારે નહિ. તેમાં લોભ ન કરતાં કારણ કે વધારે માણસો બેસતાં તેનો બોજો ખેંચવા માટે ઘોડાને સોટી અને ચાબુનો માર ખાવો પડે છે. તેમાં આપણે જ નિમિત્તભૂત બનીએ છીએ. તેથી ઘોડાને માર ખાવો ન પડે તે રીતે વર્તવું. કારણ કે આ પણ એક જીવદયાનો જ પ્રકાર છે. અરે કેટલાક પુણ્યાત્માઓ તો ઘોડાગાડીમાં બેસતાં પહેલાં ભાઈ! ધોડાને મારતો નહિ તે શરત કરીને પછી બેસે છે. અને એક અત્યંત દયાળુ આત્માએ તો રૂ. ૫. ની નોટ આપીને તેના હાથનો ચાબુક જ લઈ લીધેલો.
(૩) તળેટીમાં પહોંચો અને જય તલાટીનો ઓટલો જુઓ એટલે તમારું મન મોરલો એક્કમ નાચી ઊઠે. અને