Book Title: Shatrunjay Kalpa Vrutti Part 02
Author(s): Shubhshil Gani, Mahabhadrasagar, Kapurchand R Varaiya
Publisher: Shraman Sthaviralay Aradhana Trust

View full book text
Previous | Next

Page 468
________________ થી આદીનાથ પ્રભુ શ્રી શત્રુંજય ઉપર નવાણું પૂર્વવાર (વખત) સમવસર્યા તેની સમજ. હર૩ પંચાશીલાખ ક્રોડ, અને ચુમ્માલીશ હજાર ક્રોડ થાય, આટલી સંખ્યાને નવાણું પૂર્વ કહેવાય. ૦ પૈત્રી પૂનમના દેવવંદનમાં - પાંચમા જોડમાં પ્રથમ યમાં લખ્યું છે. ક જિહાં ઓગણોતેર કોડાકોડી, તેમ પંચાશી લાખવળી જોડી, ચુમ્માલીસ સહસકોડી; સમવસર્યા જિહાં એનીવાર, પૂર્વ નવાણું એમ પ્રકાર, નાભિ નરિદ મલ્હાર –૧ ૦ અત્યારની આપણી ભાષામાં બોલવું હોય તો –૬૯- લાખ – ૮૫ – હજાર– ૪૪૦ અબજ એમ બોલી શકાય, આટલીવાર શ્રી આદીશ્વર ભગવાન ઘેટી પાગથી ફાગણ સુદિ–-- ના દિવસે ગિરિરાજ ઉપર રાયણવૃક્ષની નીચે પધાર્યા હતા. ૦ તે સમયે જીવોનાં આયુષ્ય કેટલાં લાંબાં હશે? તે ખાસ સમજવા જેવું છે. શ્રી આદીશ્વર ભગવાન ઉપર પધારીને રાયણવૃક્ષની નીચે જ બેસીને ધર્મોપદેશ આપતા હતા, શ્રી આદીશ્વર ભગવાનનું આયુષ્ય-૪- લાખ પૂર્વનું હતું, તેમાંથી તેઓ-૮૩- લાખ પૂર્વ સુધી ગૃહસ્થ અવસ્થામાં (સંસારમાં) રહયા અને પછી દીક્ષા લઈને એક લાખ પૂર્વ વર્ષમાં આ બધું થયું. શ્રી આદીશ્વર ભગવતે ગિરિરાજની પૂર્વ નવાણુંવાર સ્પર્શના કરી, ત્યારે અહીં એમને યાત્રા કરવા માટે (સમવસરવા માટેનો સમય છે એક લાખ પૂર્વ વર્ષ. એટલે ગિરિરાજ ઉપર પૂર્વનવ્વાણુંવારની ગણતરી બરોબર બંધ બેસી શકે છે. ૦ શ્રી આદીશ્વર ભગવંત પૂર્વ – ૯૯-વાર (વખત) શ્રી શત્રુંજય પર સમવસર્યા હતાં. તેને અનુસરીને આપણું આયુષ્ય ખૂબજ ટૂંકું હોવાથી ફક્ત-નવ્વાણું જ (૯૯) યાત્રા કરીએ છીએ. ૦ શ્રી આદીશ્વર ભગવાન જે પૂર્વ નવ્વાણુંવાર ગિરિરાજ ઉપર પધાર્યા હતા તે ઘટીની પાળેથી પધાર્યા હતા, અત્યારે તો આપણે પાલિતાણા ગામ આ બાજુ વસી ગયેલું હોવાથી આ બાજુથી જ ચઢીને નવાણું કરીયે છીયે. પણ આપણી મૂળવાત ભૂલી ન જવાય તેથી તેની વિધિમાં લખ્યું છે કે “નવ્વાણું યાત્રામાં ઓછામાં ઓછી નવયાત્રા ઘેટીની પાગની કરવી જ "વધારે થાય તો ધન્ય ભાગ્ય. નહિતર છેવટે નવ તો કરવી જ. તેનો અર્થ કેટલાક અણસમજુ ભાવિકેએ એવો ર્યો કે “ ઘેટી પાગની યાત્રા નવથી વધારે નથાય " પણ આ સમજણ એકદમ ખોટી – અને ભૂલ ભરેલી છે. સમજવાનું એમ છે કે વધારે થાય તો સારું, નહિતર છેવટે નવ તો કરવી જ જોઈએ. કારણ કે શ્રી આદીશ્વર ભગવાનની મૂળસ્પર્શના તો ત્યાંથી જ હતી. તે વાત ભુલાવી ન જોઈએ. # આપણા પૂર્વ મુનિઓએ કેવો અનુપમ ઉપકાર કર્યો છે કે પૂર્વ નાણું વારની ગણતરી કરીને આપણને સમજાવવા માટે થોય બનાવી છે.

Loading...

Page Navigation
1 ... 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488