Book Title: Shatrunjay Kalpa Vrutti Part 02
Author(s): Shubhshil Gani, Mahabhadrasagar, Kapurchand R Varaiya
Publisher: Shraman Sthaviralay Aradhana Trust
View full book text
________________
૮૯૪
શ્રી શત્રુંજય-કલ્પવૃત્તિ-ભાષાંતર - પૂર્તિ
સહજભાવે જીભ બોલી જ ઊઠે કે બોલો ! આદીશ્વર ભગવાનની જે, શ્રી શત્રુંજય તીર્થની જે આ તળેટીમાં પહોંચ્યા પછી જરુર ચૈત્યવંદન કરજો. ન આવડતું હોય તો ચોપડીનો સહારો લેજો, અથવા કોઈ કરતાં હોય તો તેના સથવારે કરજો. ક્વટેત્રણ ખમાસમણતો જ૨ દેજો જ. કારણ કે આપણી શુદ્ધ પરંપરા પ્રમાણે તળેટીના પથ્થર પાસે પાંચમાંથી એક ચૈત્યવંદન કરવાનું હોય છે. તેમાં મૂર્તિ ન હોવા છતાં આ ચૈત્યવંદનની વિધિ થાય છે. તે એની પૂજ્યતાની સાક્ષી છે. આ ગિરિરાજ આપણા માટે પ્રભુજી જેટલો જ પૂજય છે. છેવટે પુણ્ય પવિત્ર એવા ગિરિરાજને ચોખાથી વધાવીને ચઢવાની શુભ શરુઆત કરજો.
(૪) ગિરિરાજની યાત્રામાં પગલે પગલે જયણા પૂર્વક – જોઇને જ ચાલવાનું શાસકારોનું સ્પષ્ટ વિધાન છે. કારણ કે ધર્મના દરેક કાર્યમાં જીવદયા તો પ્રથમ જ પાલવાની છે. તેના વગર બધું જ નકામું છે. જીવદયાપૂર્વક ચાલતાં, સાથે સાથે આપણી પોતાની પણ બે રીતે દયા પળાય છે. ભાવથી આપણા આત્માને વિરાધનાનું પાપ ન લાગે. અને દ્રવ્યથી આપણને કાંટો – કાંકરો ન વાગે, પગ વાલે ચ ન પડેપગ મોચવાઈન જાય કે પડવાથી પગ વગેરેમાં ફેકચર ન થાય, કઈ જમાના કરતાં અત્યારના સમયમાં આ તકેદારી રાખવી ખૂબજ જરૂરી છે. કારણ કે અત્યારે હાડકાંઓમાં કેલ્શિયમ ઓછું થઈ ગયું છે.
(૫) ગિરિરાજનો પર્વત ચઢવા માટે ખુલ્લા પગે ” એ સર્વોત્તમ માર્ગ છે. પગના સાધન વગર નજ ચાલી શકાતું હોય તો કપડાં કે કંતાનથી બનેલાં મોજાં અથવા રબ્બર સાધનનો ઉપયોગ કરવો. પણ ચામડાનાં ચંપલ – બૂટ કે મોજડી તો નહિજ વાપરતાં, જગતમાં દરેક સ્થલમાં જવા માટેના સ્વતંત્ર નિયમો હોય છે.
સુવર્ણ મંદિર – મકકા મદીના – જમશેદપુરનું કારખાનું – ઇલેકટ્રિક સ્ટેશનો – બાગ બગીચા વગેરે આવા આવા દરેક સ્થલમાં તેના સ્વતંત્ર નિયમો હોય છે. તેવા સ્થળમાં આપણે જયારે જેવા કે દર્શન કરવાં જઈએ ત્યારે તેના નિયમોનું ફરજિયાત પાલન કરવું જ પડે છે. તો પછી આપણા પરમ પવિત્ર તીર્થમાં નિયમો કેમ ન હોય? અરે ! આવા નિયમોથી આપણે આનંદ પામવો જોઈએ ને ગૌરવ લેવું જોઈએ.
દુનિયાના દરેક સ્થલ કરતાં વિરોષ સ્વચ્છતા જોવા મળે છે. તે આવા નિયમોના આધારેજ સચવાય છે.
(૬) તબિયત અથવા બીજા કોઈ કારણસર ડોળી કરવાની હોય તો ડોળીવાળાની મજૂરીના અને દૂધ-દહીંના પૈસા પહેલાં નકકી કરજો. સીધું ચાલવાનું આવે તો ઊતરવાનું છે કે નહિ?તે નકકી કરીને તેના મોઢે બોલાવજો. નહિતર ઉપર ચઢતાં બોલાચાલી કે ઝધડો થતાં મનમાં ક્લેરા થઈ જાય અને પછી જાત્રાનો આનંદ ઝૂંટવાઈ જાય. માટે દરેક વાત પહેલાં નકકી કરવી. આપણને આનંદ થાય તો નીચે ઊતરીને બક્ષિસ આપવાની કોણ ના પાડે છે?
(૭) કેટલાંક યુવાન ભાઈ બહેનો સાચા વિચારોના અભાવે ગિરિરાજઉપર ચઢતાં રસ્તો કાપવા માટે રેડિયો–ટેપ વગેરે સાધનો સાથે રાખીને વગાડતાં ગાતાં ચઢે છે. આ રીતે કોઈ પણ હિસાબે બરાબર નથી. આવાં સાધનો દાચ તમને બેત્રણ કે પાંચ જણાનેજ આનંદ આપશે. પણ બીજાની શાંતિ તો તી જ રહેશે. આવા થતા ઘોંઘાટમાં સામેનો માણસ નવકાર કે પ્રભુનું સ્મરણ શું કરી શકે? તમે પણ એક્વાર મન-વચન ને શરીરથી શાંત અને એક્લા પડો. પછી જ