Book Title: Shatrunjay Kalpa Vrutti Part 02
Author(s): Shubhshil Gani, Mahabhadrasagar, Kapurchand R Varaiya
Publisher: Shraman Sthaviralay Aradhana Trust
View full book text
________________
શ્રી ગિરિરાજની પાગો – રસ્તાઓ
૮૬૩ સમયમાં આ આતપર ગામ ન હોય જેથી નજીના ગામના નામથી પાગનું નામ ઘેટીની પાગ એમ પડયું હોય એવી ચોકકસ સંભાવના છે.
અહીંથી થોડાંક પગથિયાં ચઢતાં કહેવાતી તલાટીમાં શ્રી ઋષભદેવ આદિ–૨૪- તીર્થકરોનાં પગલાં છે. ત્યાં ચૈત્યવંદન કરીને ઉપર ચઢતાં અર્ધા રસ્તે એક દેરી આવે છે. ત્યાં પણ – ૨૪– પ્રભુજીનાં પગલાં છે. ત્યાં તેની બાજુમાં કુંડપણ છે. ત્યાંથી આગળ ચાલતાં ઘેટીની બારીએથી – દરવાજેથી દાદાની ટ્રકમાં જવાય છે.
દાદાની યાત્રા કરી ઘેટીની પાળે ઊતરી નીચે ચૈત્યવંદન કરી ફરીથી ઉપર ચઢી યાત્રા કરતાં બે યાત્રા કરી ગણાય
છે.
(અત્યારે વર્તમાન સમયમાં શ્રી સિદ્ધાચલ શિણગાર તથા ઘંટાકર્ણના દેરાસરની પાસે બાંધેલા કંપાઉન્ડમાં જે દેરી છે તેને આપણે ઘેટી પાગની તળેટી જ્હીએ છીએ, પણ ખરેખર તેવું નથી. દાચ જો તળેટી હોય તો –૪૦, પગથિયાં ઉપર ન હોય તેની ખરેખર તળેટી સિદ્ધવડની દેરી છે. ત્યાં હોવી જોઈએ. એક્વાર ત્યાં જૂની તળેટી હતી પણ ખરી. અત્યારે તે સિદ્ધાચલ શણગારના દેરાસર પાસેથી ત્યાં સુધી જવાનો રસ્તો પણ છે. પાછળથી આ ફેરફાર થયેલો લાગે છે.
નીચેથી ચારસો પગથિયાં ચઢવાં પડે અને પછી તળેટી આવે આ વાત બરોબર બંધ બેસતી નથી) હાલમાં નીચેથી ઉપર જવા માટે પગથિયાં બંધાઈ ગયાં છે. આ પાગને પશ્ચિમ દિશાની પાગ હેવાય છે.
આ સિવાય બીજી પણ પાગો પહેલાં હતી, પણ અત્યારે આપણે તેનાં નામો પણ વીસરી ગયા છીએ. ઘનઘોળ પાગ એવું પણ એક નામ હતું, જે પાગનો ઘેટીની પાગ અને રોહીશાળાના પાગના વચ્ચેના રસ્તે ચોક ગામ તરફથી આવતાં તેનો ઉપયોગ થતો હતો. આજે પણ યાત્રાના દિવસોમાં એ બાજુ રહેનારા ગિરિરાજ ઉપર આવવા માટે એ પાગનો ઉપયોગ કરે છે. અત્યારે પણ આ પર્વતના એ બાજુના રસ્તે હસ્તગિરિ ખૂબજ નજીક પડે છે. તે રસ્તે જનાર અને આવનાર ખૂબજ થોડા સમયમાં જઈ શકે છે. અને આવી શકે છે.