Book Title: Shatrunjay Kalpa Vrutti Part 02
Author(s): Shubhshil Gani, Mahabhadrasagar, Kapurchand R Varaiya
Publisher: Shraman Sthaviralay Aradhana Trust

View full book text
Previous | Next

Page 424
________________ શ્રી શત્રુંજ્ય તીર્થમાં દરેક વસ્તુનાં નામો પાડવાનાં વિવિધ કારણો ૮૯ પોળ તેનું નામ કેવી રીતે પડ્યું તેનો ખુલાસો મળ્યો નથી. પછી આવે વાઘણપોળ. જાત્રાળુઓને હેરાન કરનાર વાઘણને વીર વિક્રમી નામના વણિકપુત્રે અહીં મારીને મરતાં મરતાં ઘંટ વગાડીને જાત્રા ખુલ્લી કરી હતી. તેથી તેની યાદગીરીમાં આ પોળ – દરવાજાનું નામ વાઘણ પોળ પડયું. આજે પણ આ દરવાજા પાસે તે બન્નેની પથ્થરની મૂર્તિઓ છે. ત્યાંથી આગળ ચાલતાં શાંતિનાથ પ્રભુનાં દર્શન કરી આગળ જતાં હાથી પોળ આવે છે. હાથીપોળમાં બન્ને બાજુ હાથીઓની મૂર્તિ હતી. તેથી તેનું નામ હાથીપોળ પાડવામાં આવ્યું છે. ત્યાર પછી છેલ્લી અને પાંચમી પોળ આવે રતનપોળ. જે પોળની અંદર રત્ન જેવી કીમતી એવી પ્રભુની પ્રતિમાઓ શોભી રહી છે. માટે તેનું નામ રતનપોળ પડ્યું. આ પાંચેય પોળના દરવાજા પેઢીએ જીર્ણોદ્ધારમાં નવા બનાવ્યા છે. તેની અંદર જઈને શ્રી શત્રુંજ્યના રાજા દેવાધિદેવ શ્રી આદીશ્વર પ્રભુનાં દર્શન કરીને મનુષ્ય જન્મને સફળ કરીએ. પછી ત્રણ પ્રદક્ષિણા કરતાં રાયણ પગલાં આવશે. તે પગલાંના સ્થાને શ્રી આદીશ્વર ભગવંત ઘટીની પાળેથી ચઢીને પૂર્વ નવાણુંવાર ઉપર પધાર્યા હતા. અને અહીં રાયણના વૃક્ષ નીચે બિરાજતા હતા. તેથી તેનું નામ રાયણ પગલાં પડયું.આ રીતે પ્રદક્ષિણા ફરતાં નવા આદીશ્વરનું દેરાસર આવે છે. એક સમયે કોઈપણ કારણસર શ્રી આદીશ્વર પ્રભુની મૂર્તિની નાસિકા ખંડિત થઈ હતી. તેથી સક્લસંઘે ભેગા થઈને નવી મૂર્તિ પધરાવવાનો વિચાર કર્યો. અને તેવી મૂર્તિ શોધતાં સુરતના જિનમંદિરમાં પ્રાપ્ત થઈ. તેને અહી સંઘ કાઢીને લાવ્યા. પણ આ જૂની પ્રતિમા ચલાયમાન ન થતાં તે જૂની મૂર્તિ કાયમ રહી. અને તેમની નાસિકા લેપ દ્વારા પાણી બનાવવામાં આવી. હવે લાવેલા આ પ્રભુને આ દેરાસરમાં જગ્યા કરીને પધરાવવામાં આવ્યા. તેથી તેમનું નામ નવા આદીશ્વર એવું પાડવામાં આવ્યું. હાથી પોળમાંથી બહાર નીકળી આપણા જમણા હાથના નાના રસ્તે પગથિયાં ઊતરતાં જેની સાથે છે અને ચંદરાજાની વાર્તા સંકળાયેલી છે. તે સૂ૪ કુંડ આવે છે. તે સૂરજ કુંડનું પાણી અત્યંત પવિત્ર અને ચમત્કારી તરીકે શાસ ગ્રંથોમાં વર્ણવ્યું છે. શ્રી આદીશ્વર પ્રભુના સમયમાં એક વખત સૂર્યના ઈ મહારાજા સદેહે પ્રભુને વંદન કરવા માટે પધાર્યા હતા. અને વિમાન દ્વારા અહીં ઊતર્યા હતા. તેથી આ કુંડનું નામ સૂરજકુંડ પડયું. ઘેટી ગામતરફથી ગિરિરાજ ઉપર ચઢવાનો રસ્તોને ઘેટીપાગકહેવાય છે. અત્યારે જેઆપર-આતપુર ગામ છે તે પક્ષાં નહોતું. એજ રીતે જે બાજુથી ગિરિરાજ ઉપર જવાય અને જે ગામ હોય તે ગામના નામની પાગ કહેવાય છે.

Loading...

Page Navigation
1 ... 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488