Book Title: Shatrunjay Kalpa Vrutti Part 02
Author(s): Shubhshil Gani, Mahabhadrasagar, Kapurchand R Varaiya
Publisher: Shraman Sthaviralay Aradhana Trust
View full book text
________________
ખરતર વસતીની રચના
પ્રભુ – શ્રી ચંદપ્રભુ – શ્રી આદીશ્વર પ્રભુ – શ્રી ચૌમુખજી – શ્રી સુમતિનાથ – શ્રી સંભવનાથ અને શ્રી ઋષભદેવ પ્રભુ – એમ કુલ – ૧૨ – જિનમંદિરો ખરતરવસહીમાં છે
૮૮૧
C
ચૌમુખજીની ટૂંક – સવા સોમાની ટૂંક
.
પર્વતરાજ શ્રી શત્રુંજ્ય તીર્થ ઉપરની આ ઊંચામાં ઊંચી ટૂક છે. આ ટૂકમાં મૂળનાયક પ્રભુ શ્રી આદિનાથની ચૌમુખ પ્રતિમા બિરાજે છે. ચૌમુખજીની મોટી ટૂના બે વિભાગો છે. બહારના વિભાગને “ ખરતરવસહી ” તરીકે ઓળખવામાં આવે છે. અને અંદરના વિભાગને ચૌમુખજીની ટૂક અથવા સવા સોમાની ટૂક હેવાય છે.
વિક્રમ સંવત – ૧૬૫૭ – માં આ ટૂની રચના થઇ હતી. ક્લાકોતરણીની દૃષ્ટિએ પણ મનોહર લાગતી આ ટૂકમાં દર × ૫૭ – ફૂટનો ભવ્ય પ્રાસાદ છે. ને તેનું શિખર – ૯૭ – ફૂટ ઊંચું છે.
=
મંદિરની ફરસમાં લીલા – શ્વેત અને ભૂરા રંગના સુંદર આરસના કટકાઓ જડેલા છે. ગભારામાં – – ફૂટ ઊંચા અને – ૧૨ – ફૂટ લાંબાને પહોળા સફેદ આરસના પવાસન પર – ૧૦ – ફૂટ – ઊંચી શ્રી આદિનાથ દાદાની ચાર મંગલકારી મૂર્તિઓ સોહે છે.
મુખ્ય મંદિરના રંગ મંડપમાં – ૧૨ – સ્તંભો ઉપર – ૨૪ – દેવીઓનાં મનોહર મંગલકારી ચિત્રો છે. દેવીઓને વાહન સહિત કળામય રીતે કોતરવામાં આવેલ છે. ગભારાની પાસેના એક ગોખલામાં પદ્માવતી દેવીની નાનકડી પણ મનોહર મૂર્તિ બિરાજમાન છે.
વિ. સં. ૧૬૫૭ – માં આ ટૂની રચના થઇ હતી ત્યારે તેની પાછળ ૪૮ – લાખ રૂપિયાનો ખર્ચ થયો હતો. યાત્રિકોને આ ખર્ચનો અંદાજ જાણીને આશ્ચર્ય થશે કે આ ટૂની રચના પાછળ પથ્થર વગેરેને ઊંચક્વા માટે જે ઘરડાં વપરાયાં હતાં તેનો ખર્ચ – ૮૪ – હજાર રૂપિયા થયો હતો.
કુલ – ૧૦૦, જેટલી આરસની પ્રતિમાઓ અને જિનબિંબો ધરાવતી આ ટૂના અધિષ્ઠાતા મૂળનાયક શ્રી આદિનાથ પ્રભુજી છે. ચૌમુખજીની આ ટૂને સવા સોમાની ટૂક પણ ક્લેવામાં આવે છે. તેના માટેની જે રસિક વાર્તા બોલાય છે. તે પાળ આપેલ છે.