Book Title: Shatrunjay Kalpa Vrutti Part 02
Author(s): Shubhshil Gani, Mahabhadrasagar, Kapurchand R Varaiya
Publisher: Shraman Sthaviralay Aradhana Trust
View full book text
________________
નાનકડા–દેખાતાં ગિરિરાજ એવા શ્રી શત્રુંજ્યમાં -૨૦ કોડ મુનિઓ કેવી રીતે સમાયા હશે.
(૯) મનુષ્ય લંબાઇમાં હોય તેના કરતાં પહોળાઇમાં ચોથો ભાગ હોય એટલે આ લંબાઇમાં જેટલા માણસો સૂઇ શકે તેના કરતાં પહોળાઇમાં ચારગણા વધારે સૂઇ શકે છે.
૯૨૫
=
૮૦૦ × ૪ = ૩ર૦૦૦ એક યોજનના એક ધનુષ્યની લાંબી અને પહોળી લાઇનમાં હિસાબ કાઢવા માટે – ર૦ ને ૮૦૦૦ વડે ગુણવા પડશે. ને તે પછી જે જવાબ આવશે તેટલા (સૂતા) માણસો એક યોજનમાં સમાઇ શકે છે.
૩૨૦૦ × ૮૦૦૦ = ૨૫૬૦૦૦0
-
(૧૦) ૨૫–ક્રોડને ૬૦ · લાખ માણસો એક યોજનની ભૂમિમાં ઉપરના ગણિત પ્રમાણે સમાઇ શકે છે. હવે ગિરિરાજનું કુલ ક્ષેત્રફલ – ૨૫૦૦, યોજન હોવાથી ર૫૬૦૦૦૦૦૦ આ સંખ્યાને ૨૫૦૦, ગુણતાં ૬૪૦૦૦0000000, ચોસઠ હજાર ક્રોડ માણસો ૫૦- યોજનમાં સમાઇ શકે છે. તેનું આ ગણિત બતાવ્યું.
(૧૧) ગિરિરાજમાં ર૦, ગ્રેડ મુનિઓ કેવી રીતે સમાયા ? તેની ગણતરી કરતી વખતે તે વખતના શ્રી શત્રુંજ્યનું ક્ષેત્રફળ મનમાં નકકી કરવું અને પછી ઝાડપાનવાલી જગ્યા, લોકોની અવર જવરની જગ્યા. ખાડા–ટેકરાવાલી ભૂમિ–દેરાસરોને દેરીઓની જગ્યા. પગથિયાંની જગ્યા વગેરે છોડી દેતાં પણ આટલા મુનિઓ સમાવવામાં જરાપણ વાંધો નથી. ગણતરી ર્યા વગર કોઇ પણ વસ્તુ યથાસ્થિત ન સમજાય.
(૧૨)આપણે આપણી ટૂંકી દૃષ્ટિએ ગિરિરાજની મૂળ ટેકરીનેજ શ્રી શત્રુંજ્ય માનીને ગણતરી બેસાડીએ છીએ પણ તે વાત બરોબર નથી કારણ કે આ ગિરિરાજની એક સમયમાં −૧૮– ટેકરીઓ હતી. અત્યારે વર્તમાન સમયમાં પણતળાજા–શિહોર-દંબગિરિ-હસ્તગિરિ વગેરે ટેકરીઓ પણ શ્રી શત્રુંજયના ભાગ રૂપેજ ગણાય છે. તે રીતે જો ઉપરની ગણતરી કરવા બેસીએ તો જરાપણ શંકાને સ્થાન મલતું નથી.
અરે જરાક આગળ વધીને કહું તો શ્રી ગિરનારને પણ શ્રી – શત્રુંજ્યની પાંચમી ટૂક ી છે. એટલે એક સમયે ગિરિરાજનું પ્રમાણ ખૂબજ વિસ્તારવાળું હતું.