Book Title: Shatrunjay Kalpa Vrutti Part 02
Author(s): Shubhshil Gani, Mahabhadrasagar, Kapurchand R Varaiya
Publisher: Shraman Sthaviralay Aradhana Trust
View full book text
________________
શ્રી શત્રુંજય-લ્યવૃત્તિ-ભાષાંતર - પૂર્તિ
શ્રી શત્રુંજય ગિરિરાજની નવ્વાણું યાત્રા કરવાની વિધિ
નવ્વાણું યાત્રા કરનાર આરાધકે એક યાત્રા દીઠ પાંચ ચૈત્યવંદન અને ત્રણ પ્રદક્ષિણા કરવી જોઇએ.
(૧) પહેલું ચૈત્યવંદન ગિરિરાજની સન્મુખ ય તલાટીમાં, બીજું શ્રી શાંતિનાથ ભગવાનના દેરાસરે, ત્રીજું શ્રી રાયણ પગલાની સામે, ચોથું શ્રી પુંડરીક સ્વામીના દેરાસર અને પાંચમું શ્રી આદીશ્વર દાદાની પાસે.
(૨) નવ્વાણું યાત્રા કરનારે ઉપરનાં પાંચ ચૈત્યવંદન કરવાના ઠેકાણે એક એક્વાર સ્નાત્ર પૂજા ભણાવવી જોઇએ.
| (૩) નવાણું યાત્રા કરનાર આરાધકે દરરોજ-૧– બાંધી નવકારવાલી ગણવી જોઇએ. એટલે આ પુણ્યતમ પવિત્રભૂમિમાં જ નવાણું યાત્રા દરમ્યાન આપો-આપ નવલાખ નવકાર ગણાઈજ જાય.
(૪) નવ્વાણું યાત્રા કરનાર આરાધકે રાઈ અને દેવસિ આ બે પ્રતિક્રમણ અવશ્ય કરવાં જોઈએ. સચિત્ત દ્રવ્યનો ખાવામાં ત્યાગ કરવો જોઇએ. બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ. શક્તિ હોય તો તપમાં એકાસણું કરવું જ જોઈએ, અપવાદે બેસણું કરવું પણ છૂટા તો ન જ રહેવું. સંથારા ઉપર સૂઈ જવું. અને પગે ચાલીને યાત્રા કરવી.
(૫) ગિરિરાજની ૯૯-યાત્રાઓ કરવા ઉપરાંત ઘેટી પાગની 5 – યાત્રાઓ મલીને ગિરિરાજને કુલ – ૧ - યાત્રાઓ કરવી.
(૬) શકિત હોય તો ગિરિરાજ ઉપર દાદાના ચોકમાં રથયાત્રાનો વરઘોડો ચઢાવવો. નવાણું પ્રકારી પૂજા ભણાવવી અને એક્વાર દાદાની આંગી રચાવવી.
(૭) નવાણું યાત્રામાં એક્વાર દાદાજીના મંદિરને ફરતી ૧૮ – પ્રદક્ષિણા દેવી જોઈએ.
(૮) હંમેશાં – નવખમાસમણ દુહા સાથે દેવાં. નવ સાથિયા કરવા નવ ફળ તથા – નવનૈવેદ્ય મૂક્વાં જોઇએ.
(૯) દરોજ દિવસમાં એક્વાર શ્રી શત્રુંજય તીર્થની આરાધના માટે નવ લોગસ્સનો કાઉસ્સગ્ન “ સાગરવર
કન કેટલાક અણસમજુ આત્માઓ એમ કહે છે કે નવ્વાણુંમાં ઘેટી પાગની યાત્રા - નવજકરવી. વધારે નહિ આ વાત બરોબર નથી. ખરી વાત એ છે કે એ બાજુથી નવ્વાણું થાય તો ધન્ય ભાગ્ય. તેનજ થાય તો છેવટે ઓછામાં ઓછી નવ તો કરવી. જેથી શ્રી આદીશ્વર પ્રભુએ ઘેટી પાગથી નવ્વાણું કરી તેન ભુલાય.