Book Title: Shatrunjay Kalpa Vrutti Part 02
Author(s): Shubhshil Gani, Mahabhadrasagar, Kapurchand R Varaiya
Publisher: Shraman Sthaviralay Aradhana Trust
View full book text
________________
શી તીર્થકર ભગવંતોની હાજરીમાં મોક્ષે ગયેલા જીવોની ટૂંધ
૮૨૯
મુખ્યમંત્રી બની અને આ જ ગિરિરાજ પર શ્રી સિદ્ધભગવંતનું ધ્યાન કરતાં ક્વલજ્ઞાન પામી મોક્ષે જાય છે. શ્રીસુમતિનાથ પ્રભુ હજારોવાર ભવ્ય પ્રાણીઓના બોધને માટે શ્રી સિદ્ધાદ્રિપર્વત પર સમવસર્યા હતા.
૧૪ ધર્મ શ્રેષ્ઠીને દેવની પૂજા કરીને ધ્યાન કરતાં ક્વલજ્ઞાન થાય છે. ને તેમને દેવતાઓએ સાધુવેશ આપ્યો. તેઓએ ગ્રહણ કર્યો. તે પછી સુવર્ણના સિંહાસન પર બેસી ધર્મોપદેશ આપ્યો. તે ધર્મ ક્વલી પૃથ્વી પર વિચરતા ઘણા જીવોને બોધ કરતા અનુક્રમે તેઓ શ્રી શત્રુંજયતીર્થમાં પધાર્યા પછી અનુક્રમે તે ધર્મક્વલી હજાર સાધુઓ સાથે શ્રી શત્રુંજય પર મોક્ષે ગયા. આ પ્રમાણે પદ્મપ્રભ સ્વામીની દેશના સાંભળીને અનેક ભવ્ય જીવો સ્વર્ગમાં અને મોક્ષમાં ગયા.
૧૫ શેઠને પુત્રવધૂ મરીને પહેલાં દેવલોકમાં દેવ થયાં. ત્યાંથી અવી ધરા નગરીમાં ભીમરાજાના પુત્રો થયા. પરસ્પર પ્રીતિવાલા બને ભાઈઓએ ગુરુપાસે જઈ દયામય ધર્મ સાંભળી સંયમ ગ્રહણ કરી ઘણાં વર્ષો સુધી ચારિત્રપાળી ક્વલજ્ઞાન પામી બન્ને ભાઈઓ મોક્ષમાં ગયા.
૧૬ જ્ઞાની વિદ્યમુનિના ઉપદેશથી તેમના ગુરુ વગેરે ઘણા સાધુઓ કેવલજ્ઞાન પામી અનુક્રમે મુક્તિ નગરીમાં ગયા.
૧૭ કાલ નામના વણિકપુત્ર આઠવણિકપુત્રો સાથે દીક્ષા લઈ સિદ્ધાંત ભણી આચાર્ય પદ પામ્યા. અને અનુક્રમે એક હજાર સાધુઓ સાથે ભવ્યોને પ્રતિબોધ કરતા શ્રી શત્રુંજય પર આવ્યા ને ત્યાં કર્મોનો ક્ષય કરી ક્વલજ્ઞાન પામી ઘણા સાધુઓ સહિત મોક્ષે ગયા.
૧૮ શ્રી વિમલનાથ પ્રભુ જયારે શ્રી સિદ્ધાચલ ઉપર બિરાજમાન હતા ત્યારે એક લાખ સાધુઓ કર્મના ક્ષયથી મોક્ષે ગયા હતા.
૧૯ રામ નામના યતિ છ૪– અઠ્ઠમ વગેરે તપ કરતા, આ તીર્થના પ્રભાવે ક્વલજ્ઞાન પામીને મોક્ષે જાય છે.અને શેક્ના ચારે પુત્રો-સોમ – ભીમ-ધન અને રામ પણ અનુક્રમે અહીંયાં આવી દીક્ષા લઈ ક્વલજ્ઞાન પામીને મોક્ષે જાય
- ર૦ - સોમ નામનો મિત્ર (ચારમાંનો પહેલો) દીક્ષા લઈ, કર્મ ખપાવી, કેવલજ્ઞાન મેળવીને શ્રી શત્રુંજય પર મોક્ષે ગયો.
૨૧
અનેક સાધુઓની સાથે કુંભકાર કેવલી અનુક્રમે અહીં આવી આયુષ્યના ક્ષયે શ્રી સિદ્ધપર્વતપર મોશે
ગયા.
રર
મદન નામના શ્રેષ્ઠીપુત્ર દીક્ષા લઈ શ્રી શત્રુંજ્ય પર આવી તપતપીને કેવલજ્ઞાન પામીને મોક્ષે ગયા.