Book Title: Shatrunjay Kalpa Vrutti Part 02
Author(s): Shubhshil Gani, Mahabhadrasagar, Kapurchand R Varaiya
Publisher: Shraman Sthaviralay Aradhana Trust
View full book text
________________
શ્રી શત્રુંજય-કલ્પવૃત્તિ-ભાષાંતર - પૂર્તિ
જ
સાકરસહીની ટ્રક
% શ્રી ચિંતામણિ પાર્શ્વનાથના મુખ્યમંદિરવાળી આ ટ્રની રચના અમદાવાદના ધર્માનુરાગી હોઠ સાકરચંદ પ્રેમચંદે વિ. સં - ૧૯૮૩- માં કરાવી હતી. ચાર મુખ્ય દેરાસરો અને - ૨૧ - દેરીઓથી મંડિત સુશોભિત આ ટૂંકુમાં આરસની -૧૭ર- પ્રતિમાજીઓ અને ધાતુની ૫- પ્રતિમાઓ બિરાજમાન છે.
આ ટુકુમાં આવેલ શ્રી પાર્શ્વનાથજીના મુખ્ય મંદિરમાં પંચ ધાતુના મનોહર મૂર્તિવાળા ચિંતામણિ પાર્શ્વનાથ બિરાજે છે. એમની બાજુએ સ્ફટિક રત્નના સાથિયા છે. પદ્મ પ્રભુજીનાં બે મંદિરો છે. શેઠ લલ્લુભાઈ જમનાદાસે સંવત - ૧૮૯૩ – માં એક દેરાસર બંધાવ્યું હતું. અને બીજું મંદિર શેઠ મગનલાલ કરમચંદે એ જ વર્ષમાં બંધાવ્યું હતું.
સાકરવસહીની ટ્રકમાં (૧) ચિંતામણિ પાર્શ્વનાથ નું (૨) પબ પ્રભુનું (3) અને બીજું એક પદ્મપ્રભુનું એમ લ –૩– મંદિરો છે.
ઉજમફઈની ટક
વિક્રમ સંવત – ૧૮૯૩- માં આ ટુકની રચના થઇ હતી. શ્રી શત્રુંજય પર નાનામાં નાની આ ટૂકમાં નંદીશ્વર દ્વીપની રચના (૩–૪) ચૌમુખજીનાં બે મંદિર એમ કુલ ચાર જિન મંદિરો છે.
પ્રેમવસહીની ટ્રક
વિ. સંવત – ૧૮૩૭ – માં આ ટકની રચના અમદાવાદના શ્રીમંત વેપારી મોદી પ્રેમચંદ લવજીએ કરાવી હતી. આ ટૂફમાં મૂળનાયક તરીકે શ્રી આદીશ્વર દાદા બિરાજે છે. ને તેમની સામે જ પુંડરીક સ્વામીનું મંદિર છે.
પ્રેમવસહીની ટ્રકમાં – ૧૪૫ર – ગણધરનાં પગલાં છે. મુખ્ય મંદિરની જમણી અને ડાબી આ બે બાજુ જે મંદિરો છે તેમાં શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથ બિરાજે છે. આબુજી ઉપર જેમ દેરાણી જેઠાણીના બે ગોખલા જાણીતા છે. તે જ રીતે આ ટુકુમાં સાસુ-વહુની બે રચનાઓ જાણીતી છે.