Book Title: Shatrunjay Kalpa Vrutti Part 02
Author(s): Shubhshil Gani, Mahabhadrasagar, Kapurchand R Varaiya
Publisher: Shraman Sthaviralay Aradhana Trust
View full book text
________________
પાંચ -ચૈત્યવંદનો
૫૯
(૩) ત્યાંથી દર્શન કરીને આગળ ચાલતાં હાથી પોળમાં થઈ– રતન પોળમાં આવીને તીર્થાધિપતિ શ્રી આદીશ્વર ભગવાનનાં દર્શન કરીને ત્રણ પ્રદક્ષિણા ફરવી. અને તેમાં –ત્રીજી પ્રદક્ષિણામાં ત્રીજું ચૈત્યવંદન કરાયણ પગલાંનું કરવાનું હોય છે.
(૪) ચોથું ચૈત્યવંદન શ્રી આદીશ્વર ભગવાનના પ્રથમ ગણધર શ્રી પુંડરીક સ્વામીનું કરવાનું હોય છે.
(૫) પાંચમું ચૈત્યવંદન શ્રી આદીશ્વર ભગવાનનું કરવાનું હોય છે. મૂલ-વિધિ પ્રમાણે આ રીતે પાંચ ચૈત્યવંદન કરવાં જોઈએ. ક
અત્યારે કેટલાક જીવો ત્રીજું ચૈત્યવંદન શ્રી આદીશ્વર ભગવાનનું ચોથું રાયણ પગલાનું અને પાંચમું પુંડરીક સ્વામીનું ચૈત્ય વંદન કરે છે. નવ્વાણું યાત્રા કરનારે પણ એક યાત્રા દીઠ પાંચ ચૈત્યવંદન કરવાનાં હોય છે. પણ ઘેટી પાગની બીજી યાત્રા કરનાર પહેલું ચૈત્યવંદન જયતલાટીને બદલે ઘેટી પાગના પગલે કરે. અને બીજા ચારે ચૈત્યવંદનો જેમ ઉપર કરીએ છીએ તેજ રીતે કરવાનાં હોય છે.
* પણ અત્યારે આચરણ કરાતી પરંપરા પ્રમાણે શ્રી શત્રુંજ્ય તીર્થમાં ત્રીજું ચૈત્યવંદન શ્રી આદીશ્વર પ્રભુનું ચોથું રાયણ પગલાંનું અને પાંચમું ચૈત્યવંદન શ્રી પુંડરીક સ્વામીનું કરાય છે. કારણ કે કેટલાક એવો વિચાર કરે છે કે ત્રણ પ્રદક્ષિણા ફરતાં ને ચૈત્યવંદન કરવામાં સમય વીતતાં ક્રાચ કોઈ અંતરાય-વિઘ્ન આવી જાય તો શું થાય?શ્રી આદીશ્વર પ્રભુનું ચૈત્યવંદન રહી જાય છે. માટે લોકોએ પોતાની સમજણથી જાતેજ તેટલો ફેરફાર કરી લીધો.
શ્રી ગિરિરાજની ત્રણ પ્રદક્ષિણાઓ
1 શ્રેટ ગાઉની પ્રદક્ષિણા
દાદાનાં દર્શન કરી – ચૈત્યવંદન કરી રામપોળની બારીથી નીકળતાં જમણી બાજુ બહારના ભાગમાં સોખરી નામની ટેકરી પાસેના રસ્તે થઈ ઘેટી પાગ જવાનો રસ્તો ઓળંગીને હનુમાન–ધાર નજીક એક તલાવડી છે. ત્યાંથી ચૌમુખજીની કુ તરફ ચૈત્યવંદન કરીને હનુમાનન્ધાર પાસેથી રામપોળના દરવાજેથી ગઢમાં દાખલ થઈ દાદાના દર્શન