Book Title: Shatrunjay Kalpa Vrutti Part 02
Author(s): Shubhshil Gani, Mahabhadrasagar, Kapurchand R Varaiya
Publisher: Shraman Sthaviralay Aradhana Trust
View full book text
________________
શ્રી શત્રુંજય-લ્પવૃત્તિ-ભાષાંતર - પૂર્તિ
(૫) – તે પછી દશ કોટી સાગરોપમ ગયા બાદ બ્રહ્મ શ્રી શત્રુંજયનો પાંચમો ઉદ્ધાર કરાવ્યો. (૬)- અને તે પછી એક કોટી સાગરોપમ ગયા બાદ ભવનપતિ ચમરેન્દ્ર શ્રી શત્રુંજયગિરિનો છો ઉદ્ધાર કરાવ્યો.
(૭) - શ્રી આદિનાથ પ્રભુના થઈ ગયા પછી–૫૦-લાખ-કોટી-સાગરોપમના સમયબાદ શ્રી સગરપક્વ થયા. અને ઇન્દ્રના કહેવાથી પડતો સમય જાણીને શ્રી સગરચક્વએ ભરત રાજાએ ભરાવેલા મણિમય જિનબિંબોને ગુફામાં સંતાડી દીધાં અને તેણે આ તીર્થનો સાતમો ઉદ્ધાર કરાવ્યો.
(૮) - તે પછી ચોથા તીર્થંકર પરમાત્મા શ્રી અભિનંદન સ્વામીના સમયમાં વ્યંતરે આ તીર્થનો આઠમો ઉદ્ધાર કરાવ્યો.
(૯) – શ્રી ચંદ્રપ્રભ સ્વામીના સમયમાં શ્રી ચંદ્રયશા રાજાએ શ્રી શત્રુંજય તીર્થનો નવમો ઉદ્ધાર કરાવ્યો. (૧૦) – શ્રી શાંતિનાથ પ્રભુના પુત્ર ચકાયુધ રાજાએ શ્રી શત્રુંજયનો દશમો ઉદ્ધાર કરાવ્યો. (૧૧) – શ્રી મુનિસુવ્રત સ્વામીના સમયમાં શ્રી રામચંદ્રજીના હસ્તે શ્રી શત્રુંજ્યનો અગિયારમો ઉદ્ધાર થયો.
(૧૨) શ્રી બાવીશમા તીર્થંકર નેમિનાથ સ્વામીના સમયની વાત છે. તે સમયે પાંડવોએ ભયાનક હિસક યુદ્ધ કર્યું. તેથી તેમણે મહાપાપ બાંધ્યું. પુત્રોને પાપમુક્ત કરવા માતા કુંતીએ કહ્યું કે હે પુ ! ગોત્રદ્રોહ કરીને તમે મહાપાપ બાંધ્યું છે. આથી શ્રી શત્રુંજયની યાત્રા કરીને તમે એ પાપનો નાશ કરશે.
માતાની આજ્ઞા માનીને પાંડવોએ આ તીર્થની યાત્રા કરી. ત્યાં તેમણે અમૂલ્ય લાકડાનો ભવ્ય પ્રાસાદ કરાવ્યો. અને તેમાં લેપ્યમય જિનબિંબને સ્થાપીને શ્રી શત્રુંજયનો બારમો ઉદ્ધાર ર્યો.
(૧૩) – ત્યારબાદ શ્રીવીરપ્રભુના નિર્વાણથી ચારસોને સિતેર વર્ષે વિક્રમાદિત્ય રાજા થયા. આ તીર્થન સંઘ કાઢી તેઓ સંઘપતિ બન્યા. તે પછી –વિ.સં.–૧૮માં જાવડશા શેઠે આ શ્રી શત્રુંજ્યતીર્થનો તેરમો ઉદ્ધાર ક્ય.
(૧૪)–પાંડવો અને જાવડશા શેઠના વચલા સમય દરમ્યાન બે કરોડપંચાણું લાખ અને પંચોતેર હજાર સંઘપતિ બન્યા. તે પછી સંવત-૧૨૧૩-માં શ્રી શ્રીમાળી બાહદેવે શ્રી શત્રુંજય તીર્થનો ચૌદમો ઉદ્ધાર ક્ય.
(૧૫) ત્યાર બાદ – સં – ૧૩૭૧ – માં શ્રી રત્નાકરસૂરિના ભકત અને બાદશાહના પ્રધાન ઓસવાળ શ્રેષ્ઠી સમરાશાએ આ શ્રી શત્રુંજય તીર્થનો પંદરમો ઉદ્ધાર ક્ય.
(૧૬) ત્યાર પછી સં – ૧૫૮૭ – માં બાદશાહ બહાદુર શાહના માનીતા રોશ્રી કરમાશાહે શ્રી શત્રુંજ્યનો સોળ મો ઉદ્ધાર કરાવ્યો.
(૧૭) અને છેલ્લો સત્તરમો ઉદ્ધાર શ્રી દુપ્પસહ સૂરિના ઉપદેશથી શ્રાવક વિમળવાહન રાજા કરાવશે.