Book Title: Shatrunjay Kalpa Vrutti Part 02
Author(s): Shubhshil Gani, Mahabhadrasagar, Kapurchand R Varaiya
Publisher: Shraman Sthaviralay Aradhana Trust
View full book text
________________
શ્રી શત્રુંજય-લ્પવૃત્તિ-ભાષાંતર - પૂર્તિ
તે ભીમા કુંડલિયાને અંદર દાખલ થવા દીધો. સભામાં આવેલો તે પોતાની સ્થિતિને અનુસાર તેમજ બીજે સ્થલે માર્ગ નહિ દેખાવાથી એક બાજુ પ્રથમ આવેલાઓના જોડા પાસે બેઠે,
આ વખતે ઉદાર દિલના મંત્રીશ્વરે પોતાની પાસે ગાદી ઉપર બેસવા કહ્યું. પણ તેને મનમાં સંકેચાતો જોઈ તેને હાથ પકડી મંત્રીસ્વરે જાતે જાડાંને મેલાં કપડાંવાળા ભીમા કુંડલિયાને પોતાની પાસે મખમલના તક્તિાઓ ગોઠવેલી રેશમી ગાદી પર બેસાડ્યો. સભામાં બેઠેલો ભીમો કુંડલિયો ત્યાં આવેલા સ્વામીભાઈઓમાંના કોઈ પાંચ તો કોઈ દશ તો કોઈ પચ્ચીશ પચાસ હજાર ભરાવતા જોઈને અનુમોદના કરતો વિચારે છે કે ધન્ય છે આવા મહાનુભાવોને કે મહાન તીર્થના ઉદ્ધારમાં ધનનો વ્યય કરી અસાર એવી લક્ષ્મીવડે સાર એવા લાભને ઉપાર્જન કરે છે.
સાચી ભાવનાવાળા એક્લી કેરી અનુમોદના કરી બેસી રહેતા નથી પણ શક્તિ અનુસાર અમલમાં મૂકી સાર્થક કરી બતાવે છે. તે પ્રમાણે આ ભીમો શ્રાવક પણ આપવાની ભાવનાથી ખિસ્સામાં હાથ નાંખે છે અને કાઢે છે. વળી વિચારે છે કે આ લાખ્ખો અને હજારોની રકમ આગળ મારા આ પૈસા શા હિસાબમાં! આ ભાવનાથી તરબતર બનેલા તે ભીમા શ્રાવને મંત્રીશ્વર પૂછે છે કે “કેમ મહાનુભાવ! તમારે કાંઈ આપવા ભાવના છે? "
મંત્રીશ્વરના આ પ્રશ્નથી ઊંડો નિ:શ્વાસ નાખી વિચાર સાગરમાં ડૂબકી મારતા તે ભીમા શ્રાવને ફરીથી મંત્રીરાજ કહેવા લાગ્યા, આમાં વિચારમાં પડવા જેવું કશું નથી. જેની જેટલી શક્તિ અને ભાવના હોય તે પ્રમાણે પણ આપી શકે છે. વાત્સલ્ય ભાવનાનાં આ વચનોથી ઉત્સાહિત બનેલા ભીમા શ્રાવકે ખિસ્સામાં જેટલું હતું તેટલું બહાર કાઢીને કહે છે કે:- “આજે કલિયુગમાં લ્પતરુ સમાન શ્રી સિદ્ધાચલ તીર્થની યાત્રા કરી એક રૂપિયાના ફૂલવડે દાદા શ્રી ઋષભદેવ સ્વામીની પૂજા કરી તલાટીમાં આવતાં પુણ્યોદયથી શ્રી સંઘના દર્શન થયાં, અને મારી પાસે મૂડી-મિલક્ત–આ ગજવામાંથી નીકળીને સાત દ્રમાં છે. જેથી આ મારી નજીવી (નાની) રકમ સ્વીકારી ટીપમાં લખવા કૃપા કરી સેવકને ક્વાર્થ કરશો.
ભીમા શ્રાવક્ની આ ઉમદા ઉદારતાથી અતિખુશ થયેલા મંત્રીરાજે તે વખતનું ચાલતું નાણું સ્વીકારી લઈ તે વહીમાં (ચોપડામાં) સૌથી મથાળે (પહેલું)નામનું ચઢાવ્યું. આ બનાવથી મોટી રકમો ભરનારા શ્રીમંતો તો વિચારમાં પડી ગયા કે આ શું? પણ મંત્રીશ્વરને કહી ણ શકે? જેથી બધા એક બીજાના મુખ સામું જુએ છે.
વિચક્ષણ મંત્રી તુરતજ આ વાત જાણીને કહી દે છે કે આ અલ્પ રકમ આપનારના પ્રથમ નામથી તમારાં બધાનાં મન દુ:ખાય છે. પરંતુ મહાનુભાવો! ન્યાય અને બુદ્ધિથી વિચાર કરાય તો પણ સમજી શકાય છે કે:- હું અને તમે ક્રોડે- લાખો કે હજારો આપીએ તોયે ઘરમાં ઘણું રાખીને થોડું આપીએ છીએ.
(દાન આપવાની સંખ્યા-ઘરમાં રાખ્યું હોય તેના કરતાં ઘણી ઓછી હોય છે. રૂપિયામાંથી પૈસા જેટલું)
જ્યારે પુણ્યવાન આ ભાગ્યશાળીએ તો ઘરનું સર્વસ્વ આપી દરિદ્ર અવસ્થામાં દાન " એ પ્રથમ કલ્પવૃક્ષ હોવાનું દૃષ્ટાંત પૂરું પાડ્યું છે. તો તેનું નામ પહેલું રહે એ વ્યાજબી જ છે. એમ તમારે સમજી લેવું જોઈએ. હવે પ્રથમ