Book Title: Shatrunjay Kalpa Vrutti Part 02
Author(s): Shubhshil Gani, Mahabhadrasagar, Kapurchand R Varaiya
Publisher: Shraman Sthaviralay Aradhana Trust
View full book text
________________
૮૦
શ્રી શત્રુંજય-કલ્પવૃત્તિ-ભાષાંતર - પૂર્તિ
જ
નવે ટ્રકની ટૂંક નોંધ
s
""
(નરશી કેશવજીની ટૂક) (આ નવેનું લખાણ સક્લચંદ્ર લેખિત શ્રી જય શત્રુંજય નામના પુસ્તકમાંથી લીધેલ છે.)
ચૌમુખજીની ટકમાં પ્રવેશતાં જમણી બાજુએ હોઠ નરશી કેશવજીની પહેલી ટૂંકુ આવે છે. આ ટ્રની પ્રતિષ્ઠા સંવત - ૧૦૧ - માં થઈ હતી. મૂળનાયક પ્રભુ શ્રી અભિનંદન સ્વામી બિરાજે છે. ભમતીની મનોહારી રચના આંખને ઠારે છે.
શ્રી અભિનંદન સ્વામીના આ મંદિરમાં યક્ષ – યક્ષિણીઓની મૂર્તિઓ સુંદર છે અને ઉપરના ભાગમાં ત્રણ ચૌમુખજી બિરાજે છે. આ ટુકુ અને ચૌમુખજીની ટુને જોડતી રચનાને ખરતરવ સી ” કહેવામાં આવે છે.
ખરતર વસહીની રચના
આ ખરતર વસહીમાં શ્રી શાંતિનાથ પ્રભુનું દેરાસર ઘણુંજ પ્રાચીન છે. શ્રી સંપ્રતિરાજાએ આ દેરાસર બંધાવ્યું છે એમ કહેવાય છે. બીજું નાનકડું મરુદેવી માતાનું મંદિર છે. તે પણ ઘણું જ જૂનું છે.
આ સિવાય ખરતરવસહીમાં શ્રી ચંદ્રપ્રભુનું દેરાસર શેઠશ્રી નરશી કેશવજીએ બંધાવેલું છે. આ દેરાસરમાં શેઠ શેઠાણીની મૂર્તિ છે. શ્રી ધર્મનાથ ભગવાનનું મંદિર શેઠદેવશી પુનશી સામતે બંધાવેલું છે. આ દેરાસરમાં ઉપરના ભાગમાં ચોવીશ તીર્થકરોની મૂર્તિ છે. અને મધ્યમાં ચૌમુખજી પ્રભુ બિરાજે છે. આ સિવાય પણ ભગવાન શ્રી કુંથુનાથ – ભગવાન શ્રી અજિતનાથ - ભગવાન શ્રી ચંદ્રપ્રભ સ્વામી વગેરેનાં મંદિરો આવેલાં છે. સંવત-૧૮૯૩–માં મુર્શિદાબાદવાળા બાબુ હરખચંદજી ગુલેચ્છાએ બંધાવેલું શ્રી સુમતિનાથ પ્રભુનું મંદિર છે.
શ્રી શાંતિનાથ -શ્રી મદ્રેવા માતા – શ્રી ચંદ્રપ્રભુ – શ્રી ધર્મનાથ પ્રભુ શ્રી કુંથુનાથ સ્વામી – શ્રી અજિતનાથ