Book Title: Shatrunjay Kalpa Vrutti Part 02
Author(s): Shubhshil Gani, Mahabhadrasagar, Kapurchand R Varaiya
Publisher: Shraman Sthaviralay Aradhana Trust
View full book text
________________
૮૭૪
શ્રી શત્રુંજય-કલ્પવૃત્તિ-ભાષાંતર - પૂર્તિ
(૧૪) વિક્રમ સંવત ૧ર૧૩-માં બાહડમંત્રીએ શ્રી શત્રુંજ્યનો ચૌદમો ઉદ્ધાર કરાવ્યો. શ્રી આદિનાથ ભગવંતની નવી મૂર્તિ ભરાવીને સ્થાપના કરી.
(૧૫) વિક્રમ સંવત – ૧૩૭૧ માં ઓસવાલ વંશના શણગાર ભૂત એવા સમરાશાહે શ્રી શત્રુંજયનો પંદરમો ઉદ્ધાર કરાવ્યો.
જાવડશા અને સમરાશાના ઉદ્ધારની વચલા સમયમાં ત્રણ લાખને ચોર્યાશી હજાર સંમતિથી શોભતા એવા શ્રાવકો સંઘપતિ થયા. ક સત્તર હજાર ભાવસારે શ્રી શત્રુંજ્યના સંઘપતિ થયા. સોલ હજાર ક્ષત્રિયો શ્રી શત્રુંજયની યાત્રાના સંઘના સંઘપતિ થયા. પંદર હજાર બ્રાહ્મણો ઉદારતાથી સંઘ કાઢીને સંઘપતિ બન્યા. ક બાર હજાર ણબી પટેલ સંઘપતિ બન્યા. 5 નવ હજાર લેઉઆ પટેલ પણ સંઘપતિ બન્યા હતા. પાંચ હજારને પિસ્તાલીશ આટલા કંસારાઓએ શ્રી શત્રુંજયનો સંઘ કાઢી લાભ લીધો હતો. આટલા જીવોએ જિનેશ્વર ભગવાનના ધર્મને વિષે આદર-પ્રેમ હોવાથી સંઘો કાઢયા હતા. સાત હજાર – મહેતરે એટલે હરિજનોએ સંઘો કાઢયા હતા. અને તેઓએ અહીં આવીને તલાટીની યાત્રા કરી પાછા ફર્યા હતા બીજાઓની સંખ્યાને હું જાણતો નથી. પુસ્તકોમાં વાંચ્યું તે લખ્યું છે. હું તો બહુશ્રુતના વચનને માનું છું. તમે પણ એ વચનને સાચું માનજો.
ભરતરાજા અને સમરાશાના વચલા સમયમાં જે સંઘવીઓ થયા. તે તો અસંખ્યાતા છે તેની સંપૂર્ણ વિગત તો ક્વલી ભગવંત જ જાણે છ%Dો તો કેવી રીતે જાણી શકે? સમજાશાહે વધુમાં ધર્મનાં કાર્યોમાં નવલાખ દીઓનાં બંધનો કપાવ્યાં હતાં. અને તેઓને નવલાખ સુવર્ણટેક આપ્યા.
(૧૬) વિક્રમ સંવત – ૧૫૮૭ – માં કરમાશાહ બાદશાહનું બહુમાન મેળવીને શ્રી શત્રુંજ્યનો સોલમો ઉદ્ધાર કરીને ઉદ્ધાર કરાવવાનો જશ લીધો ને પુણ્ય મેળવ્યું.
(૧૭) એ પ્રમાણે આ ચોવીશીમાં વિમલવાહન રાજા શ્રી શત્રુંજ્યનો છેલ્લો ઉદ્ધાર (સતરમો ઉદ્ધાર ) દુપ્પસહ ગુસ્ના ઉપદેશથી કરાવશે. આ રીતે જે પુણ્યવંત આત્મા તીર્થ ઉદ્ધારનું મોટું કાર્ય – લક્ષ્મી મેળવીને કરશે. તેના ઘણા ભવો સફલ થશે.
આ ઉદ્ધારોની ગણતરીમાં જે નાના ઉદ્ધારો થયા તેની ગણના સંખ્યાની દૃષ્ટિએ થઈ નથી. મોટા ઉદ્ધારોજ ગણતરીમાં લેવાયા છે. જેમ જમણવારમાં બે લાડવાનું જમણ " શું તે જમણવારમાં દાળ-ભાત-ભજિયાં નહોતાં? હતાં. પણ જમણમાં મુખ્યવસ્તુ ગણતરીમાં લઈને બોલાય તે રીતે ઉદ્ધારમાં જાણવું.
આ રીતે ઉદ્ધારોની ગણતરીમાં જુદા જુદા ગ્રંથોના આધારે ઉદ્ધારોની નોંધ લીધી છે. જે ભાવિ આત્માઓને વાંચવાથી આનંદ થશે.